ગુજરાત રાજ્યસભા ચૂંટણી: ભાજપે જાહેર કર્યા 4 ઉમેદવાર, રાજ્યસભામાં પણ અપનાવી ‘નો રિપીટ થિયરી’

ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં ખાલી પડી રહેલી રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી જાહેર થયા બાદ ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની ચાર બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપે આ વખતે રાજ્યસભાની ચૂંટણીમાં પણ ‘નો રિપીટ થિયરી’ અપનાવીને નવા ચહેરાઓને તક આપી છે. ભાજપે રાજ્યસભા માટે રાજુ શુક્લા, મુકેશ રાઠવા, માનસિંહ પરમાર અને જીતેન્દ્ર મેઘજીભાઈ કણઝારિયાના નામ જાહેર કર્યા છે. નોંધનીય છે કે રાજ્યસભાના સાંસદ પદેથી નિવૃત થઈ રહેલા ત્રણ વર્તમાન સભ્યોને ફરી તક આપવામાં આવી નથી.

ભાજપના ઉમેદવારો કોણ?
મુકેશ રાઠવા છોટાઉદેપુર જિલ્લાના કવાંટ વિસ્તારના રહેવાસી છે અને આદિવાસી સમાજમાંથી આવે છે. તેઓ હાલમાં ભાજપના મહામંત્રી તરીકે કાર્યરત છે તેમજ અગાઉ ભાજપ યુવા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે. જીતેન્દ્ર કણઝારિયા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાજપના અગ્રણી કાર્યકર અને સતવારા સમાજના પ્રતિનિધિ છે. તેઓ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે. તેમના પિતા અને ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ કણઝારિયાનું વર્ષ 2021માં કોરોનાકાળ દરમિયાન નિધન થયું હતું.

માનસિંહ પરમાર હાલમાં ગુજરાત પ્રદેશ ભાજપના બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. રાજુ શુક્લા લાંબા સમયથી ભાજપ સાથે સંકળાયેલા કાર્યકર છે અને હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી તરીકે કામગીરી કરી રહ્યા છે. જાહેર કરાયેલા ઉમેદવારોમાં બે નેતાઓ સૌરાષ્ટ્ર વિસ્તારના છે, જ્યારે બે નેતાઓ મધ્ય અને ઉત્તર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે.

કયા સાંસદો થઈ રહ્યા છે નિવૃત?
ગુજરાતમાંથી રાજ્યસભાના જે ચાર સભ્યોનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે તેમાં રામભાઈ મોકરીયા, અમીન નરહરિ હીરાભાઈ, શક્તિસિંહ ગોહિલ અને રમીલા બારા સામેલ છે. ભાજપે રામભાઈ મોકરીયા, અમીન નરહરિ અને રમીલા બારાને ફરી ઉમેદવારી ન આપીને ‘નો રિપીટ થિયરી’નો અમલ કર્યો છે.

રાજ્યસભા ચૂંટણીનો કાર્યક્રમ
– ચૂંટણી જાહેરનામું: 1 જૂન, 2026
– ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 8 જૂન, 2026
– નામપત્રોની ચકાસણી: 9 જૂન, 2026
– ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ: 11 જૂન, 2026
– મતદાન અને પરિણામ: 18 જૂન, 2026

કોંગ્રેસ સામે પ્રતિનિધિત્વ ગુમાવવાનો ખતરો
ગુજરાત કોંગ્રેસ માટે આ ચૂંટણી ઐતિહાસિક પડકારરૂપ બની શકે છે. રાજ્યસભામાં કોંગ્રેસના એકમાત્ર સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનો કાર્યકાળ 21 જૂને પૂર્ણ થઈ રહ્યો છે.

