વડોદરાના યુવકોની કાર કેનાલમાં ખાબકી, 1નું મોત; સ્થાનિક યુવકે 3ના જીવ બચાવ્યા

નર્મદા જિલ્લાના રાજપીપળા નજીક આવેલા બાર વણઝાર ગામ પાસે એક કરુણ અકસ્માતમાં વડોદરાથી ફરવા આવેલા યુવાનોની કાર કેનાલમાં ખાબકી જતાં એક યુવાનનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ત્રણ યુવાનોને સ્થાનિક યુવકે બહાદુરીપૂર્વક બચાવી લીધા હતા.

ધોધની મુલાકાત બાદ પરત ફરતી વખતે સર્જાયો અકસ્માત
મળતી માહિતી અનુસાર, વડોદરાના સોમા તળાવ લીમડી ફળિયા વિસ્તારમાં રહેતા રોહિત વસાવા, હર્ષલ જગતાપ, સાહિલ નઝીર મલેક અને જયદીપ મૂળજી રાઠોડ કારમાં રાજપીપળા નજીક આવેલા બાર વણઝાર ધોધની મુલાકાતે આવ્યા હતા. સાંજના સમયે ધોધથી પરત વડોદરા જવા નીકળ્યા ત્યારે અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, કાર ચલાવી રહેલા રોહિત વસાવાએ વાહન પરથી કાબૂ ગુમાવતા કાર રોડની બાજુમાં આવેલી કેનાલમાં ખાબકી હતી. કાર પાણીમાં પડતાં ચારેય યુવકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.

સ્થાનિક યુવક બન્યો દેવદૂત
અકસ્માત બાદ હર્ષલ જગતાપ, સાહિલ મલેક અને જયદીપ રાઠોડ કારમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા હતા. દરમિયાન બાર વણઝાર ફળિયામાં રહેતા ચંદન દેવા વસાવા ઘટનાની જાણ થતાં તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. ચંદને પોતાની જાનની પરવા કર્યા વિના દોરડાની મદદથી હર્ષલ જગતાપ અને જયદીપ રાઠોડને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. ત્યારબાદ સાહિલ મલેક ઊંડા પાણીમાં ડૂબી રહ્યો હોવાની જાણ થતાં ચંદને કેનાલમાં કૂદકો મારી તેને પણ બચાવી લીધો હતો.

કાર ચાલકનું ડૂબી જવાથી મોત
અકસ્માત સમયે કાર ચલાવી રહેલો રોહિત વસાવા પણ કારમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યો હતો, પરંતુ તેને તરતા ન આવડતાં તે કેનાલના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને સ્થાનિક તંત્રને જાણ કરવામાં આવી હતી.

કલાકોની શોધખોળ બાદ મૃતદેહ બહાર કાઢાયો
ઘટનાસ્થળે પહોંચેલી રાજપીપળા નગરપાલિકા ફાયર વિભાગની ટીમે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. કલાકોની શોધખોળ બાદ ફાયર કર્મચારીઓએ રોહિત વસાવાનો મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢ્યો હતો. અકસ્માતની માહિતી મળતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ક્રેનની મદદથી કેનાલમાં ખાબકેલી કારને બહાર કાઢવામાં આવી હતી અને સમગ્ર મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વિસ્તારમાં શોકનો માહોલ
આ દુર્ઘટનામાં એક યુવાનનું મોત થતાં પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. બીજી તરફ, સ્થાનિક યુવક ચંદન દેવા વસાવાની બહાદુરીને લઈને લોકો તેની પ્રશંસા કરી રહ્યા છે. તેના સમયસરના પ્રયાસોના કારણે ત્રણ યુવાનોના જીવ બચી શક્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.

 

 

 

  • Related Posts

    Eco-Friendly Ganesh Utsav 2026 : ગણેશ મૂર્તિકારો માટે આશીર્વાદરૂપ યોજના.. Eco Triumph..

    માટી મૂર્તિ મેળો-2026: 23,542 ઇકો-ફ્રેન્ડલી Ganesh મૂર્તિઓનું વેચાણ, રૂ. 5 કરોડની આવક અમદાવાદ, વડોદરા અને સુરતમાં 7 દિવસીય મેળાને મળ્યો જબરદસ્ત પ્રતિસાદ ગુજરાતમાં ગણેશોત્સવ દરમિયાન પર્યાવરણમિત્ર Ganesh મૂર્તિઓને પ્રોત્સાહન આપવાના પ્રયાસોને સારો પ્રતિસાદ મળ્યો છે. રાજ્ય સરકારના કુટિર અને ગ્રામોદ્યોગ પ્રભાગ હેઠળ કાર્યરત ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન દ્વારા 8થી 14 સપ્ટેમ્બર, 2026 દરમિયાન અમદાવાદ, વડોદરા અને સુરતમાં આયોજિત ‘માટી મૂર્તિ મેળો-2026’ સફળ રહ્યો છે. સાત દિવસ સુધી ચાલેલા આ મેળામાં રાજ્યના 361 નોંધાયેલા માટી મૂર્તિકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી કુલ 23,542 ઇકો-ફ્રેન્ડલી Ganesh મૂર્તિઓનું વેચાણ થયું હતું. આ વેચાણથી કારીગરોને અંદાજે રૂ. 5 કરોડની આવક થઈ હોવાનું જણાવાયું છે. મેળામાં પર્યાવરણપ્રેમીEco-Friendly Ganesh Utsav 2026: Ganeshભક્તોએ મોટી સંખ્યામાં માટીની મૂર્તિઓ ખરીદી હતી. -> 361…

    Himalayas : ગ્લેશિયર પીગળવાનો ખતરો, નેપાળ-તિબેટ બાદ વૈજ્ઞાનિકોની મોટી ચેતવણી 2026 Dangerous

    Himalayas પર મોટી આપત્તિનો ખતરો! ગ્લેશિયર પીગળતા વૈજ્ઞાનિકોની ચેતવણી, 2 અબજ લોકો પર અસર નેપાળ-તિબેટ સરહદે ઓગસ્ટ 2026માં થયેલી વિનાશક ગ્લેશિયર-રોક ધસવાની ઘટના બાદ સમગ્ર હિમાલય ક્ષેત્રમાં ગ્લેશિયર અને પર્માફ્રોસ્ટ અંગે ચિંતા વધી છે. તાજેતરના વૈજ્ઞાનિક વિશ્લેષણો અનુસાર, વધતું તાપમાન હિમનદીઓ અને પર્વતીય ઢોળાવો વધુ અસ્થિર બનાવી રહ્યું છે, જેના કારણે ફ્લેશ ફ્લડ, ભૂસ્ખલન અને હિમનદી તળાવો ફાટવાના જોખમમાં વધારો થઈ શકે છે. 1. નેપાળ-તિબેટની દુર્ઘટનાએ વધારી ચિંતા 26 ઓગસ્ટ 2026ના રોજ નેપાળ-તિબેટ વિસ્તારમાં ગ્લેશિયર અને ખડકોના મોટા પાયે ધસવાથી વિનાશક પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ સર્જાઈ હતી. તાજેતરના અહેવાલો અનુસાર નેપાળમાં 1,386 લોકોના મોતની પુષ્ટિ થઈ છે અને 5,130થી વધુ લોકો હજુ ગુમ છે, જ્યારે તિબેટમાં પણ જાનહાનિ નોંધાઈ છે. વૈજ્ઞાનિકોના મતે, આ ઘટના માત્ર એક…