108 ઈમરજન્સી સેવા: ૧૯ વર્ષથી Gujaratની ‘જીવાદોરી’, ૧.૯૯ કરોડથી વધુ ઇમરજન્સી કેસમાં પહોંચી તાત્કાલિક મદદ
Gujaratમાં કોઈપણ પ્રકારની કટોકટીની સ્થિતિ સર્જાય ત્યારે સૌથી પહેલાં યાદ આવતું નામ એટલે 108 ઈમરજન્સી સેવા. છેલ્લા ૧૯ વર્ષથી આ સેવા રાજ્યના લાખો નાગરિકો માટે સાચા અર્થમાં ‘જીવાદોરી’ બનીને કાર્ય કરી રહી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દુરંદેશી વિઝનથી શરૂ કરવામાં આવેલી ૧૦૮ ઈમરજન્સી મેડિકલ સેવા આજે સફળતાપૂર્વક ૧૯ વર્ષ પૂર્ણ કરીને ૨૦મા વર્ષમાં પ્રવેશી છે.
૨૯ ઓગસ્ટ, ૨૦૦૭ના રોજ Gujaratમાં શરૂ થયેલી આ સેવા શરૂઆતમાં એક નાનકડા પ્રયાસ તરીકે શરૂ થઈ હતી, પરંતુ સમયની સાથે ટેક્નોલોજી, તાલીમબદ્ધ સ્ટાફ અને ઝડપી પ્રતિસાદના કારણે આજે તેનું વિશાળ નેટવર્ક ઊભું થયું છે. રાજ્યના શહેરોથી લઈને છેવાડાના ગામડાઓ સુધી કોઈ નાગરિક ગંભીર બીમારી, અકસ્માત કે અન્ય મેડિકલ કટોકટીમાં ફસાય ત્યારે ૧૦૮ સેવા ગણતરીની મિનિટોમાં મદદ પહોંચાડવાનો પ્રયાસ કરે છે.
-> 108 માત્ર એમ્બ્યુલન્સ સેવા નથી
108 ઈમરજન્સી સેવા માત્ર દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડવાનું કામ કરતી નથી. આ સેવા ‘પ્રી-હોસ્પિટલ કેર’ એટલે કે હોસ્પિટલ પહોંચતા પહેલાંની તાત્કાલિક તબીબી સારવાર પણ પૂરી પાડે છે. અકસ્માત, હાર્ટ એટેક, શ્વાસ લેવામાં તકલીફ, ગંભીર ઈજા, પ્રસૂતિ જેવી અનેક પરિસ્થિતિઓમાં તાલીમબદ્ધ ઈમરજન્સી મેડિકલ ટેકનિશિયન દર્દીને રસ્તામાં જરૂરી સારવાર અને પ્રાથમિક સહાય પૂરી પાડે છે. આ સેવાના કારણે ગંભીર સ્થિતિમાં રહેલા દર્દીને ‘ગોલ્ડન અવર’ દરમિયાન હોસ્પિટલ સુધી પહોંચાડવામાં મદદ મળે છે. ઘણી વખત અકસ્માત કે હાર્ટ એટેક જેવી પરિસ્થિતિમાં શરૂઆતની મિનિટો અત્યંત મહત્વપૂર્ણ હોય છે. આવા સમયે ઝડપથી એમ્બ્યુલન્સ પહોંચે અને યોગ્ય પ્રી-હોસ્પિટલ કેર મળે તે દર્દીના જીવન માટે નિર્ણાયક બની શકે છે.

-> ૧૯ વર્ષમાં ૧.૯૯ કરોડથી વધુ કેસમાં મદદ :- ઓગસ્ટ ૨૦૨૬ સુધીના આંકડા અનુસાર, Gujaratની ૧૦૮ ઈમરજન્સી સેવા દ્વારા છેલ્લા ૧૯ વર્ષ દરમિયાન ૧ કરોડ ૯૯ લાખથી વધુ ઈમરજન્સી કેસમાં પ્રતિસાદ આપવામાં આવ્યો છે.
