Gujarat સરકારે જાહેર કરી ‘ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ નીતિ-2026’
બાળકો વિરુદ્ધ હિંસા, શોષણ, દુર્વ્યવહાર અને ઉપેક્ષા સામે ઝીરો ટોલરન્સ; શાળા, હૉસ્પિટલથી લઈને ડિજિટલ દુનિયા સુધી બાળ સુરક્ષાનું કવચ
ગાંધીનગર, 15 સપ્ટેમ્બર : Gujaratના દરેક બાળકને સુરક્ષિત, ગૌરવપૂર્ણ અને અધિકારસભર બાળપણ મળે તે દિશામાં રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પહેલ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે ‘Gujarat રાજ્ય બાળ સંરક્ષણ નીતિ-2026’ જાહેર કરી છે. આ નીતિનો મુખ્ય ઉદ્દેશ બાળકોને હિંસા, શોષણ, દુર્વ્યવહાર, ઉપેક્ષા અને કોઈપણ પ્રકારના ભેદભાવથી સુરક્ષિત રાખી તેમના સર્વાંગી વિકાસ માટે સુરક્ષિત અને સમાનતાપૂર્ણ વાતાવરણ ઊભું કરવાનો છે.
સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા જાહેર કરાયેલી આ નીતિ રાજપત્રમાં પ્રકાશિત થયાની તારીખથી અમલમાં આવી છે. નીતિ તૈયાર કરતી વખતે વિવિધ કાયદા, માર્ગદર્શિકાઓ અને બાળ અધિકારો સાથે સંકળાયેલા નીતિગત માળખાઓનો અભ્યાસ કરવામાં આવ્યો છે. તેમાં POCSO નિયમો, જુવેનાઈલ જસ્ટિસ અધિનિયમ, બાળલગ્ન પ્રતિબંધ કાયદો, બાળમજૂરી સંબંધિત કાયદા, શાળા સલામતી માર્ગદર્શિકા અને રાષ્ટ્રીય બાળ નીતિ જેવા માળખાઓને ધ્યાનમાં લેવામાં આવ્યા છે.
-> બાળ સુરક્ષા માટે ‘ઝીરો ટોલરન્સ’નો અભિગમ :- Gujarat નવી નીતિનું સૌથી મહત્વપૂર્ણ પાસું બાળકો વિરુદ્ધ હિંસા અને શોષણ સામે **‘ઝીરો ટોલરન્સ’**નો અભિગમ છે. સરકારનો પ્રયાસ માત્ર કોઈ ઘટના બને ત્યારબાદ કાર્યવાહી કરવાનો નહીં, પરંતુ આવી ઘટનાઓને રોકવા માટે આગોતરી વ્યવસ્થા ઊભી કરવાનો છે. આ માટે જોખમની સમયસર ઓળખ, તાત્કાલિક પ્રતિભાવ, પરામર્શ, બાળકમૈત્રીપૂર્ણ ન્યાય, પુનઃપ્રાપ્તિ, પુનર્વસન અને પુનઃસમાવેશનને નીતિ સાથે જોડવામાં આવ્યા છે. મુશ્કેલીમાં મુકાયેલા બાળકને માત્ર તાત્કાલિક મદદ જ નહીં, પરંતુ તેને ફરીથી સુરક્ષિત અને સામાન્ય જીવન તરફ આગળ વધવા માટે જરૂરી માનસિક અને મનોસામાજિક સહાય મળે તે દિશામાં પણ ભાર મૂકવામાં આવ્યો છે.

-> દરેક બાળક માટે સમાન અધિકાર અને સુરક્ષા :- Gujarat રાજ્ય બાળ સંરક્ષણ નીતિમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કોઈપણ બાળક સાથે ધર્મ, જાતિ, લિંગ, સામાજિક-આર્થિક સ્થિતિ, રાજકીય કે સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ અથવા ભૌગોલિક વિસ્તારના આધારે ભેદભાવ ચલાવી લેવાશે નહીં.
