અમદાવાદ જિલ્લામાં વસતી ગણતરીની કામગીરીનો પ્રારંભ

*અમદાવાદ જિલ્લામાં વસતી ગણતરીની કામગીરીનો પ્રારંભ*
*****
*ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર શ્રી વિદેહ ખરેએ જિલ્લામાં વસતી ગણતરી કામગીરીની રૂપરેખા રજૂ કરી*
*****
*જિલ્લામાં જનગણના માટે ૨,૪૬૦ ગણતરીદારો અને ૩૯૯ સુપરવાઇઝરોની નિમણૂંક કરાઈ :-ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરે*
*****
ગુજરાત રાજ્યમાં ૧ જૂનથી વસ્તી ગણતરી પ્રક્રિયાનો વિધિવત પ્રારંભ થયો છે. અમદાવાદ જિલ્લામાં પણ આજથી વસતી ગણતરી-૨૦૨૭ની પ્રક્રિયાનો પ્રારંભ થતા અમદાવાદના ઇન્ચાર્જ જિલ્લા કલેકટર શ્રી વિદેહ ખરેએ જિલ્લામાં વસતી ગણતરીની કામગીરી અંગેની તૈયારીઓ અને આયોજનો અંગે વિગતો રજૂ કરી હતી.

શ્રી વિદેહ ખરેએ જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વસતી ગણતરીની કામગીરીને સુચારુ, સચોટ અને પારદર્શી રીતે પૂર્ણ કરવા માટે તમામ આગોતરી તૈયારીઓ, મેપિંગ અને સઘન તાલીમ પ્રક્રિયાઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, અમદાવાદ જિલ્લામાં વસતી ગણતરીની કામગીરીને આખરી ઓપ આપી દેવાયો છે. અમદાવાદ જિલ્લામાં કુલ ૦૯ તાલુકાઓ અને ૦૬ નગરપાલિકાઓ હેઠળ વહીવટી આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર જિલ્લામાં જનગણના માટે કુલ ૨,૫૧૮ બ્લોક તૈયાર કરવામાં આવ્યા છે. વસતી ગણતરીના સુચારુ સંચાલન માટે ક્ષેત્ર સ્તરે કુલ ૨,૪૬૦ ગણતરીદારો અને ૩૯૯ સુપરવાઇઝરોની નિમણૂંક કરવામાં આવી છે.

જિલ્લાના નાગરિકોને અનુરોધ કરતા ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે આ વખતે દેશમાં સૌપ્રથમ વખત ડિજિટલ વસ્તી ગણતરીની પહેલ લાગુ કરવામાં આવી છે. જ્યારે વસ્તી ગણતરીદાર આપના ઘરે આવે ત્યારે આપની લાગુ પડતી તમામ સાચી માહિતી વસ્તી ગણતરીદાર સમક્ષ રજૂ કરશો. જેથી સાચી માહિતી અને સાચા આંકડાઓ થકી આ વસ્તી ગણતરી પ્રક્રિયાને સફળ બનાવી શકાય અને આવનારા સમયમાં સરકારી યોજનાઓ અને સરકારી જનઅભિયાનોને વધુ અસરકારક બનાવી શકાય.

સ્વ-ગણતરી કરનારા નાગરિકોને વિનંતી કરતા ઇન્ચાર્જ જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે જે નાગરિકોએ સ્વ-ગણતરી કરી છે તેમણે વસ્તી ગણતરીદારને પોતાનો સેલ્ફ એન્યુમેરેશન આઈડી આપવાનો રહેશે, જેથી તેમની વસ્તી ગણતરીની પ્રક્રિયા પૂર્ણ કરી શકાય.

*********

  • Related Posts

    Morbi Sahil Majothi Ukraine Prisoner Release : 13 મહિનાથી યુક્રેનની જેલમાં કેદ મોરબીના યુવાન માટે આશાનું કિરણ..

    Ukraineમાં 13 મહિનાથી કેદ મોરબીના સાહિલ માજોથીની મુક્તિની આશા જાગી! વકીલ દીપા જોસેફ યુક્રેન પહોંચ્યાં, બ્રિગેડિયર જનરલે કહ્યું – ભારત સરકાર સંપર્ક કરે તો મુક્તિ માટે તૈયાર Ukraineની જેલમાં બંધ મોરબીના યુવાન સાહિલ માજોથીને સ્વદેશ પરત લાવવા માટે પ્રયાસો તેજ બન્યા છે. સુપ્રીમ કોર્ટનાં વકીલ દીપા જોસેફે યુક્રેન પહોંચીને ભારતીય રાજદૂત અને યુદ્ધકેદીઓના મામલાઓ સંભાળતા બ્રિગેડિયર જનરલ સાથે મુલાકાત કરી છે. વકીલના જણાવ્યા અનુસાર, યુક્રેનના અધિકારીઓએ સાહિલની મુક્તિ અંગે સકારાત્મક વલણ દર્શાવ્યું છે અને ભારત સરકાર તરફથી સત્તાવાર સંપર્ક તથા સંકલનની રાહ જોઈ રહ્યા છે. અહેવાલ: રફીક અજમેરી મોરબીના એક યુવાનને Ukraineની કસ્ટડીમાંથી મુક્ત કરાવી સ્વદેશ પરત લાવવાના પ્રયાસોમાં હવે નવી આશા જાગી છે. મોરબીનો યુવાન સાહિલ માજોથી છેલ્લા આશરે 13 મહિનાથી Ukraineની જેલમાં બંધ હોવાનું…

    સુરેન્દ્રનગર Police પરિવારમાં નવા વર્ષની અનોખી ઉજવણી: SP પ્રેમસુખ ડેલુના નિવાસસ્થાને યોજાયું સ્નેહમિલન, પોલીસ પરિવાર એકસાથે મળ્યો

    B india સુરેન્દ્રનગર : નવા વર્ષના પાવન અવસર નિમિત્તે સુરેન્દ્રનગર Police પરિવારમાં સ્નેહ, સૌહાર્દ અને આત્મીયતાનો માહોલ જોવા મળ્યો હતો. સુરેન્દ્રનગરના Police અધિક્ષક (SP) શ્રી પ્રેમસુખ ડેલુના નિવાસસ્થાને પોલીસ પરિવારના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં Police પરિવારના સભ્યો એકત્રિત થયા હતા અને એકબીજાને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. ફરજની સતત વ્યસ્તતા વચ્ચે Police પરિવારના સભ્યોને એકબીજા સાથે સમય વિતાવવાની અને આનંદની પળો માણવાની સુંદર તક મળી હતી. SP પ્રેમસુખ ડેલુના નિવાસસ્થાને યોજાયું સ્નેહમિલન નવા વર્ષની શરૂઆત હંમેશાં નવી આશાઓ, નવા સંકલ્પો અને ખુશીઓ સાથે કરવામાં આવે છે. ત્યારે સુરેન્દ્રનગર પોલીસ પરિવાર દ્વારા પણ નવા વર્ષના અવસરને યાદગાર બનાવવા માટે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન સુરેન્દ્રનગરના પોલીસ અધિક્ષક શ્રી…