અમદાવાદ એરપોર્ટ પર 45 કરોડનું હેરોઇન ઝડપાયું, કેરળના મુસાફરની ધરપકડ

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે ડ્રગ્સ હેરાફેરીના મોટા કેસનો પર્દાફાશ કર્યો છે. મલેશિયાના કુઆલાલંપુરથી આવેલી ફ્લાઇટમાં મુસાફરી કરનાર એક વ્યક્તિ પાસેથી અંદાજે 9.30 કિલોગ્રામ હેરોઇનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આશરે ₹45 થી ₹50 કરોડ જેટલી હોવાનું અનુમાન છે.

હેન્ડ બેગની તપાસમાં ખુલ્યો કેસ
શંકાસ્પદ મુસાફરના હેન્ડ બેગના એક્સ-રે સ્ક્રીનિંગ દરમિયાન અધિકારીઓને શંકાસ્પદ છબીઓ જોવા મળી હતી. ત્યારબાદ બેગની વિગતવાર તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન “ફૂડ સપ્લિમેન્ટ” અને “કોકોનટ ફ્લેવર”ના લેબલવાળા પેકેટ મળ્યા હતા. પરંતુ તેને ખોલતા અંદરથી સફેદ પાવડર અને દાણાદાર પદાર્થ મળી આવ્યો હતો. FSLની પ્રાથમિક તપાસમાં તે હેરોઇન હોવાનું પુષ્ટિ થયું હતું.

કેરળના આરોપીની ધરપકડ
કસ્ટમ્સ વિભાગે NDPS Act, 1985 હેઠળ ગુનો નોંધ્યો છે અને આરોપીની ધરપકડ કરી છે. આરોપી મૂળ કેરળના વાયનાડનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક પૂછપરછ મુજબ, મલેશિયાના કુઆલાલંપુરની એક હોટેલમાં એક અજાણી મહિલાએ તેને આ ડ્રગ્સનો જથ્થો આપ્યો હતો અને આ કામ બદલ તેને મોટી રકમ ચૂકવવામાં આવી હતી.

દિલ્હી સુધી પહોંચાડવાનો હતો જથ્થો
તપાસમાં જાણવા મળ્યું છે કે આ ડ્રગ્સનો જથ્થો અમદાવાદથી દિલ્હી પહોંચાડવાનો હતો. હવે કસ્ટમ્સ વિભાગ સમગ્ર આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક સુધી પહોંચવા માટે તપાસ આગળ ધપાવી રહી છે. દિલ્હીમાં આ જથ્થો કોને પહોંચાડવાનો હતો અને આ પાછળ કયો સિન્ડિકેટ કાર્યરત છે તેની પણ તપાસ ચાલી રહી છે. સાથે જ આરોપીના બેંક ટ્રાન્ઝેક્શન અને સંપર્કોની પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

એરપોર્ટ પર સુરક્ષા વધુ કડક
છેલ્લા કેટલાક દિવસોમાં અમદાવાદ એરપોર્ટ પર ડ્રગ્સ સંબંધિત બે મોટા કેસ સામે આવ્યા છે. એક દિવસ પહેલાં જ થાઇલેન્ડથી આવેલા એક મુસાફર પાસેથી પણ 6.54 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપાયો હતો. આ સતત ઘટનાઓને ધ્યાનમાં રાખીને કસ્ટમ્સ અને સુરક્ષા એજન્સીઓએ એરપોર્ટ પર સર્વેલન્સ અને ચેકિંગ વધુ કડક બનાવ્યું છે.

 

 

  • Related Posts

    Gujaratમાં કોમ્પ્રેસ્ડ બાયો ગેસ પ્લાન્ટનો વ્યાપ વધારવા મહત્વપૂર્ણ બેઠક, જાપાન આપશે નાણાકીય અને ટેકનિકલ સહાય Core Growth 2026

    Gujaratમાં કોમ્પ્રેસ્ડ બાયો ગેસ પ્લાન્ટનો વ્યાપ વધારવા મહત્વપૂર્ણ બેઠક, જાપાન આપશે નાણાકીય અને ટેકનિકલ સહાય ગાંધીનગર: Gujaratમાં સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા તેમજ પર્યાવરણપ્રિય અને વૈકલ્પિક ઊર્જાના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી રહી છે. રાજ્યમાં સહકારી ડેરીઓના માધ્યમથી કોમ્પ્રેસ્ડ બાયો ગેસ (CBG) પ્લાન્ટનો વ્યાપ વધારવા અંગે ગાંધીનગર ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં Gujarat સરકારના મંત્રીઓ, ઉચ્ચ અધિકારીઓ તેમજ જાપાનના પ્રતિનિધિમંડળે ભાગ લીધો હતો. બેઠકમાં જાપાનની સુઝુકી મોટર કોર્પોરેશન અને જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (JICA) દ્વારા Gujaratમાં બાયો ગેસ પ્લાન્ટના વિસ્તરણ માટે નાણાકીય અને ટેકનિકલ સહાય પૂરી પાડવા અંગે વિસ્તૃત પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. બેઠક દરમિયાન આ પ્રસ્તાવ અંગે પ્રાથમિક અને સકારાત્મક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.આગામી સમયમાં Gujarat સરકાર, સુઝુકી અને…

    PMJVK નીરજા ગુપ્તાનું રાજીનામું અને 14 કરોડ પરત: રજિસ્ટ્રારની માગ સાથે ૨૪મીએ NSUIનું યુનિવર્સિટી બંધનું એલાન Big Revolt

    નીરજા ગુપ્તાનું PMJVKના PI પદેથી રાજીનામું, ₹14 કરોડથી વધુ પરત; રજિસ્ટ્રારના રાજીનામાની માગ સાથે 24મીએ NSUIનું યુનિવર્સિટી બંધનું એલાન અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા સાથે જોડાયેલા PMJVK પ્રોજેક્ટની ગ્રાન્ટને લઈને ચાલી રહેલા વિવાદમાં વધુ એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે. પૂર્વ કુલપતિએ PMJVK પ્રોજેક્ટના પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર (PI) પદેથી રાજીનામું આપ્યું છે. સાથે જ ગુજરાત યુનિવર્સિટીને ₹14 કરોડથી વધુની રકમ પરત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં તપાસ ચાલી રહી છે. બીજી તરફ, આ મુદ્દે વિદ્યાર્થી સંગઠન NSUI દ્વારા વિરોધ વધુ તેજ કરવામાં આવ્યો છે. સંગઠને ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રારના રાજીનામાની માગ કરી છે અને 24 સપ્ટેમ્બરે ગુજરાત યુનિવર્સિટી બંધનું એલાન આપ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. -> PMJVK…