હાથશાળ-હસ્તકલા પુરસ્કાર 2025ની જાહેરાત:Gujaratના 15 ઉત્કૃષ્ટ કારીગરોને મળશે રાજ્ય અને ઝોન કક્ષાનું સન્માન
Gujaratની સમૃદ્ધ કલા, સંસ્કૃતિ અને પરંપરાગત હસ્તકલાને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે હાથશાળ-હસ્તકલા પુરસ્કાર વર્ષ 2025ની જાહેરાત કરી છે. ગુજરાત સરકારની કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-2016 હેઠળ રાજ્યના હાથશાળ અને હસ્તકલા ક્ષેત્ર સાથે સંકળાયેલા પ્રતિભાશાળી કારીગરોને પ્રોત્સાહિત કરવાના હેતુથી આ પુરસ્કારો એનાયત કરવામાં આવે છે. વર્ષ 2025 માટે કુલ 15 કારીગરોની પસંદગી કરવામાં આવી છે, જેમાં 11 કારીગરોને રાજ્ય કક્ષાના અને 4 કારીગરોને ઝોનવાઇઝ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.
ઉદ્યોગ અને ખાણ વિભાગ, ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી અનુસાર વિવિધ પ્રકારની પરંપરાગત અને આધુનિક હસ્તકલામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા કારીગરોને આ સન્માન માટે પસંદ કરવામાં આવ્યા છે. આ પુરસ્કારોમાં ટેક્સ્ટાઇલ, ભરતકામ, મોતીકામ, ચર્મકામ, લાકડું અને વાંસકામ, મેટલ ક્રાફ્ટ સહિત અનેક કલાત્મક ક્ષેત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

-> કારીગરોની પ્રતિભાને મળશે રાજ્ય સ્તરે ઓળખ : હાથશાળ અને હસ્તકલા ક્ષેત્ર Gujaratની સાંસ્કૃતિક ઓળખનો મહત્વપૂર્ણ હિસ્સો છે. રાજ્યના કચ્છ, પાટણ, બનાસકાંઠા, અમદાવાદ, ભાવનગર અને સુરત સહિતના વિવિધ જિલ્લાઓમાં અનેક પેઢીઓથી કારીગરો પરંપરાગત કલાને જીવંત રાખી રહ્યા છે. સરકાર દ્વારા આપવામાં આવતા આવા પુરસ્કારો માત્ર કલાકારોનું સન્માન જ નથી, પરંતુ આગામી પેઢીને પણ પરંપરાગત હસ્તકલા સાથે જોડાવા માટે પ્રેરણા આપે છે.
રાજ્ય કક્ષાની પસંદગી સમિતિ દ્વારા વર્ષ 2025 દરમિયાન વિવિધ કેટેગરીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા મહિલા, યુવા અને અનુભવી કારીગરોની પસંદગી કરવામાં આવી છે. ઉપરાંત વિવિધ ઔદ્યોગિક સહકારી મંડળીઓ, એનજીઓ અને સંસ્થાઓ સાથે જોડાયેલા વ્યક્તિગત કારીગરોને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
-> ટેક્સ્ટાઇલ ક્ષેત્રમાં કચ્છ અને પાટણના કારીગરોનું સન્માન : ટેક્સ્ટાઇલ ક્ષેત્રમાં હાથવણાટ અને પરંપરાગત વણાટની કળા માટે બે કારીગરોની પસંદગી કરવામાં આવી છે. હાથવણાટ ક્રાફ્ટના સ્ટોલ નમૂના માટે કચ્છના શ્રી સુનીલ દિનેશ મંગરિયાને પ્રથમ પારિતોષિક આપવામાં આવશે.જ્યારેGujaratની વિશ્વવિખ્યાત પટોળા કળાને આગળ ધપાવનાર પાટણના શ્રી સુનીલકુમાર વીરૂપ્રસાદ સોનીને ડબલ ઇક્કત પટોળા ક્રાફ્ટના દુપટ્ટા માટે દ્વિતીય પારિતોષિકથી સન્માનિત કરવામાં આવશે. પટોળા વણાટની જટિલ અને મહેનતભરી પ્રક્રિયા વિશ્વભરમાં ગુજરાતની ઓળખ બની છે.
