ટ્વિશા શર્મા કેસ: પતિ સમર્થ સિંહનું જબલપુર કોર્ટમાં આત્મસમર્પણ

ટ્વિશા શર્માના શંકાસ્પદ મૃત્યુ કેસમાં ફરાર રહેલા તેમના પતિ સમર્થ સિંહ એ જબલપુર જિલ્લા કોર્ટમાં આત્મસમર્પણ કર્યું છે. સમર્થ સિંહ પર ભોપાલ પોલીસ દ્વારા 30 હજાર રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું.

આગોતરા જામીન અરજી પાછી ખેંચ્યા બાદ આત્મસમર્પણ
સમર્થ સિંહના વકીલ જયદીપ કૌરવે જણાવ્યું હતું કે આગોતરા જામીન અરજી પાછી ખેંચ્યા બાદ સમર્થે કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરવાનો નિર્ણય લીધો હતો. કોર્ટમાં હાજર થતી વખતે સમર્થે પોતાની ઓળખ છુપાવવા માસ્ક અને ટોપી પહેરી હતી.
પત્રકારોએ ટ્વિશા શર્માના મૃત્યુ અને તેના સામેના આરોપોને લઈને પ્રશ્નો પૂછ્યા હતા, પરંતુ સમર્થ સિંહે કોઈ જવાબ આપ્યો નહોતો.

હાઈકોર્ટ તરફથી આપવામાં આવ્યો હતો વિકલ્પ
મધ્યપ્રદેશ હાઈકોર્ટે સમર્થ સિંહને કોર્ટ અથવા પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરવાનો વિકલ્પ આપ્યો હતો. ત્યારબાદ સમર્થે જબલપુર કોર્ટમાં હાજરી આપી હતી. ભોપાલ પોલીસે તેની ધરપકડ માટે માહિતી આપનારને 30 હજાર રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું અને પાસપોર્ટ રદ કરવાની કાર્યવાહી પણ શરૂ કરી હતી.

ટ્વિશાના પરિવારના ગંભીર આક્ષેપ
ટ્વિશા શર્માના પરિવારજનોએ સમર્થ સિંહ અને તેના પરિવાર પર ગંભીર આરોપો લગાવ્યા છે. ટ્વિશાના કાકા લોકેશ શર્માએ આરોપ લગાવ્યો કે સમર્થે એવું સ્થળ પસંદ કર્યું જ્યાં તેના પ્રભાવશાળી સંબંધો હોઈ શકે.
પરિવારનો દાવો છે કે સમર્થ સિંહ કાનૂની પ્રક્રિયા અને સિસ્ટમ અંગે સારી જાણકારી ધરાવે છે અને તેને પ્રભાવિત કરવાનો પ્રયાસ થઈ શકે છે.

“આ ન્યાય તરફનું પહેલું પગલું”
ટ્વિશાના ભાઈ મેજર હર્ષિત શર્માએ સમર્થના આત્મસમર્પણને ન્યાય માટેનું પહેલું પગલું ગણાવ્યું છે. તેમણે કહ્યું કે લોકોના દબાણ અને કાયદાની કાર્યવાહી બાદ સમર્થને બહાર આવવું પડ્યું છે.

શું છે સમગ્ર મામલો?
ભોપાલ ના કટારા હિલ્સ વિસ્તારમાં 12 મેના રોજ ટ્વિશા શર્મા પોતાના સાસરિયાના ઘરે ફાંસી પર લટકતી હાલતમાં મળી આવી હતી. 33 વર્ષીય મોડેલ-અભિનેત્રીના પરિવારે આ ઘટનાને હત્યા ગણાવી સાસરિયાઓ સામે ગંભીર આરોપો લગાવ્યા છે.
ટ્વિશાનું પોસ્ટમોર્ટમ એઈમ્સ ભોપાલમાં કરવામાં આવ્યું હતું, પરંતુ પરિવારે પોસ્ટમોર્ટમ પ્રક્રિયા પર સવાલો ઉઠાવી ફરી પોસ્ટમોર્ટમ કરવાની માંગ કરી છે.

 

 

  • Related Posts

    કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુનું રાજીનામું, રાષ્ટ્રપતિએ તાત્કાલિક અસરથી સ્વીકાર્યું

    કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુએ પોતાના મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સલાહ બાદ રવનીત સિંહ બિટ્ટુનું રાજીનામું તાત્કાલિક અસરથી સ્વીકારી લીધું…

    NEET પેપર લીક વિવાદ વચ્ચે કિરણ બેદીનું નિવેદન ચર્ચામાં, કહ્યું- ‘વિદ્યાર્થીઓ રસ્તા પર આવે એ પહેલાં સિસ્ટમને સાંભળવું પડશે’

    NEET પેપર લીક વિવાદને લઈને દેશભરમાં ચાલી રહેલી ચર્ચા વચ્ચે પૂર્વ IPS અધિકારી અને પુડુચેરીના પૂર્વ ઉપરાજ્યપાલ કિરણ બેદીનું નિવેદન ચર્ચામાં આવ્યું છે. જંતર-મંતરથી શરૂ થયેલા કોકરોચ જનતા પાર્ટી (CJP)ના…