ગુજરાતમાં વરસાદની આગાહી: ખેડૂતો માટે રાહતના સમાચાર, 3 દિવસ મેઘરાજાની મહેર

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. રાજ્યમાં આગામી દિવસોમાં વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 30 મેથી 1 જૂન દરમિયાન ગુજરાતના અનેક જિલ્લાઓમાં પ્રી-મોન્સૂન વરસાદ વરસી શકે છે.

તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો શક્ય
હાલ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ યથાવત્ છે, પરંતુ આગામી ત્રણ દિવસ બાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાઈ શકે છે. જેના કારણે લોકોને ગરમી અને ઉકળાટમાંથી થોડી રાહત મળશે.

30 મેથી વરસાદી માહોલની શરૂઆત
હવામાન વિભાગ અનુસાર મે મહિનાના અંતિમ દિવસોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી સક્રિય બનશે. 30 મેના રોજ સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. ત્યારબાદ 31 મેના રોજ દાહોદ અને પંચમહાલ સહિત વધુ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.

1 જૂને 9 જિલ્લાઓમાં વરસાદની આગાહી
1 જૂનના રોજ વરસાદી સિસ્ટમ વધુ સક્રિય બનવાની શક્યતા છે. રાજ્યના 9 જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં:
– બનાસકાંઠા
– સાબરકાંઠા
– અરવલ્લી
– મહીસાગર
– દાહોદ
– પંચમહાલ
– છોટાઉદેપુર
– અમરેલી
– ભાવનગર
જિલ્લાઓનો સમાવેશ થાય છે.

ખેડૂતો માટે સારા સમાચાર
આ પ્રી-મોન્સૂન વરસાદ ખેડૂતો માટે લાભદાયી સાબિત થઈ શકે છે. વાવણી પહેલા જમીનમાં ભેજ વધવાથી ખેતી માટે અનુકૂળ પરિસ્થિતિ ઊભી થશે. સાથે જ ગરમીથી પરેશાન લોકોને પણ રાહત મળશે.

દેશભરમાં ચોમાસું આગળ વધી રહ્યું છે
હવામાન વિભાગના જણાવ્યા મુજબ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હાલ માલદીવ, કોમોરિન વિસ્તાર, દક્ષિણ બંગાળની ખાડી અને આંદામાન સમુદ્ર તરફ આગળ વધી રહ્યું છે. આગામી થોડા દિવસોમાં ચોમાસું વધુ વિસ્તારોને આવરી લે તેવી શક્યતા છે.

આ ઉપરાંત પંજાબથી પશ્ચિમ પાકિસ્તાન અને ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર સુધી સક્રિય બનેલી વેધર ટ્રફના કારણે ઉત્તર-પશ્ચિમ ભારતના હવામાનમાં પણ ફેરફાર જોવા મળી શકે છે.

 

 

  • Related Posts

    સુરેન્દ્રનગર Police પરિવારમાં નવા વર્ષની અનોખી ઉજવણી: SP પ્રેમસુખ ડેલુના નિવાસસ્થાને યોજાયું સ્નેહમિલન, પોલીસ પરિવાર એકસાથે મળ્યો

    B india સુરેન્દ્રનગર : નવા વર્ષના પાવન અવસર નિમિત્તે સુરેન્દ્રનગર Police પરિવારમાં સ્નેહ, સૌહાર્દ અને આત્મીયતાનો માહોલ જોવા મળ્યો હતો. સુરેન્દ્રનગરના Police અધિક્ષક (SP) શ્રી પ્રેમસુખ ડેલુના નિવાસસ્થાને પોલીસ પરિવારના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં Police પરિવારના સભ્યો એકત્રિત થયા હતા અને એકબીજાને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. ફરજની સતત વ્યસ્તતા વચ્ચે Police પરિવારના સભ્યોને એકબીજા સાથે સમય વિતાવવાની અને આનંદની પળો માણવાની સુંદર તક મળી હતી. SP પ્રેમસુખ ડેલુના નિવાસસ્થાને યોજાયું સ્નેહમિલન નવા વર્ષની શરૂઆત હંમેશાં નવી આશાઓ, નવા સંકલ્પો અને ખુશીઓ સાથે કરવામાં આવે છે. ત્યારે સુરેન્દ્રનગર પોલીસ પરિવાર દ્વારા પણ નવા વર્ષના અવસરને યાદગાર બનાવવા માટે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન સુરેન્દ્રનગરના પોલીસ અધિક્ષક શ્રી…

    નોટબંધીનાં 10 વર્ષઃ Cashless ભારતનું સપનું અને રોકડની હકીકત!

    -> ડિજિટલ પેમેન્ટમાં ઐતિહાસિક ઉછાળો, UPIએ બદલી નાખી નાણાંની લેવડદેવડની રીત; છતાં દેશમાં રોકડનું ચલણ ઘટવાને બદલે અનેકગણું વધ્યું : 8 નવેમ્બર, 2016ની રાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂ. 500 અને રૂ. 1,000ની જૂની ચલણી નોટો બંધ કરવાની જાહેરાત કરી ત્યારે સમગ્ર દેશમાં જાણે આર્થિક ભૂકંપ આવ્યો હતો. કાળાં નાણાં પર પ્રહાર, નકલી ચલણનો અંત, આતંકવાદી ફંડિંગ પર રોક અને ડિજિટલ અર્થતંત્રને પ્રોત્સાહન જેવા મોટા હેતુઓ સાથે નોટબંધીનો નિર્ણય લેવાયો હતો. બેંકોની બહાર લાંબી કતારો, રોકડની અછત અને સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓ વચ્ચે શરૂ થયેલી આ ઐતિહાસિક કવાયતને આજે દસ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યાં છે. આટલા વર્ષોમાં ભારતે UPI અને ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે, Cashless પરંતુ બીજી તરફ રોકડના ચલણમાં પણ મોટો વધારો થયો…