CM ભૂપેન્દ્ર પટેલની વોલમાર્ટ સાથે મહત્વની બેઠક…

CM ભૂપેન્દ્ર પટેલની વોલમાર્ટ સાથે મહત્વની બેઠ ભૂપેન્દ્ર પટેલની વોલમાર્ટ સાથે મહત્વની બેઠક, ગુજરાતના MSME અને કારીગરો માટે વૈશ્વિક બજારની તકો પર ચર્ચા

ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલની વોલમાર્ટ સાથે મહત્વની બેઠ શ્રી ભૂપેન્દ્ર પટેલના અમેરિકા પ્રવાસના ચોથા દિવસે વોશિંગટન ડી.સી. ખાતે મહત્વપૂર્ણ વન-ટુ-વન બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રીશ્રીએ વોલમાર્ટના ગ્લોબલ પબ્લિક પોલિસી એન્ડ ગવર્નમેન્ટ અફેર્સના એક્ઝિક્યુટીવ વાઈસ પ્રેસિડેન્ટ શ્રી ડેન બ્રાયન્ટ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં ગુજરાતના MSME ક્ષેત્ર, નાના કારીગરો અને તેમના ઉત્પાદનોને વૈશ્વિક બજાર સુધી પહોંચાડવાની સંભાવનાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.CM ભૂપેન્દ્ર પટેલની વોલમાર્ટ સાથે મહત્વની બેઠ શ્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત ડેલિગેશન સાથે યુ.એસ.-કેનેડાના સાપ્તાહિક પ્રવાસે છે. સાન ફ્રાન્સિસ્કોની સફળ મુલાકાત પૂર્ણ કર્યા બાદ તેઓ વોશિંગટન ડી.સી. પહોંચ્યા હતા. અહીં વિવિધ વૈશ્વિક કંપનીઓ અને ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓ સાથે બેઠકો યોજાઈ રહી છે. આ શ્રેણીમાં વોલમાર્ટ સાથેની બેઠકને ગુજરાતના નાના અને મધ્યમ ઉદ્યોગો માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
CM

–> MSME માટે વૈશ્વિક બજારની તકો :  ગુજરાતમાં મોટી સંખ્યામાં માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ એટલે કે MSME કાર્યરત છે. આ ઉદ્યોગો રાજ્યની અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. CM  ભૂપેન્દ્ર પટેલની વોલમાર્ટ સાથે મહત્વની બેઠશ્રીએ બેઠક દરમિયાન ગુજરાતના વિશાળ MSME પુલ અંગે માહિતી આપી હતી.વોલમાર્ટના અધિકારી શ્રી ડેન બ્રાયન્ટે ગુજરાતના MSME ક્ષેત્રની ક્ષમતાને ધ્યાનમાં રાખીને ગુણવત્તા સુધારણા, તાલીમ અને નિકાસની સંભાવનાઓ અંગે ચર્ચા કરી હતી. નાના ઉદ્યોગકારો અને કારીગરો પોતાના ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય બજારમાં વધુ સારી રીતે રજૂ કરી શકે તે માટે જરૂરી માર્ગદર્શન અને ક્ષમતાવર્ધન અંગે પણ ચર્ચા થઈ હતી.બેઠક દરમિયાન વોલમાર્ટના વૃદ્ધિ કાર્યક્રમ અંગે પણ માહિતી આપવામાં આવી હતી. શ્રી ડેન બ્રાયન્ટે જણાવ્યું હતું કે વોલમાર્ટ દ્વારા વર્ષ 2019થી અત્યાર સુધીમાં 1.15 લાખથી વધુ MSMEને તાલીમ આપવામાં આવી છે.આ ઉપરાંત વર્ષ 2028 સુધીમાં કુલ 1.70 લાખ MSMEને તાલીમ આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય નાના અને મધ્યમ ઉદ્યોગોને વધુ સક્ષમ બનાવવાનો, તેમની ગુણવત્તામાં સુધારો કરવાનો અને વૈશ્વિક સપ્લાય ચેઇન સાથે જોડાવાની તકો ઊભી કરવાનો છે.

->CM ભૂપેન્દ્ર પટેલની ગુજરાત સરકાર અને વોલમાર્ટ સાથે મળીને વર્કશોપ કરશે :  CM શ્રી ભૂપેન્દ્ર પટેલે વોલમાર્ટ અને ગુજરાત સરકારના સંબંધિત વિભાગો સાથે મળીને વર્કશોપનું આયોજન કરવા અંગે પણ ચર્ચા કરી હતી. આવા વર્કશોપ દ્વારા ગુજરાતના વિવિધ MSME ક્ષેત્રોની ક્ષમતાઓ અને સંભાવનાઓ ઓળખી શકાય અને તે મુજબ તેમને વૈશ્વિક બજાર માટે તૈયાર કરી શકાય તે અંગે વિચારણા કરવામાં આવી હતી.આ બેઠકમાં રાજ્યના નાના કારીગરો માટે પણ નવી તકો ઊભી કરવાની સંભાવનાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાતના પરંપરાગત તેમજ આધુનિક ઉત્પાદનોને વૈશ્વિક ગ્રાહકો સુધી પહોંચાડવા માટે સપ્લાય ચેઇન, ગુણવત્તા, માર્કેટિંગ અને નિકાસ સંબંધિત વ્યવસ્થાઓ વધુ મજબૂત કરવાની દિશામાં ચર્ચા થઈ હતી.