ગુજરાતમાં રાજ્યસભાની એક બેઠક જીતવા માટે 37 ધારાસભ્યોનું સમર્થન જરૂરી છે, જ્યારે કોંગ્રેસ પાસે હાલમાં માત્ર 12 ધારાસભ્યો છે. આ સંજોગોમાં કોંગ્રેસ માટે રાજ્યસભાની બેઠક જીતવી તો દૂર, ઉમેદવારી પ્રક્રિયા પણ પડકારજનક બની શકે છે. જો કોંગ્રેસ રાજ્યસભામાં પ્રતિનિધિત્વ જાળવી રાખવામાં નિષ્ફળ જશે તો જૂન બાદ ગુજરાતમાંથી રાજ્યસભામાં કોંગ્રેસનું પ્રતિનિધિત્વ સંપૂર્ણપણે સમાપ્ત થઈ જશે.

રાજકીય વિશ્લેષકોના મતે ભાજપે સામાજિક અને પ્રાદેશિક સંતુલન જાળવતાં નવા ચહેરાઓને તક આપીને સંગઠન આધારિત રાજકારણને વધુ મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે.

 

 

  • Related Posts

    ચૂંટણી પંચે દિલ્હી અને મહારાષ્ટ્રમાં SIRની સમયમર્યાદા લંબાવી, નવી તારીખો નક્કી કરી…..

    નવી દિલ્હી : ચૂંટણી પંચે મતદાર યાદીના Special Intensive Revision (SIR) એટલે કે વિશેષ સઘન પુનરીક્ષણને લઈને દિલ્હી અને મહારાષ્ટ્રના મતદારોને રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ચૂંટણી પંચે બંને રાજ્યોમાં મતદાર યાદી અંગે દાવા અને વાંધા રજૂ કરવાની સમયમર્યાદા લંબાવી છે. દિલ્હી માટે હવે દાવા-વાંધા રજૂ કરવાની છેલ્લી તારીખ 30 ઓક્ટોબર 2026 અને મહારાષ્ટ્ર માટે 12 ઓક્ટોબર 2026 નક્કી કરવામાં આવી છે. સાથે જ નોટિસ તથા દાવા-વાંધાના નિકાલ માટે પણ નવી સમયમર્યાદા જાહેર કરવામાં આવી છે. ચૂંટણી પંચના આ નિર્ણયથી એવા મતદારોને વધુ સમય મળશે જેમના નામ, વિગતો અથવા અગાઉના રેકોર્ડ સાથે સંબંધિત કોઈ વિસંગતિ સામે આવી છે અને જેમને પોતાની માહિતી અંગે દાવો કે વાંધો નોંધાવવાનો છે. દિલ્હીમાં 30 ઓક્ટોબર સુધી દાવા-વાંધા ચૂંટણી પંચના…

    Ahmedabad : 14 મહિલાઓ ફોન પર જાળ બિછાવી ખેડૂતોને ફસાવતી, રાજકોટ-Ahmedabadમાં ઓફિસ ખોલી લોનના નામે છેતરપિંડી Protection

    14 મહિલાઓ ફોન પર જાળ બિછાવી ખેડૂતોને ફસાવતી, રાજકોટ-Ahmedabadમાં ઓફિસ ખોલી લોનના નામે છેતરપિંડી Ahmedabad ગુજરાતમાં ખેડૂતોને સરળતાથી લોન અપાવવાની લાલચ આપી તેમની પાસેથી જમીનના દસ્તાવેજો અને લાખો રૂપિયા પડાવતી ટોળકી સામે ચોંકાવનારી વિગતો સામે આવી છે. ફરિયાદ અને પ્રાથમિક તપાસ મુજબ, આ કથિત ટોળકીમાં 14 મહિલાઓનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો. ફોન પર વાત કરીને ખેડૂતોને લોન અપાવવાની ખાતરી આપવામાં આવતી અને ત્યારબાદ તેમને અલગ-અલગ પ્રક્રિયાના નામે ઓફિસે બોલાવવામાં આવતા હોવાનો આક્ષેપ છે.આ કથિત છેતરપિંડીનું નેટવર્ક રાજકોટ અને Ahmedabadમાં ઓફિસ મારફતે ચલાવવામાં આવતું હોવાની માહિતી સામે આવી છે. તપાસ દરમિયાન 8 જિલ્લાઓના 32 જેટલા ખેડૂતોના દસ્તાવેજો મળી આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા દસ્તાવેજો, બેંક વ્યવહારો, ફોન કોલ્સ અને આરોપીઓ વચ્ચેના…