NEP 2020 અંતર્ગત Gujaratની શાળાઓમાં ગુણવત્તા ચકાસણીનો નવો અધ્યાય
SQAAF ગુણાંકન-2026ને શાળાઓનો અભૂતપૂર્વ પ્રતિસાદ, 50 હજારથી વધુ શાળાઓએ સમયમર્યાદામાં સ્વ-મૂલ્યાંકન પૂર્ણ કર્યું
ગાંધીનગર: રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020ની ભલામણોને રાજ્યમાં વધુ અસરકારક રીતે અમલમાં મૂકવાની દિશામાં Gujarat સરકારે શાળા શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે મહત્વપૂર્ણ પહેલ હાથ ધરી છે. શૈક્ષણિક વર્ષ 2026-27થી Gujaratમાં ‘Gujarat સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન ફ્રેમવર્ક’ (G-SQAAF) સત્તાવાર રીતે અપનાવવામાં આવ્યું છે. આ અંતર્ગત રાજ્યની તમામ પ્રકારની શાળાઓમાં SQAAF ગુણાંકન-2026 દ્વારા ગુણવત્તાલક્ષી મૂલ્યાંકન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ સમગ્ર પ્રક્રિયાને રાજ્યની શાળાઓ તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે અને અત્યાર સુધીમાં 50 હજારથી વધુ શાળાઓએ સ્વ-મૂલ્યાંકનની કામગીરી નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરી છે.
શિક્ષણ વિભાગ દ્વારા SQAAF ગુણાંકન-2026 માટે ગુણવત્તા ચકાસણીની સમગ્ર પ્રક્રિયાને ત્રણ મુખ્ય તબક્કામાં વહેંચવામાં આવી છે. તેમાં પ્રથમ તબક્કામાં શાળાઓ દ્વારા સ્વ-મૂલ્યાંકન, Gujarat બીજા તબક્કામાં નિષ્ણાત વેરિફાયર્સ દ્વારા બાહ્ય મૂલ્યાંકન અને ત્રીજા તબક્કામાં ગુણાંકનના અંતિમ પરિણામોનું જાહેર પ્રદર્શન કરવાનો સમાવેશ થાય છે. આ ત્રણેય તબક્કા દ્વારા શાળાઓની કામગીરીમાં ગુણવત્તા, પારદર્શિતા અને જવાબદારી વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

-> 50 હજારથી વધુ શાળાઓએ પૂર્ણ કર્યું સ્વ-મૂલ્યાંકન :- SQAAF ગુણાંકન-2026ના પ્રથમ તબક્કા એટલે કે સ્વ-મૂલ્યાંકન માટે શિક્ષણ વિભાગ દ્વારા 17 ઓગસ્ટ 2026થી 8 સપ્ટેમ્બર 2026 સુધીનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન રાજ્યની શાળાઓ, શિક્ષક સંઘો અને સંચાલક મંડળો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે.
હાલની સ્થિતિ પ્રમાણે રાજ્યની 50,000 કરતાં વધુ શાળાઓએ સ્વ-મૂલ્યાંકનની પ્રક્રિયા સમયમર્યાદામાં પૂર્ણ કરી છે. આમાં માત્ર સરકારી શાળાઓ જ નહીં, પરંતુ અનુદાનિત અને ખાનગી શાળાઓનો પણ સમાવેશ થાય છે. Gujarat બોર્ડ ઉપરાંત CBSE અને અન્ય બોર્ડ સાથે સંલગ્ન શાળાઓ પણ આ પ્રક્રિયામાં જોડાઈ છે. આ વ્યાપક ભાગીદારીને રાજ્યમાં શાળા ગુણવત્તા અંગે વધતી જતી જાગૃતિના સંકેત તરીકે જોવામાં આવી રહી છે. સ્ટેટ સ્કૂલ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી (SSSA) દ્વારા સ્વ-મૂલ્યાંકનમાં ભાગ લેનારી તમામ શાળાઓને ગુણવત્તા અને પારદર્શિતાના સંદર્ભમાં તેમના હકારાત્મક અભિગમ બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
શાળાઓની 360-ડિગ્રી ગુણવત્તા ચકાસાશે :- SQAAF ગુણાંકન-2026ની ખાસિયત એ છે કે તેમાં માત્ર વિદ્યાર્થીઓના શૈક્ષણિક પરિણામો કે પરીક્ષાના ગુણને જ આધાર બનાવવામાં આવતા નથી. શાળાની સમગ્ર કામગીરીને અનેક અલગ-અલગ માપદંડોના આધારે ચકાસવામાં આવશે. આ મૂલ્યાંકનમાં વહીવટ, અભ્યાસક્રમ, સર્વગ્રાહી મૂલ્યાંકન, શાળાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સર્વસમાવેશક શિક્ષણ પદ્ધતિઓ અને શાળાનું નેતૃત્વ જેવા વિવિધ ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે. એટલે કે શાળાની ગુણવત્તાનું મૂલ્યાંકન માત્ર વર્ગખંડ સુધી સીમિત નહીં રહે, પરંતુ શાળાની સમગ્ર વ્યવસ્થાનો અભ્યાસ કરવામાં આવશે. આ પ્રકારની 360-ડિગ્રી ગુણવત્તા ચકાસણીનો મુખ્ય હેતુ શાળાઓમાં રહેલી સારી બાબતોને ઓળખવા સાથે જ્યાં સુધારાની જરૂરિયાત હોય તે ક્ષેત્રોને પણ સ્પષ્ટ રીતે સામે લાવવાનો છે. આથી શાળાઓને પોતાની કામગીરીનું આંતરિક મૂલ્યાંકન કરવાની અને જરૂરી સુધારા કરવાની તક મળશે.
-> આગામી તબક્કામાં બાહ્ય મૂલ્યાંકન :- સ્વ-મૂલ્યાંકન બાદ હવે આગામી તબક્કામાં નિષ્ણાત વેરિફાયર્સ દ્વારા શાળાઓનું બાહ્ય મૂલ્યાંકન કરવામાં આવશે. સ્વ-મૂલ્યાંકન પૂર્ણ કરનાર શાળાઓમાંથી મહત્તમ 33 ટકા જેટલી શાળાઓમાં બાહ્ય મૂલ્યાંકન હાથ ધરવામાં આવશે. આ પ્રક્રિયા દ્વારા શાળાઓએ સ્વ-મૂલ્યાંકનમાં રજૂ કરેલી માહિતી અને વાસ્તવિક સ્થિતિ વચ્ચે સુસંગતતા ચકાસવાનો પ્રયાસ થશે. બીજી તરફ, જે શાળાઓએ સ્વ-મૂલ્યાંકનના તબક્કામાં ભાગ લીધો નથી, એવી શાળાઓમાં નિષ્ણાત વેરિફાયર્સ દ્વારા સીધું જ બાહ્ય મૂલ્યાંકન કરાવવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયાથી શાળાઓની ગુણવત્તા અંગે વધુ વિશ્વસનીય અને વાસ્તવિક ચિત્ર તૈયાર કરવામાં મદદ મળશે.