બાળકો માટેની સેવાઓનો લાભ તમામ બાળકોને સમાન રીતે મળે તે સુનિશ્ચિત કરવાની દિશામાં નીતિ તૈયાર કરવામાં આવી છે. Gujarat ખાસ કરીને સંભાળ અને રક્ષણની જરૂરિયાત ધરાવતા બાળકો, કાયદા સાથે સંઘર્ષમાં આવેલા બાળકો, દિવ્યાંગ બાળકો, અનાથ બાળકો, સ્થળાંતરિત બાળકો, અનુસૂચિત જાતિ-જનજાતિના બાળકો, વંચિત સમુદાયોના બાળકો અને માનવ તસ્કરીથી અસરગ્રસ્ત બાળકોને વિશેષ સુરક્ષા આપવાનો અભિગમ અપનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત શેરીમાં રહેતા બાળકો, સંસ્થાકીય અથવા વૈકલ્પિક સંભાળમાં રહેતા બાળકો, ટ્રાન્સજેન્ડર અને આંતરલિંગી બાળકો, HIV/AIDS અથવા લાંબી બીમારીથી પ્રભાવિત બાળકો તેમજ કુદરતી આફત કે સંઘર્ષગ્રસ્ત પરિસ્થિતિથી અસરગ્રસ્ત બાળકોને પણ નીતિના દાયરામાં આવરી લેવામાં આવ્યા છે.
-> ‘બાળકનું શ્રેષ્ઠ હિત’ રહેશે કેન્દ્રમાં :- નવી નીતિમાં બાળ સંરક્ષણ માટે કેટલાક મૂળભૂત સિદ્ધાંતો નક્કી કરવામાં આવ્યા છે. તેમાં બાળકનું શ્રેષ્ઠ હિત, સમાનતા અને સમભાવ, જીવન અને વિકાસનો અધિકાર, બાળકના મતનો આદર, ગૌરવ અને સન્માન, પરિવારનું સશક્તિકરણ, હિંસાથી સુરક્ષા, ગુપ્તતા, જવાબદારી, ભાગીદારી અને સંકલન જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. આનો અર્થ એ છે કે બાળકને લગતા કોઈપણ નિર્ણયમાં સૌથી પહેલાં તેના હિત, સુરક્ષા અને ભવિષ્યને ધ્યાનમાં લેવામાં આવશે.
-> શાળા અને હૉસ્પિટલથી લઈને જાહેર સ્થળો સુધી સુરક્ષા :- બાળકોનું જીવન માત્ર ઘર અને શાળા પૂરતું મર્યાદિત નથી. તેઓ હૉસ્પિટલ, બાળ સંભાળ સંસ્થા, રમતગમતના સ્થળો, જાહેર સ્થળો અને હવે ડિજિટલ પ્લેટફોર્મનો પણ ઉપયોગ કરે છે. Gujarat તેથી નીતિ હેઠળ બાળ-સુરક્ષિત શાળા, બાળ-સુરક્ષિત આરોગ્યસંભાળ સુવિધા, બાળ-સુરક્ષિત બાળ સંભાળ સંસ્થા, બાળ-સુરક્ષિત કાર્યસ્થળ, બાળ-સુરક્ષિત જાહેર સ્થળ અને બાળ-સુરક્ષિત ડિજિટલ વાતાવરણ વિકસાવવાનો અભિગમ અપનાવવામાં આવ્યો છે. સરકારનો પ્રયાસ એ છે કે બાળક જ્યાં પણ જાય ત્યાં તેને સુરક્ષિત વાતાવરણ મળે અને તેની સાથે કોઈપણ પ્રકારના દુર્વ્યવહાર કે શોષણનું જોખમ ઓછું થાય.
-> ડિજિટલ દુનિયામાં પણ બાળ સુરક્ષાનું કવચ :- આજના સમયમાં બાળકો માટે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા શિક્ષણ તથા મનોરંજનનું મહત્વનું માધ્યમ બન્યા છે. જોકે તેની સાથે સાયબર જોખમો પણ વધ્યા છે. આ બાબતને ધ્યાનમાં રાખીને નીતિમાં ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ડિજિટલ ટેક્નોલોજી સાથે જોડાયેલા જોખમો સામે નિવારણ અને પ્રતિભાવ વ્યવસ્થાને મજબૂત કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આથી બાળ સુરક્ષાનો વ્યાપ હવે માત્ર ભૌતિક સ્થળો સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ બાળકની ઑનલાઇન દુનિયા સુધી પણ વિસ્તરશે.
