Gandhinagarમાં ‘વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ-2026’નો ભવ્ય પ્રારંભ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અને કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં WCEF-2026નું ઉદ્ઘાટન; 66 દેશોના 2,000થી વધુ પ્રતિનિધિઓ બન્યા સહભાગી
Gandhinagar, 15 સપ્ટેમ્બર : પર્યાવરણ સંરક્ષણ સાથે આર્થિક વિકાસને જોડીને ટકાઉ ભવિષ્યના નિર્માણ માટે વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ ગણાતા ‘વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ (WCEF)-2026’નો Gandhinagarના મહાત્મા મંદિર ખાતે ભવ્ય પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અને કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવની વિશેષ ઉપસ્થિતિમાં ફોરમની 10મી આવૃત્તિનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. દક્ષિણ એશિયામાં પ્રથમવાર યોજાઈ રહેલા આ વૈશ્વિક ફોરમમાં અંદાજે 66 દેશોના 2,000થી વધુ હિસ્સેદારો, વૈજ્ઞાનિકો, નિષ્ણાતો અને ઉદ્યોગસાહસિકો ભાગ લઈ રહ્યા છે.
ચાર દિવસ સુધી ચાલનારા આ ફોરમમાં સર્ક્યુલર ઇકોનોમી, વેસ્ટ મેનેજમેન્ટ, રિસાયક્લિંગ, સંસાધનોના કાર્યક્ષમ ઉપયોગ, ગ્રીન ઇનોવેશન, સર્ક્યુલર બિઝનેસ મોડલ અને ટકાઉ આર્થિક વિકાસ જેવા મુદ્દાઓ પર વૈશ્વિક સ્તરે વિચારમંથન થશે. ફોરમમાં 200થી વધુ આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો અને 55 આંતરરાષ્ટ્રીય વક્તાઓની ભાગીદારી પણ તેના વ્યાપને દર્શાવે છે.
-> 66 દેશોના પ્રતિનિધિઓ એક મંચ પર :- WCEF-2026નું આયોજન ભારત માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે, કારણ કે આ પ્રતિષ્ઠિત ફોરમની 10મી આવૃત્તિ પ્રથમ વખત ભારતમાં યોજાઈ રહી છે. વિશ્વના વિવિધ દેશોમાં સર્ક્યુલર ઇકોનોમીના ક્ષેત્રમાં થઈ રહેલા પ્રયાસો, ટેકનોલોજી અને નીતિઓને એક મંચ પર લાવીને પરસ્પર સહયોગ અને જ્ઞાનના આદાન-પ્રદાનને વેગ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ ફોરમનો મુખ્ય હેતુ કચરાને માત્ર નિકાલ કરવાની સમસ્યા તરીકે જોવાને બદલે સંસાધનોનો મહત્તમ ઉપયોગ કેવી રીતે કરી શકાય, ઉત્પાદન અને વપરાશની પદ્ધતિઓને વધુ ટકાઉ કેવી રીતે બનાવી શકાય અને આર્થિક વિકાસને પર્યાવરણ સાથે કેવી રીતે જોડવામાં આવે તે અંગે નવી દિશા શોધવાનો છે.
-> ‘સર્ક્યુલારિટી એક્સ્પો’માં 125થી વધુ સ્ટોલ :- ફોરમના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે 125થી વધુ સ્ટોલ ધરાવતા વિશેષ ‘સર્ક્યુલારિટી એક્સ્પો’નું પણ ઉદ્ઘાટન કરી નિરીક્ષણ કર્યું હતું. આ એક્સ્પોમાં ગ્રીન ઇનોવેશન, વેસ્ટ-ટુ-વેલ્થ મોડલ, રિસાયક્લિંગ ટેકનોલોજી અને સર્ક્યુલર ઇકોનોમી સાથે જોડાયેલા વિવિધ ઉકેલો રજૂ કરવામાં આવ્યા છે. આ પ્રદર્શન ઉદ્યોગો, સંશોધકો, સ્ટાર્ટઅપ્સ અને નીતિ નિર્માતાઓ માટે નવી ટેકનોલોજી અને વ્યવહારુ મોડલને સમજવા માટે મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બની શકે છે.
-> વિકાસ અને પર્યાવરણ વિરોધી નહીં : મુખ્યમંત્રી :- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ગુજરાતની ધરતી પરથી એવી વૈશ્વિક ચિંતનયાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે, જે માત્ર અર્થવ્યવસ્થાની દિશા નક્કી કરવાની નહીં, પરંતુ આવનારી પેઢીઓનું ભવિષ્ય નક્કી કરવાની યાત્રા છે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતે ઔદ્યોગિક વિકાસની સાથે પુનઃપ્રાપ્ય ઊર્જા, કચરા વ્યવસ્થાપન, જળ વ્યવસ્થાપન અને સંસાધન કાર્યક્ષમતા જેવા ક્ષેત્રોમાં વિવિધ પહેલો હાથ ધરી છે. Gandhinagar WCEF-2026 ગુજરાતને પોતાની શ્રેષ્ઠ પ્રથાઓ વિશ્વ સમક્ષ રજૂ કરવાની સાથે અન્ય દેશોની શ્રેષ્ઠ પદ્ધતિઓમાંથી શીખવાની તક પણ પૂરી પાડશે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે વિકાસ અને પર્યાવરણ એકબીજાના વિરોધી નથી. ગ્રોથ સાથે ગ્રીનરી અને ઇન્ડસ્ટ્રી સાથે ઇકોલોજી પણ જરૂરી છે. આર્થિક સમૃદ્ધિ સાથે પર્યાવરણની જાળવણી અને સંસાધનોનું સંરક્ષણ થાય તે આજના સમયની જરૂરિયાત છે.