આમાં આશરે ૧ કરોડ ૯૬ લાખ ૪૨ હજારથી વધુ મેડિકલ ઈમરજન્સી કેસ, ૨ લાખ ૫૫ હજારથી વધુ પોલીસ સંબંધિત ઈમરજન્સી કેસ અને ૮ હજાર ૩૦૦થી વધુ ફાયર સંબંધિત ઘટનાઓમાં સમયસર મદદ પહોંચાડવામાં આવી છે. આ સમગ્ર સેવાકીય યાત્રા દરમિયાન ૧૯ લાખ ૬૬ હજારથી વધુ ગંભીર સ્થિતિમાં રહેલી માનવ જિંદગીઓને બચાવવામાં મદદ મળી છે. આ ઉપરાંત ૧૦૮ એમ્બ્યુલન્સ વાહનો દ્વારા અત્યાર સુધીમાં ૬૨ કરોડથી વધુ કિલોમીટરનું સંચાલન કરવામાં આવ્યું છે.
-> દર ૨૧ સેકન્ડે એક એમ્બ્યુલન્સ રવાના :- 108 સેવાની ઝડપી કામગીરીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે સમગ્ર Gujaratમાં સરેરાશ દર ૨૧ સેકન્ડે એક ૧૦૮ એમ્બ્યુલન્સ ઇમરજન્સી કેસ માટે રવાના થાય છે. સેવાનો સરેરાશ રિસ્પોન્સ ટાઈમ આશરે ૧૩ મિનિટ ૯ સેકન્ડનો છે. ૧૦૮ નંબર પર આવતા આશરે ૯૯ ટકા કોલ્સનો પ્રથમ બે રિંગમાં જ પ્રતિસાદ આપવામાં આવે છે. આ ઝડપી કોલ-રિસ્પોન્સ સિસ્ટમને કારણે કટોકટીના સમયે સમયનો બગાડ ઓછો થાય છે અને જરૂરિયાતમંદ સુધી મદદ ઝડપથી પહોંચાડવામાં આવે છે.
-> માતા અને બાળ સુરક્ષામાં મહત્વનું યોગદાન :- Gujaratમાં માતા અને બાળ મૃત્યુદર ઘટાડવાના પ્રયાસોમાં પણ ૧૦૮ સેવાનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. છેલ્લા ૧૯ વર્ષ દરમિયાન ૬૨ લાખ ૯૭ હજારથી વધુ ગર્ભાવસ્થા અને પ્રસૂતિ સંબંધિત કેસોમાં ૧૦૮ દ્વારા મદદ પહોંચાડવામાં આવી છે.
આ દરમિયાન ૧ લાખ ૬૪ હજાર ૭૧૫થી વધુ પ્રસૂતિઓ એમ્બ્યુલન્સમાં તાલીમબદ્ધ સ્ટાફ દ્વારા ઘટનાસ્થળે અથવા રસ્તામાં સફળતાપૂર્વક કરાવવામાં આવી છે. ગ્રામ્ય અને દૂરના વિસ્તારોમાં રહેતી સગર્ભા મહિલાઓ માટે સમયસર એમ્બ્યુલન્સ સેવા ઘણી વખત અત્યંત મહત્વપૂર્ણ સાબિત થાય છે. આ ઉપરાંત રાજ્યમાં ૨૪ લાખ ૧૮ હજારથી વધુ માર્ગ અકસ્માતના કેસો, ૧૧ લાખ ૭૭ હજારથી વધુ શ્વાસ સંબંધિત ગંભીર કેસો અને ૯ લાખ ૮૭ હજારથી વધુ હૃદયરોગના હુમલાના કેસોમાં દર્દીઓને સમયસર તબીબી સહાય પૂરી પાડવામાં આવી છે.
-> ટેક્નોલોજીથી વધુ ઝડપી બની સેવા :- 108 ઈમરજન્સી સેવાને વધુ અસરકારક અને ઝડપી બનાવવા માટે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદના નરોડા-કઠવાડા વિસ્તારમાં આશરે ૧૫ એકરના વિશાળ વિસ્તારમાં સ્ટેટ-ઓફ-ધી-આર્ટ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર કાર્યરત છે.

અદ્યતન CAD એપ્લિકેશન અને લોકેશન આધારિત ટેક્નોલોજીના ઉપયોગથી કોલ કરનારનું લોકેશન ઝડપથી જાણી શકાય છે. તેના કારણે નજીકની ઉપલબ્ધ એમ્બ્યુલન્સને ઝડપથી ઘટનાસ્થળ તરફ મોકલી શકાય છે. નાગરિકોની સરળતા માટે ‘૧૦૮ સિટીઝન મોબાઈલ એપ્લિકેશન’ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત પેપરલેસ ૧૦૮ ઈમરજન્સી સેવા અને એમ-ગવર્નન્સ જેવી પહેલો દ્વારા સમગ્ર વ્યવસ્થાને વધુ ટેક્નોલોજી આધારિત બનાવવામાં આવી છે.