-> બાળકો સાથે કામ કરતા કર્મચારીઓ માટે આચારસંહિતા :- બાળકો સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલી સંસ્થાઓ અને કર્મચારીઓ માટે આચારસંહિતા નક્કી કરવામાં આવશે. શિક્ષકો, તબીબો, આરોગ્ય કર્મચારીઓ, સલાહકારો તથા અન્ય સંબંધિત વ્યાવસાયિકોને બાળકની સુરક્ષા અંગે કોઈ ચિંતા જણાય તો યોગ્ય સત્તાધિકારીને જાણ કરી જરૂરી કાર્યવાહી કરવી પડશે. Gujarat બાળ દુર્વ્યવહાર, જાતીય શોષણ, બાળલગ્ન, બાળમજૂરી, માનવ તસ્કરી, ઑનલાઇન દુર્વ્યવહાર, ભેદભાવ, ત્યાગ અથવા ઉપેક્ષાની શંકા હોય તો CHILD HELPLINE 1098/112, પોલીસ અથવા બાળ કલ્યાણ સમિતિને જાણ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આવી માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવાનો પણ અભિગમ નીતિમાં સામેલ છે.
-> કર્મચારીઓનું પોલીસ વેરિફિકેશન અને તાલીમ :- બાળકો સાથે સીધો સંપર્ક ધરાવતી સંસ્થાઓએ પોતાના કર્મચારીઓને બાળ અધિકારો, POCSO કાયદો, જુવેનાઈલ જસ્ટિસ કાયદો તથા અન્ય સંબંધિત કાયદાઓ અંગે તાલીમ આપવાની રહેશે. નિયમિત કર્મચારીઓ ઉપરાંત કરાર આધારિત કર્મચારીઓ, સ્વયંસેવકો અને બાળકોના સંપર્કમાં આવતી અન્ય વ્યક્તિઓની પૃષ્ઠભૂમિની તપાસ, જેમાં પોલીસ વેરિફિકેશનનો પણ સમાવેશ થાય છે, સુનિશ્ચિત કરવાની જોગવાઈ કરવામાં આવી છે. જો કોઈ વ્યક્તિને બાળકના દુર્વ્યવહાર અથવા શોષણની જાણ હોવા છતાં તે અંગે યોગ્ય કાર્યવાહી ન કરે તો તેને પણ ગંભીર બાબત તરીકે જોવામાં આવશે. નીતિનું પાલન ન કરનાર સંસ્થા કે વ્યક્તિ સામે લાગુ કાયદા, સેવા નિયમો, વિભાગીય નિયમો અથવા કરારની શરતો મુજબ કાર્યવાહી થઈ શકે છે.

-> 50થી વધુ કર્મચારીઓ ધરાવતી સંસ્થાઓમાં ક્રેચની સુવિધા :- બાળ સુરક્ષાની સાથે પરિવારમૈત્રીપૂર્ણ વાતાવરણને પણ નીતિમાં મહત્વ આપવામાં આવ્યું છે. 50 કે તેથી વધુ કર્મચારીઓ ધરાવતી સંસ્થાઓએ કર્મચારીઓના બાળકો માટે ક્રેચ અથવા મોબાઇલ ક્રેચની સુવિધા પૂરી પાડવાની રહેશે. શિશુ ધરાવતી માતાઓ માટે યોગ્ય બાળ સંભાળની જગ્યા અને સુવિધા ઉપલબ્ધ કરાવવાની પણ જોગવાઈ છે. જાહેર સ્થળોએ પણ બાળકો માટે અનુકૂળ ઝોન અને માતાઓ માટે શિશુ સંભાળની સુરક્ષિત જગ્યાઓ વિકસાવવાની દિશામાં નીતિમાં જોગવાઈ કરવામાં આવી છે.
-> હૉસ્પિટલમાં પણ ભેદભાવ નહીં :- બાળકોના આરોગ્ય અધિકારને પણ નીતિમાં મહત્વ આપવામાં આવ્યું છે. હૉસ્પિટલ, ક્લિનિક, તબીબો અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા બાળકને લિંગ, જાતિ, દિવ્યાંગતા, ધર્મ, ભાષા, આદિજાતિ અથવા અન્ય કોઈ સ્થિતિના આધારે સારવારનો ઇનકાર કે ભેદભાવ ન થાય તે સુનિશ્ચિત કરવાનો અભિગમ અપનાવવામાં આવ્યો છે.
