પીએમ મોદીની યોજનાઓની ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિએ કરી પ્રશંસા, કહ્યું- ‘હું તમારી ઘણી યોજનાઓની કોપી કરું છું’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઇન્ડોનેશિયા પ્રવાસ દરમિયાન એક રસપ્રદ ક્ષણ જોવા મળી, જ્યારે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતોએ જાહેર મંચ પરથી સ્વીકાર્યું કે તેઓ પીએમ મોદીની અનેક યોજનાઓ અને વિકાસ મોડલથી પ્રેરણા લઈને પોતાના દેશમાં અમલ કરે છે. તેમની આ ટિપ્પણી બાદ સમગ્ર કાર્યક્રમમાં હાજર મહેમાનો હસી પડ્યા હતા.

‘તમારી યોજનાઓની કોપી કરું છું’
જકાર્તામાં પીએમ મોદીના સન્માનમાં આયોજિત રાજકીય ભોજન દરમિયાન પ્રબોવો સુબિયાંતોએ કહ્યું કે તેઓ લાંબા સમયથી પીએમ મોદીના કાર્ય અને શાસન મોડલ પર નજર રાખી રહ્યા છે. તેમણે હળવા અંદાજમાં કહ્યું, “હું તમારી ઘણી યોજનાઓની કોપી કરું છું. ખુશીની વાત એ છે કે તેના પર કોઈ કોપીરાઇટ નથી.” તેમની આ ટિપ્પણી પર કાર્યક્રમમાં હાજર તમામ લોકો ખડખડાટ હસી પડ્યા હતા.

ભારત અને ઇન્ડોનેશિયાના પડકારો સમાન
પ્રબોવો સુબિયાંતોએ જણાવ્યું કે ભારત અને ઇન્ડોનેશિયા બંને મોટા અને વિવિધતાભર્યા દેશો છે, જ્યાં વિકાસના અનેક પડકારો એકસરખા છે. તેમના મતે, જે યોજનાઓએ ભારતમાં કરોડો લોકોના જીવનમાં સુધારો લાવ્યો છે, તે ઇન્ડોનેશિયામાં પણ અસરકારક સાબિત થઈ શકે છે. તેમણે ઉમેર્યું કે સફળ મોડલ અપનાવવામાં કોઈ સંકોચ હોવો જોઈએ નહીં અને ભારતે વિકાસના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે.

ઇન્ડોનેશિયામાં શરૂ થશે IIM બેંગલુરુનું કેમ્પસ
પ્રવાસ દરમિયાન ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે અનેક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય કરારો પર હસ્તાક્ષર થયા. તેમાં ઇન્ડોનેશિયામાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) બેંગલુરુનું પ્રથમ વિદેશી કેમ્પસ સ્થાપવાનો નિર્ણય પણ સામેલ છે. આ કેમ્પસ પૂર્વ જાવા પ્રાંતના સિંગહાસારી સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં શરૂ કરવામાં આવશે. અગાઉ IIM અમદાવાદે દુબઈમાં પોતાનું પ્રથમ આંતરરાષ્ટ્રીય કેમ્પસ શરૂ કર્યું હતું.

અનેક ક્ષેત્રોમાં સહયોગ વધારવા કરારો
બંને દેશો વચ્ચે સ્વાસ્થ્ય, શિક્ષણ, સંરક્ષણ, દરિયાઈ સુરક્ષા અને ક્રિટિકલ મિનરલ્સ સહિતના વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે અનેક સમજૂતી કરારો (MoU) થયા છે. સ્વાસ્થ્ય ક્ષેત્રમાં ભારતના સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) અને ઇન્ડોનેશિયાની નેશનલ એજન્સી ઓફ ડ્રગ એન્ડ ફૂડ કંટ્રોલ વચ્ચે પણ મહત્વપૂર્ણ સમજૂતી થઈ છે. આ કરારો ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે અને બંને દેશો વચ્ચે વેપાર, શિક્ષણ, આરોગ્ય અને સુરક્ષા ક્ષેત્રે સહયોગને નવી દિશા આપશે.

 

 

 

  • Related Posts

    Ambaji Mohanthal Prasad Awarded Official GI Tag 2026: જય અંબે! અંબાજીના પ્રસિદ્ધ મોહનથાળની ગરિમા વધી..

    Ambajiના મોહનથાળના પ્રસાદને મળ્યો GI ટૅગ, ગુજરાતની ધાર્મિક પરંપરાને મળી સત્તાવાર ઓળખ બનાસકાંઠાના શક્તિપીઠ Ambajiના પ્રસિદ્ધ મોહનથાળના પ્રસાદને જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન (GI) ટૅગ મળ્યો છે. ગુજરાતના ધાર્મિક અને સાંસ્કૃતિક વારસા માટે આ એક મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવે છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી અરજીના આધારે મોહનથાળને GI ટૅગ આપવામાં આવ્યો છે. સત્તાવાર રજિસ્ટ્રીના રેકોર્ડ મુજબ આ નોંધણીનું પ્રમાણપત્ર 1 ઓક્ટોબર, 2026ના રોજ જારી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નવરાત્રિના પ્રથમ નોરતે, 11 ઓક્ટોબરે અંબાજીના ચાચર ચોકમાં યોજાયેલા સમારોહ દરમિયાન ટ્રસ્ટને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. આ માન્યતા સાથે Ambajiના મોહનથાળને માત્ર ધાર્મિક પ્રસાદ તરીકે જ નહીં, પરંતુ ચોક્કસ સ્થળ સાથે જોડાયેલી વિશિષ્ટ પરંપરાગત ખાદ્ય ઓળખ તરીકે પણ સત્તાવાર માન્યતા મળી છે. અંબાજી મંદિરના લાખો…

    Dholera સ્માર્ટ સિટીના નામે ₹2,676 કરોડનું કથિત કૌભાંડ… Breakthrough

    Dholera સ્માર્ટ સિટીના નામે ₹2,676 કરોડનું કથિત કૌભાંડ! 47 હજારથી વધુ રોકાણકારો સાથે છેતરપિંડીના આરોપ, EDએ ₹34.91 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી અમદાવાદ: ગુજરાતના Dholera સ્માર્ટ સિટીના નામે પ્લોટિંગ અને ઊંચા વળતરની લાલચ આપીને હજારો રોકાણકારો સાથે કથિત છેતરપિંડી કરવામાં આવી હોવાનો મોટો મામલો સામે આવ્યો છે. નેક્સા એવરગ્રીન ગ્રૂપ સામે નોંધાયેલા આ કેસમાં ₹2,676 કરોડના પોંઝી કૌભાંડના આરોપો છે. આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના જયપુર ઝોનલ કાર્યાલયે ₹34.91 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી હોવાની માહિતી સામે આવી છે. આરોપ મુજબ, ગ્રૂપે Dholeraસ્માર્ટ સિટીમાં પ્લોટિંગ અને દર અઠવાડિયે 3 ટકા વળતર આપવાની લાલચ આપીને 47 હજારથી વધુ રોકાણકારોને પોતાની યોજનાઓમાં રોકાણ કરવા પ્રેર્યા હતા. EDની કાર્યવાહી હેઠળ અમદાવાદ, Dholera, ધંધૂકા, સીકર અને ગોવા સહિતના વિસ્તારોમાં આવેલી સંપત્તિઓનો સમાવેશ…