-> બોટ અને એર એમ્બ્યુલન્સ જેવી નવી પહેલ :- Gujarat સરકારે ઈમરજન્સી મેડિકલ સેવામાં નવી ટેક્નોલોજી અને નવા માધ્યમોનો પણ સમાવેશ કર્યો છે. ૨૧ માર્ચ, ૨૦૨૨થી GUJSAIL અને GVK EMRIના સંકલનમાં એર એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી છે.
આ ઉપરાંત દરિયામાં કામ કરતા માછીમારો અને દરિયાઈ વિસ્તારોમાં રહેતા લોકો માટે પોરબંદર અને ઓખા બંદર ખાતે બોટ એમ્બ્યુલન્સ સેવા પણ શરૂ કરવામાં આવી છે. દરિયાઈ વિસ્તારમાં કોઈ મેડિકલ ઈમરજન્સી સર્જાય ત્યારે આ સેવા મહત્વપૂર્ણ બની શકે છે. આજે ૧૦૮ સેવા દ્વારા દરરોજ સરેરાશ ૪,૭૮૦ જેટલા દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવે છે. આ આંકડો દર્શાવે છે કે રાજ્યના નાગરિકોના જીવનમાં આ સેવા કેટલી મહત્વપૂર્ણ બની ગઈ છે.
-> Gujaratમાં ૧૧૨ ઈમરજન્સી સેવાનું પણ એક વર્ષ પૂર્ણ :- 108ની સાથે Gujaratમાં ૧૧૨ એકીકૃત ઈમરજન્સી હેલ્પલાઇન સેવાને પણ એક વર્ષ પૂર્ણ થયું છે. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહના હસ્તે શરૂ કરવામાં આવેલી આ સેવા નાગરિકોને વિવિધ પ્રકારની આપાતકાલીન પરિસ્થિતિમાં મદદ પૂરી પાડવા માટે કાર્યરત છે. એક વર્ષ દરમિયાન ૧૧૨ હેલ્પલાઇન દ્વારા ૧૦ લાખથી વધુ ઈમરજન્સી કોલ્સ એટેન્ડ કરવામાં આવ્યા છે. કંટ્રોલ રૂમ દ્વારા સરેરાશ દર મિનિટે ૧૦ જેટલા કોલ્સને પ્રતિસાદ આપવામાં આવે છે અને જરૂરિયાત મુજબ પોલીસ અથવા સંબંધિત મદદ ગણતરીની મિનિટોમાં પહોંચાડવામાં આવે છે.
-> સાચા અર્થમાં ‘અદ્રશ્ય હીરો’ :- 108 અને ૧૧૨ જેવી ઈમરજન્સી સેવાઓ ૨૪ કલાક અને વર્ષના ૩૬૫ દિવસ કાર્યરત રહે છે. જ્યારે મોટાભાગના લોકો પોતાના પરિવાર સાથે હોય છે, ત્યારે આ સેવાઓ સાથે જોડાયેલા કર્મચારીઓ સતત ફરજ પર રહીને કોઈ અજાણ્યા વ્યક્તિનો જીવ બચાવવા દોડતા હોય છે.
કોલ સેન્ટરના એજન્ટ્સ, એમ્બ્યુલન્સ સ્ટાફ, ડ્રાઇવરો, પોલીસ કર્મચારીઓ અને અન્ય ઈમરજન્સી સેવા સાથે જોડાયેલા લોકો ખરેખર Gujaratતના ‘અદ્રશ્ય હીરો’ છે. તેમની ઝડપી કામગીરી અને ફરજ પ્રત્યેની પ્રતિબદ્ધતાના કારણે કટોકટીના સમયે હજારો પરિવારોને સમયસર મદદ મળી શકે છે. ૧૯ વર્ષમાં કરોડો ઇમરજન્સી કેસમાં સેવા, લાખો ગંભીર દર્દીઓને તાત્કાલિક સારવાર અને હજારો લોકોને જીવનદાન સુધી પહોંચાડતી ૧૦૮ સેવા આજે Gujaratની જાહેર આરોગ્ય અને ઈમરજન્સી વ્યવસ્થાનો મહત્વપૂર્ણ હિસ્સો બની ગઈ છે. ટેક્નોલોજી અને નવી પહેલો સાથે આ સેવા આગામી વર્ષોમાં પણ રાજ્યના નાગરિકો માટે વધુ ઝડપી, અસરકારક અને જીવનરક્ષક સાબિત થાય તેવી આશા છે.
- us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAFollow GRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276