Gujaratના વિવિધ વિસ્તારો ભરતકામની અનોખી પરંપરા માટે જાણીતા છે. વર્ષ 2025ના પુરસ્કારમાં ભરતકામ સેક્ટરમાં પણ બે કારીગરોની પસંદગી કરવામાં આવી છે.એપ્લીકવર્ક ક્રાફ્ટના વોલપીસ માટે બનાસકાંઠાના શ્રી આનંદબા જેસુભા ચૌહાણને પ્રથમ પારિતોષિક મળશે. જ્યારે કચ્છી એમ્બ્રોઇડરી ક્રાફ્ટના વોલપીસ માટે કચ્છના શ્રી પ્રિયા મંગલ સંજોટને દ્વિતીય પારિતોષિક આપવામાં આવશે.કચ્છી ભરતકામ તેની રંગબેરંગી ડિઝાઇન, બારીક કારીગરી અને પરંપરાગત આકૃતિઓ માટે જાણીતું છે. આવા પુરસ્કારો કારીગરોની વર્ષોની મહેનતને રાજ્ય સ્તરે માન્યતા આપે છે.
-> મિરર વર્ક અને બીડવર્કને પણ રાજ્ય કક્ષાનું સન્માન : મોતીકામ, ચર્મકામ, અર્થન, લાકડું, વાંસકામ અને મેટલ ક્રાફ્ટ જેવી વિવિધ શ્રેણીઓમાં પણ ઉત્તમ કારીગરીને સ્થાન આપવામાં આવ્યું છે. મડ મિરર વર્ક ક્રાફ્ટના ‘સર્જન ધ ક્રીએશન’ નમૂના માટે કચ્છના શ્રી પુજા નવીનભાઈ ચૌહાણને પ્રથમ પારિતોષિક આપવામાં આવશે.જ્યારે બીડવર્ક ક્રાફ્ટના ‘મારૂ ગામ’ નમૂના માટે ભાવનગરના શ્રી કોમલબેન મનીષભાઈ દીયોરાને દ્વિતીય પારિતોષિક મળશે. આ બંને કૃતિઓમાં પરંપરાગત કળા અને સર્જનાત્મકતાનું અનોખું સંયોજન જોવા મળે છે.
અન્ય ક્રાફ્ટ સેક્ટરમાં અમદાવાદના બે કારીગરોએ સ્થાન મેળવ્યું છે. કલમકારી ક્રાફ્ટના ‘માતાની પછેડી પાવાની દેવી’ નમૂના માટે અમદાવાદના શ્રી અશોકભાઇ કંચનભાઈ ચિતારાને પ્રથમ પારિતોષિક આપવામાં આવશે.તેવી જ રીતે પેપરમશી ક્રાફ્ટમાં અમદાવાદની ઐતિહાસિક ઓળખ સાથે જોડાયેલી ‘સીદી સૈયદની જાળી’ કૃતિ માટે શ્રી મુકેશભાઇ શંકરભાઇ પંડયાને દ્વિતીય પારિતોષિક આપવામાં આવશે.આ બંને કૃતિઓGujaratની ઐતિહાસિક અને ધાર્મિક કલાત્મક પરંપરાને આધુનિક સ્વરૂપમાં રજૂ કરે છે.
-> મહિલા, યુવા અને લુપ્ત થતી કલાને ખાસ પ્રોત્સાહન : રાજ્ય સરકારે માત્ર પરંપરાગત કારીગરો જ નહીં પરંતુ મહિલા અને યુવા પ્રતિભાઓને પણ વિશેષ સ્થાન આપ્યું છે. મહિલા કેટેગરીમાં મશરૂ વણાટ ક્રાફ્ટના સ્ટોલ માટે કચ્છના શ્રી પુજા શંકર ધોરીયાની પસંદગી કરવામાં આવી છે.યુવા કારીગર કેટેગરીમાં લુડીયા વુડ કાર્વિંગ ક્રાફ્ટના ‘હાથકોતરણી ઝરૂખો’ નમૂના માટે કચ્છના શ્રી વિજય જેમલ મારવાડાની પસંદગી કરવામાં આવી છે.જ્યારે લુપ્ત થતી કલા કેટેગરીમાં કચ્છની પરંપરાગત ટાંગલીયા કળાને જીવંત રાખવા માટે ‘કચ્છી ટાંગલીયા શાલ’ કૃતિ બદલ શ્રી જીતેન્દ્ર મગનભાઇ ધૈયડાની એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે.આ કેટેગરીઓ દ્વારા સરકારનો પ્રયાસ માત્ર વર્તમાન કારીગરોને સન્માનિત કરવાનો નથી, પરંતુ ધીમે ધીમે લુપ્ત થઈ રહેલી પરંપરાગત કલાઓને નવી પેઢી સુધી પહોંચાડવાનો પણ છે.