-> સોમનાથ મંદિરને સર્ક્યુલર ઇકોનોમીનું ઉદાહરણ ગણાવ્યું :- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના પ્રસિદ્ધ સોમનાથ મંદિરની વ્યવસ્થાને સર્ક્યુલર ઇકોનોમીના ઉદાહરણ તરીકે રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે મંદિરમાં ભક્તો દ્વારા અર્પણ કરવામાં આવતા ફૂલ, બિલીપત્ર, દૂધ, જળ, પંચામૃત, કપડાં અને અન્ય સામગ્રીને માત્ર કચરો માનીને ફેંકી દેવામાં આવતી નથી.
અભિષેકમાંથી નીકળતા પવિત્ર પ્રવાહીને વૈજ્ઞાનિક પદ્ધતિથી શુદ્ધ કરીને ‘સોમ-ગંગા જળ’ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. ફૂલ, બિલીપત્ર અને ભોજનના જૈવિક કચરાને પ્રક્રિયા કરીને ખાતરમાં પરિવર્તિત કરવામાં આવે છે,Gandhinagar જ્યારે પ્લાસ્ટિક કચરામાંથી પેવર બ્લોક બનાવવામાં આવે છે. આ કામગીરીમાં સ્થાનિક સખી મંડળની મહિલાઓને તાલીમ આપીને જોડવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ ‘વેસ્ટ ટુ વેલ્થ’ના અભિગમને માત્ર કચરા વ્યવસ્થાપનનું મોડલ નહીં, પરંતુ ગ્રામીણ અર્થવ્યવસ્થાને નવી ગતિ આપવાનું સાધન ગણાવ્યું હતું.
-> સર્ક્યુલર ઇકોનોમી ભારતની પરંપરામાં પણ :- કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે સર્ક્યુલર ઇકોનોમીનો અર્થ માત્ર કચરાના નિકાલ કે રિસાયક્લિંગ પૂરતો મર્યાદિત નથી. Gandhinagar સંસાધનોના સમગ્ર જીવનચક્રને વધુ કાર્યક્ષમ અને ટકાઉ બનાવવાની આ વ્યાપક વિચારધારા છે. તેમણે કહ્યું કે પ્રોડક્ટની ડિઝાઇનથી લઈને ઉત્પાદન, વપરાશ, પુનઃઉપયોગ, સમારકામ અને પુનઃઉત્પાદન સુધી સમગ્ર પ્રક્રિયામાં સંસાધનોનો કાર્યક્ષમ ઉપયોગ જરૂરી છે.
ભારતીય સંસ્કૃતિમાં પણ આ વિચારધારા નવી નથી. વસ્તુને ઉપયોગ કર્યા બાદ તરત ફેંકી દેવાને બદલે તેને સમારકામ કરી ફરી ઉપયોગમાં લેવાની પરંપરા વર્ષોથી ભારતીય જીવનશૈલીનો હિસ્સો રહી છે. “વસ્તુ બદલતા પહેલાં સમારકામ અને કચરો બનતા પહેલાં પુનઃઉપયોગ” જેવી પરંપરાગત વિચારસરણીને આધુનિક ટેકનોલોજી અને નીતિઓ સાથે જોડવાની જરૂરિયાત તેમણે વ્યક્ત કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સર્ક્યુલર ઇકોનોમીની સફળતા માત્ર કેટલો કચરો રિસાયકલ થયો તેનાથી નક્કી થતી નથી. સાચી સફળતા એ છે કે આવનારી પેઢીઓ માટે કેટલા વધુ સંસાધનો બચાવી શકાય.
-> 2050 સુધી ભારતની સર્ક્યુલર ઇકોનોમી 2 ટ્રિલિયન ડોલરને પાર થવાની શક્યતા :- વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે ભારત સર્ક્યુલર ઇકોનોમી ક્ષેત્રે મોટી સંભાવના ધરાવતો દેશ બની રહ્યો છે. Gandhinagar તેમના જણાવ્યા અનુસાર વર્ષ 2050 સુધીમાં ભારતની સર્ક્યુલર ઇકોનોમીનું બજાર મૂલ્ય 2 ટ્રિલિયન ડોલરથી વધુ થઈ શકે છે અને આશરે 1 કરોડ રોજગારીની તકો ઊભી થવાની સંભાવના છે.
