કિશ્તવાડ જિલ્લામાં મંગળવારે કુદરતી આફતનો ગંભીર બનાવ સામે આવ્યો છે. જિલ્લાના સરથલ અને માછીપાલ વિસ્તારોમાં એકસાથે બે સ્થળે વાદળ ફાટવાની ઘટના બનતાં સમગ્ર વિસ્તારમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જ્યારે રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે.
સરથલ અને માછીપાલમાં વાદળ ફાટતાં સર્જાઈ અફરાતફરી
પ્રાથમિક માહિતી અનુસાર સાર્થલ અને માચીપાલ વિસ્તારોમાં અચાનક ભારે વરસાદ સાથે વાદળ ફાટવાની ઘટના બની હતી. પહાડી વિસ્તારોમાંથી પાણી અને કાટમાળ ધસી આવતાં અનેક સ્થળોએ પૂરની સ્થિતિ સર્જાઈ હતી. આકાશમાંથી ધોધમાર પાણી વરસતાં સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.
જાનહાનિ ટળી, પરંતુ ભારે નુકસાન
આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ સામે આવ્યા નથી, જે રાહતની બાબત છે. જોકે, વાદળ ફાટવાની ઘટનાએ વિસ્તારમાં ભારે નુકસાન પહોંચાડ્યું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પહાડો પરથી ધસી આવેલા કાટમાળ અને પાણીના પ્રવાહે અનેક વિસ્તારોમાં અવરજવર ખોરવી નાખી હતી અને જનજીવનને અસર પહોંચી છે.
મુખ્ય હાઈવે બંધ થતાં મુસાફરો અટવાયા
વાદળ ફાટ્યા બાદ પહાડોમાંથી મોટાપાયે કાદવ, પથ્થરો અને કાટમાળ નીચે આવતા કિશ્તવાડ-થાથરી હાઇવે સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. માર્ગ અવરોધિત થતાં સેંકડો મુસાફરો અને સ્થાનિક લોકો રસ્તા પર જ ફસાઈ ગયા હતા. વાહનવ્યવહાર ખોરવાતા અનેક વાહનો લાંબા સમય સુધી અટવાયેલા રહ્યા હતા.
રાહત અને બચાવ કામગીરી તેજ
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટીતંત્ર, આપત્તિ વ્યવસ્થાપન વિભાગ અને રાહત ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જેસીબી અને અન્ય ભારે મશીનોની મદદથી માર્ગ પરથી કાટમાળ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સાથે જ ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવા માટે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
ભૂસ્ખલનનો વધ્યો ખતરો
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સતત વરસાદ અને વાદળ ફાટવાની ઘટનાને કારણે વિસ્તારમાં ભૂસ્ખલનનો ખતરો પણ વધી ગયો છે. કિશ્તવાડ-ઠઠરી માર્ગ માત્ર સ્થાનિક લોકો માટે જ નહીં પરંતુ વ્યૂહાત્મક દ્રષ્ટિએ પણ મહત્વનો માર્ગ માનવામાં આવે છે. માર્ગ પર ટનબંધ કાટમાળ જમા થઈ જતાં આગામી દિવસોમાં અવરજવરને અસર થવાની શક્યતા છે.
તંત્ર દ્વારા એલર્ટ જાહેર
વહીવટી તંત્રે સમગ્ર વિસ્તારમાં એલર્ટ જાહેર કરીને લોકોને સાવચેતી રાખવાની અપીલ કરી છે. ખાસ કરીને પહાડી વિસ્તારો, નદી-નાળા અને ભૂસ્ખલનની સંભાવના ધરાવતા વિસ્તારોમાં ન જવા સૂચના આપવામાં આવી છે.
- Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAGRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276