વર્ષ 2025 માટે હાથશાળ-હસ્તકલા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજ્ય કક્ષાની પસંદગી સમિતિએ ચાર અલગ-અલગ ઝોનવાઇઝ કેટેગરીમાં પણ પ્રથમ પારિતોષિક માટે કારીગરોની પસંદગી કરી છે.ઉત્તર ઝોનમાં સુફ ભરત ક્રાફ્ટના ‘સુફ ભરત શર્ટ’ નમૂના માટે બનાસકાંઠાના શ્રી ચંદ્રાબેન સગાળાભાઈ ડોહટની પસંદગી કરવામાં આવી છે.મધ્ય ઝોનમાં કલમકારી ક્રાફ્ટના ‘માતાની પછેડી દેવીના અવતાર’ નમૂના માટે અમદાવાદના શ્રી રોહન જયંતીભાઇ ચિતારાને પ્રથમ પારિતોષિક મળશે.કચ્છ અને સૌરાષ્ટ્ર ઝોનમાં વિશ્વપ્રસિદ્ધ રોગાન આર્ટ ક્રાફ્ટના ‘ટ્રી ઓફ લાઇફ’ નમૂના માટે કચ્છના શ્રી અબ્દુલહમીદ આરબ ખત્રીની પસંદગી કરવામાં આવી છે.જ્યારે દક્ષિણ ઝોનમાં એમ્બ્રોઇડરી-જરી જરદોશી ક્રાફ્ટના ‘આરીભરત વોલપીસ’ નમૂના માટે સુરતના શ્રી અલકાબેન ચીનુભાઇ પરમારને પ્રથમ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવશે.
-> Gujaratની હસ્તકલાને મળશે નવી ઓળખ : હાથશાળ-હસ્તકલા પુરસ્કાર માત્ર વ્યક્તિગત કારીગરો માટે સન્માન નથી, પરંતુ Gujaratની સદીઓ જૂની કલા અને સાંસ્કૃતિક વારસાને બચાવવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ છે. આજે આધુનિક ટેક્નોલોજી અને મશીનરીના યુગમાં હાથથી બનતી કલાત્મક વસ્તુઓનું મહત્વ સતત વધી રહ્યું છે.કચ્છનું રોગાન આર્ટ હોય, પાટણનું પટોળા હોય, અમદાવાદની માતાની પછેડી હોય કે બનાસકાંઠાનું સુફ ભરત—Gujaratની દરેક હસ્તકલા પાછળ એક અનોખી વાર્તા અને પેઢીઓની મહેનત જોડાયેલી છે.
વર્ષ 2025ના આ 15 પુરસ્કારો દ્વારા રાજ્ય સરકારે વિવિધ જિલ્લાઓના પ્રતિભાશાળી કારીગરોને એક મહત્વપૂર્ણ મંચ આપ્યો છે. મહિલા અને યુવા કારીગરોને મળતું પ્રોત્સાહન આગામી સમયમાં હસ્તકલા ક્ષેત્રને નવી ઊંચાઈઓ સુધી લઈ જશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છેGujaratસરકારનો આ પ્રયાસ પરંપરાગત કલાને સાચવવાની સાથે કારીગરોને આર્થિક અને સામાજિક રીતે વધુ મજબૂત બનાવવામાં પણ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. રાજ્યની સમૃદ્ધ હસ્તકલા પરંપરાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ અપાવવામાં આવા પુરસ્કારો મહત્વની ભૂમિકા ભજવશે.
- us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAFollow GRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276