તેમણે જણાવ્યું હતું કે સર્ક્યુલર ઇકોનોમી હવે માત્ર પર્યાવરણ સંરક્ષણનો મુદ્દો નથી રહ્યો, પરંતુ આર્થિક વિકાસ અને રોજગારી સર્જનની મોટી તક પણ બની રહી છે. મંત્રીએ ગુજરાતની ક્ષમતાઓ અંગે જણાવ્યું હતું કે રાજ્યમાં સર્ક્યુલર ઇકોનોમીનું મજબૂત ઇકોસિસ્ટમ ઊભું થયું છે. રાજ્યમાં 1,242 રિસાયક્લિંગ સુવિધાઓ અને 19 કોર પ્રોસેસિંગ યુનિટ્સ હોવાનું તેમણે જણાવ્યું હતું. ગત વર્ષે ગુજરાતમાં આશરે 63 ટકા કચરાના રિસાયક્લિંગની કામગીરી થઈ હોવાનું પણ જણાવાયું હતું. Gandhinagar રાજ્યમાં 41 ઈ-વેસ્ટ રિસાયકલર્સ અને 12 રિફર્બિશર્સ કાર્યરત હોવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો.
-> વૈશ્વિક પડકારો વચ્ચે સર્ક્યુલર ઇકોનોમીની જરૂરિયાત :- નેધરલેન્ડ્સના પ્રતિનિધિ મરિકી સ્પાઈકરબોરે આબોહવા પરિવર્તન, હીટવેવ, ભૌગોલિક-રાજકીય તણાવ, વૈશ્વિક વેપાર અને સપ્લાય ચેઇન સામે ઊભા થતા પડકારો વચ્ચે સસ્ટેનેબિલિટીની નીતિઓને મહત્વપૂર્ણ ગણાવી હતી. વધતા ઉત્પાદન અને વપરાશને કારણે કચરો અને સંસાધનોની અછત જેવા પડકારો ઊભા થઈ રહ્યા છે ત્યારે અર્થવ્યવસ્થાને સર્ક્યુલર બનાવવી સમયની જરૂરિયાત હોવાનું તેમણે જણાવ્યું હતું. Gandhinagar ફિનલેન્ડના રાજદૂત મિકો કિવિકોસ્કીએ પણ ફોરમની મહત્વતા દર્શાવી હતી. તેમણે જણાવ્યું હતું કે સર્ક્યુલારિટીને માત્ર રિસાયક્લિંગ સુધી મર્યાદિત ન રાખીને ઉત્પાદનની ડિઝાઇન, સામગ્રીની પસંદગી અને શરૂઆતથી જ સંસાધનોના મૂલ્યને જાળવવા પર ધ્યાન આપવું જોઈએ.
-> ‘વિકસિત ભારત @2047’ માટે સર્ક્યુલર ઇકોનોમી મહત્વપૂર્ણ :- Gandhinagar કેન્દ્રીય વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રાલયના સચિવ તન્મય કુમારે જણાવ્યું હતું કે ભારત ‘વિકસિત ભારત @2047’ના વિકાસના નવા પરિમાણ તરીકે સર્ક્યુલર ઇકોનોમીને મહત્વ આપી રહ્યું છે. નીતિ, ટેકનોલોજી અને જનભાગીદારીના સંકલનથી પરંપરાગત લિનિયર મોડલમાંથી સર્ક્યુલર અર્થવ્યવસ્થા તરફ આગળ વધવાની જરૂરિયાત તેમણે વ્યક્ત કરી હતી. આ ફોરમમાં ભારતના ‘મિશન LiFE’ના વિઝન સાથે કુદરતી સંસાધનોનો વિવેકપૂર્ણ અને સંયમિત ઉપયોગ, ટકાઉ ઉત્પાદન અને જવાબદાર વપરાશ જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા થવાની છે.
આ સમગ્ર આયોજનમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર ઉપરાંત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, ફિનિશ ઇનોવેશન ફંડ ‘સિત્રા’ અને ફિનલેન્ડ સરકાર સહિતના ભાગીદારો જોડાયા છે. આ રીતે Gandhinagarમાં શરૂ થયેલો WCEF-2026 માત્ર એક આંતરરાષ્ટ્રીય પરિષદ નહીં, પરંતુ કચરામાંથી સંપત્તિ, સંસાધનોના પુનઃઉપયોગ અને પર્યાવરણમૈત્રી આર્થિક વિકાસ તરફ વિશ્વને નવી દિશા આપતું વિચારમંચ બની રહ્યો છે. ગુજરાત માટે પણ આ ફોરમ પોતાની સર્ક્યુલર ઇકોનોમીની પહેલોને વૈશ્વિક સ્તરે રજૂ કરવાની અને વિશ્વના શ્રેષ્ઠ મોડલ્સમાંથી શીખવાની મોટી તક બની શકે છે.
- us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAFollow GRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276






Comments are closed.