-> દરેક વિભાગે બનાવવી પડશે વાર્ષિક યોજના :- આ નીતિનો અસરકારક અમલ થાય તે માટે સંસ્થાકીય જવાબદારી પણ નક્કી કરવામાં આવી છે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ નોડલ વિભાગ તરીકે અમલીકરણનું સંકલન, માર્ગદર્શિકા અને દેખરેખ કરશે. દરેક સરકારી વિભાગે નીતિને અનુરૂપ પોતાની વાર્ષિક અમલીકરણ યોજના તૈયાર કરવાની રહેશે. જાહેરનામું પ્રસિદ્ધ થયાના એક વર્ષની અંદર સંબંધિત વિભાગોએ કાર્યકારી માર્ગદર્શિકા અને પ્રોટોકોલ તૈયાર કરવાના રહેશે. નીતિના અમલીકરણ માટે ટૂંક સમયમાં વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે.
-> મુખ્ય સચિવ કરશે વાર્ષિક સમીક્ષા :- ‘Gujarat રાજ્ય બાળ સંરક્ષણ નીતિ-2026’ના અમલીકરણની વાર્ષિક સમીક્ષા રાજ્યના મુખ્ય સચિવ દ્વારા કરવામાં આવશે. જ્યારે Gujarat રાજ્ય બાળ સંરક્ષણ સોસાયટી નીતિના અમલીકરણ પર દેખરેખ રાખશે. નીતિની પ્રગતિ અને તેના પરિણામોનું મૂલ્યાંકન દર ત્રણ વર્ષે અથવા જરૂર જણાય તો તે પહેલાં પણ કરવામાં આવી શકે છે. આ સમગ્ર માળખું દર્શાવે છે કે બાળ સુરક્ષાને માત્ર એક સરકારી વિભાગની જવાબદારી ન ગણાવી તેને સમગ્ર સમાજની સામૂહિક જવાબદારી બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સરકારી વિભાગો ઉપરાંત સ્થાનિક સંસ્થાઓ, NGO, નાગરિક સમાજ, ઉદ્યોગો, કોર્પોરેટ ક્ષેત્ર, મીડિયા, ધાર્મિક સંસ્થાઓ, બાળ સંભાળ સંસ્થાઓ અને બાળકોના સંપર્કમાં આવતી તમામ વ્યક્તિઓની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે.
-> બાળ સુરક્ષિત Gujarat તરફ મહત્વપૂર્ણ પગલું :- ‘Gujarat રાજ્ય બાળ સંરક્ષણ નીતિ-2026’નો વ્યાપ ઘરથી લઈને શાળા, હૉસ્પિટલ, બાળ સંભાળ સંસ્થા, કાર્યસ્થળ, જાહેર સ્થળો અને ડિજિટલ પ્લેટફોર્મ સુધી વિસ્તરેલો છે. બાળકનું શ્રેષ્ઠ હિત, ગૌરવ, સમાનતા, સુરક્ષા અને સર્વાંગી વિકાસ નીતિના કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે.
બાળકો સામે હિંસા, શોષણ, દુર્વ્યવહાર અને ઉપેક્ષા સામે ઝીરો ટોલરન્સનો અભિગમ, સમયસર ઓળખ અને મદદ, કર્મચારીઓની તાલીમ તથા વેરિફિકેશન, ડિજિટલ સુરક્ષા અને વિવિધ વિભાગો વચ્ચે સંકલન જેવી જોગવાઈઓને કારણે રાજ્યમાં બાળ સંરક્ષણ માટે વધુ સુવ્યવસ્થિત માળખું ઊભું કરવાની દિશામાં આ નીતિ મહત્વપૂર્ણ બની શકે છે. સુરક્ષિત બાળપણ જ સુરક્ષિત અને સશક્ત સમાજનો પાયો છે. આ દૃષ્ટિએ Gujarat સરકારની નવી બાળ સંરક્ષણ નીતિ રાજ્યના બાળકોને વધુ સુરક્ષિત, ગૌરવપૂર્ણ અને અધિકારસભર વાતાવરણ આપવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે.
- us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAFollow GRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276