-> પરિણામો જાહેર થશે, વાલીઓ અને સમાજને મળશે માહિતી :- SQAAF ગુણાંકન-2026ની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અંતિમ પરિણામો જાહેર જનતા માટે SQAAF પોર્ટલ પર પ્રસિદ્ધ કરવામાં આવશે. NEP 2020ની ભલામણને અનુરૂપ ટેક્નોલોજીના માધ્યમથી રાજ્યની કોઈપણ શાળાની ગુણવત્તા અંગેનો રિપોર્ટ સામાન્ય નાગરિકો માટે સરળતાથી ઉપલબ્ધ બને તે દિશામાં આ મહત્વપૂર્ણ પગલું છે. Gujarat આ વ્યવસ્થાથી વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ સમાજના અન્ય લોકો શાળાની ગુણવત્તા અંગે વધુ પારદર્શક માહિતી મેળવી શકશે. શાળાઓ માટે પણ પોતાની કામગીરી અંગે જાહેર જવાબદારી વધશે અને ગુણવત્તામાં સતત સુધારો કરવાની પ્રેરણા મળશે.
-> જવાબદારી, પારદર્શિતા સાથે શાળાઓને સ્વાયતતા :- સ્ટેટ સ્કૂલ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી (SSSA), ગાંધીનગર દ્વારા જણાવ્યા મુજબ, SQAAF ગુણાંકન-2026 માત્ર મૂલ્યાંકનની પ્રક્રિયા નથી, પરંતુ રાજ્યની શાળા શિક્ષણ વ્યવસ્થામાં ગુણવત્તા સુધારવાની એક મહત્વપૂર્ણ પહેલ છે.
NEP 2020ના વ્યાપક દૃષ્ટિકોણને અનુરૂપ આ માળખું શાળાઓમાં જવાબદેહિતા (Accountability), પારદર્શિતા (Transparency) અને સ્વાયતતા (Autonomy) વચ્ચે સંતુલન સ્થાપિત કરવાનો પ્રયાસ કરે છે. શાળાઓને પોતાની કામગીરીનું સ્વ-મૂલ્યાંકન કરવાની તક આપીને તેમને પોતાની શક્તિઓ અને સુધારાની જરૂરિયાત ધરાવતા ક્ષેત્રો ઓળખવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. આ રીતે જોતા, Gujaratમાં SQAAF ગુણાંકન-2026નો અમલ શાળા શિક્ષણની ગુણવત્તા અંગે એક નવી વ્યવસ્થાની શરૂઆત તરીકે મહત્વપૂર્ણ બની રહ્યો છે. 50 હજારથી વધુ શાળાઓની સ્વ-મૂલ્યાંકન પ્રક્રિયામાં ભાગીદારી બાદ હવે બાહ્ય મૂલ્યાંકન અને અંતિમ પરિણામોના જાહેર પ્રદર્શન તરફ રાજ્ય આગળ વધી રહ્યું છે. આગામી તબક્કાઓ પૂર્ણ થયા બાદ રાજ્યની શાળાઓની ગુણવત્તા અંગે વધુ સ્પષ્ટ, પારદર્શક અને ટેક્નોલોજી આધારિત ચિત્ર સામે આવશે.
- us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAFollow GRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276






Comments are closed.