દિલ્હી હોટલ અગ્નિકાંડ કેસમાં મોટો વળાંક: હોટલ માલિક લવકેશ બજાજની ધરપકડ

દિલ્હીના માલવીયા નગર વિસ્તારમાં આવેલા Flourish Stay Hotelમાં થયેલા ભયાનક અગ્નિકાંડ કેસમાં પોલીસએ મોટી કાર્યવાહી કરી છે. હોટલ માલિક લવકેશ બજાજની ધરપકડ કરવામાં આવી છે અને હાલ તેમની પૂછપરછ ચાલી રહી છે.

આ ઘટનામાં 21 લોકોના મોત થયા હતા, જેના કારણે સમગ્ર રાજધાનીમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. અગાઉ આરોપી લવકેશ બજાજ અને તેમની પત્ની સામે લુકઆઉટ સર્ક્યુલર પણ જાહેર કરવામાં આવ્યો હતો, જેથી તેઓ દેશ છોડીને ભાગી ન શકે.

તપાસમાં સામે આવ્યું છે કે આગ લાગેલી હોટલ પાસે જરૂરી ફાયર NOC નહોતું. ઉપરાંત હોટલને માત્ર 6 રૂમ ચલાવવાની મંજૂરી હોવા છતાં અંદાજે 25 રૂમ ચલાવવામાં આવી રહ્યા હતા. બેઝમેન્ટમાં પણ ગેરકાયદેસર રીતે રૂમ બનાવવામાં આવ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

પોલીસના જણાવ્યા મુજબ ઈમારતમાં માત્ર એક જ એન્ટ્રી અને એક્ઝિટ હોવાથી આગ લાગ્યા બાદ લોકો માટે બહાર નીકળવું અત્યંત મુશ્કેલ બન્યું હતું. આ કારણે મોટી સંખ્યામાં લોકો ફસાઈ ગયા અને જાનહાનિ વધી ગઈ.

આ મામલે પહેલેથી જ બિનઇરાદાપૂર્વક હત્યા સહિતની ગંભીર કલમો હેઠળ FIR નોંધવામાં આવી છે. હવે હોટલ માલિકની ધરપકડ બાદ કેસની તપાસ વધુ તેજ કરવામાં આવી છે.

પોલીસનું કહેવું છે કે પૂછપરછ દરમિયાન એ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે નિયમોના ઉલ્લંઘન પાછળ કોણ જવાબદાર હતું અને કેવી રીતે આ ગેરરીતિ લાંબા સમયથી ચાલી રહી હતી.

 

 

  • Related Posts

    રાજ ઠાકરે અને Uddhav Thackeray 4 ઓક્ટોબરે મુંબઈમાં જનમોર્ચાનું નેતૃત્વ કરશે, SIR મુદ્દે ચૂંટણી પંચ સામે વિરોધ

    મુંબઈ : મહારાષ્ટ્રના રાજકારણમાં લાંબા સમય બાદ ફરી એકવાર રાજ ઠાકરે અને Uddhav Thackeray એક જ મુદ્દે સાથે જોવા મળવાના છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરે અને શિવસેના (UBT)ના પ્રમુખ Uddhav Thackeray 4 ઓક્ટોબર 2026ના રોજ મુંબઈમાં સંયુક્ત જનમોર્ચાનું નેતૃત્વ કરશે. આ માર્ચ ચૂંટણી પંચની મતદાર યાદીના Special Intensive Revision (SIR) સહિત ચૂંટણી પ્રક્રિયા અંગેના વિરોધને કેન્દ્રમાં રાખીને યોજાશે. બંને પક્ષોએ આ માર્ચમાં મોટી સંખ્યામાં લોકો અને અન્ય રાજકીય પક્ષોને જોડાવાનું આહ્વાન કર્યું છે. રાજ ઠાકરેએ સોશિયલ મીડિયા પોસ્ટ મારફતે માર્ચની જાહેરાત કરી હતી. તેમના જણાવ્યા પ્રમાણે MNS અને શિવસેના (UBT)ના બેનર હેઠળ યોજાનારી આ રેલીને માત્ર બે પક્ષોની રાજકીય પ્રવૃત્તિ તરીકે નહીં પરંતુ મતદાર યાદી અને ચૂંટણી પ્રક્રિયા અંગેની ચિંતાઓને લઈને જનઆંદોલન તરીકે…

    30 સપ્ટેમ્બરે INDIA બ્લોકની બેઠક: જ્ઞાનેશ કુમાર સામે હટાવવાના પ્રસ્તાવ પર ચર્ચા, SIR મુદ્દો પણ રહેશે કેન્દ્રમાં…..

    નવી દિલ્હી : ચૂંટણી પંચ અને મતદાર યાદીના Special Intensive Revision (SIR) મુદ્દે રાજકીય ગરમાવો વચ્ચે વિપક્ષી INDIA બ્લોકના નેતાઓ 30 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં બેઠક યોજવાની તૈયારીમાં છે. અહેવાલો અનુસાર બેઠકમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે સંસદમાં રજૂ થનારા હટાવવાના પ્રસ્તાવ અંગે આગળની રણનીતિ નક્કી કરવામાં આવી શકે છે. બેઠકમાં SIRની પ્રક્રિયા, ચૂંટણી પંચ સાથે જોડાયેલા તાજેતરના વિવાદો અને વિપક્ષની સંયુક્ત કાર્યવાહી અંગે પણ ચર્ચા થવાની શક્યતા છે. અહેવાલો અનુસાર બેઠક નવી દિલ્હીની Constitution Club of India ખાતે યોજાવાની છે. આ બેઠક પહેલાં 29 સપ્ટેમ્બરે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક પણ યોજાવાની છે, જેમાં પાર્ટી જ્ઞાનેશ કુમાર અને SIR મુદ્દે પોતાની આગામી વ્યૂહરચના અંગે ચર્ચા કરશે. જ્ઞાનેશ કુમાર સામે શું છે વિપક્ષની તૈયારી? INDIA બ્લોક સાથે…