-> Vibrant Gujarat Summit-2027માં રોડમેપ જાહેર કરવાની તૈયારી :  CM શ્રી ભૂપેન્દ્ર પટેલ અને વોલમાર્ટના પ્રતિનિધિઓ વચ્ચે આગામી 3થી 4 મહિનામાં MSME અને નાના કારીગરો માટે સંભવિત વૈશ્વિક તકો અંગે સાથે મળીને કામ કરવાની દિશામાં ચર્ચા થઈ હતી.આ સહયોગને આગામી Vibrant Gujarat Summit-2027 સાથે જોડીને એક સ્પષ્ટ રોડમેપ જાહેર કરવાની દિશામાં પણ ફળદાયી મંત્રણાઓ થઈ હતી. જો આ યોજના અમલમાં આવે તો ગુજરાતના નાના ઉદ્યોગકારો અને કારીગરો માટે આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવેશવાની નવી તકો ઊભી થઈ શકે છે.આ બેઠકમાં મુખ્ય સચિવ શ્રી એમ.કે. દાસ, નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી ટી. નટરાજન, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી મમતા વર્મા અને મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.મુખ્યમંત્રીશ્રીની વોલમાર્ટ સાથેની આ બેઠક ગુજરાતના MSME ક્ષેત્રને વૈશ્વિક સપ્લાય ચેઇન સાથે વધુ મજબૂત રીતે જોડવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું બની શકે છે. ગુજરાતના નાના ઉદ્યોગો અને કારીગરોને આંતરરાષ્ટ્રીય બજાર મળે તો રોજગાર, ઉત્પાદન અને નિકાસ ક્ષેત્રે પણ રાજ્યને મોટો લાભ મળી શકે છે.

Related Posts

PIની દિલધડક બહાદુરી! દોડતી કાર પર લટકીને લૂંટારુઓને પકડી પાડ્યા, કરોડોનું સોનું રિકવર… Valor 2026

પૂરઝડપે દોડતી કાર પર લટકીને PIએ લૂંટારુઓને દબોચ્યા: નડિયાદ રેલવે સ્ટેશન પર કરોડોની સોનાની લૂંટ, વિરમગામ નજીક પોલીસનું દિલધડક ઓપરેશન PI ગુજરાતમાં સોનાની મોટી લૂંટના ચકચારી કેસનો ગણતરીના કલાકોમાં પર્દાફાશ કરવામાં અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને પશ્ચિમ રેલવે GRPને મોટી સફળતા મળી છે. નડિયાદ રેલવે સ્ટેશન પર થયેલી સોનાની લૂંટ બાદ આરોપીઓ સોનું લઈને કારમાં ફરાર થઈ ગયા હતા. પોલીસને આરોપીઓ વિરમગામ તરફ જતા હોવાની કડી મળતાં ટીમોએ તાત્કાલિક નાકાબંધી ગોઠવી હતી. આ દરમિયાન વિરમગામ નજીક આરોપીઓએ પોલીસથી બચવા માટે કાર પૂરઝડપે દોડાવી હતી. પોલીસની ગાડીને ટક્કર મારીને ભાગવાનો પ્રયાસ પણ કર્યો હતો. જોકે PI એસ.એ. ગઢવીએ અસાધારણ હિંમત બતાવી ચાલુ કારનો દરવાજો પકડી લીધો હતો. આરોપીઓએ પોલીસ અધિકારીને આશરે 500 મીટર સુધી ઢસડ્યા હોવા છતાં PIએ…

Navratri પહેલાં અમદાવાદ હાઈટેક! AI-CCTVની નજર, મહિલાઓ માટે ખાસ સુરક્ષા ટીમો તૈનાત… Protection 2026

Navratri પહેલાં અમદાવાદમાં મોટી તૈયારી! AI-CCTVથી ગરબા ગ્રાઉન્ડ પર નજર, મહિલાઓની સુરક્ષા માટે ખાસ ટીમો અમદાવાદમાં Navratriની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં પહોંચી રહી છે. આગામી 11 ઓક્ટોબરથી શરૂ થનારાNavratri મહોત્સવને લઈને શહેર પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સુરક્ષાને લઈને ખાસ આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં યોજાનારા કોમર્શિયલ ગરબા, ટ્રેડિશનલ ગરબા, ઓપન પ્લોટ અને હોલમાં યોજાતા કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને પોલીસ, ફાયર વિભાગ અને મહાનગરપાલિકા વચ્ચે સંકલન વધારવામાં આવ્યું છે. ખાસ કરીને મહિલાઓની સુરક્ષા, ભીડ નિયંત્રણ, CCTV સર્વેલન્સ અને ટ્રાફિક વ્યવસ્થા પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. ->ગરબા ગ્રાઉન્ડ પર AI-CCTVની નજર : આ વર્ષે અમદાવાદમાં ગરબા સ્થળોની સુરક્ષા માટે ટેક્નોલોજીનો વધુ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પોલીસની સૂચના મુજબ દરેક ગરબા સ્થળે CCTV કેમેરા લગાવવાનું ફરજિયાત રહેશે. આ…

One thought on “CM ભૂપેન્દ્ર પટેલની વોલમાર્ટ સાથે મહત્વની બેઠક…”

Comments are closed.