મોંઘવારીનો વધુ એક ઝટકો: અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર ₹2નો વધારો

Gujarat Cooperative Milk Marketing Federation દ્વારા સંચાલિત Amul એ દૂધના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. નવા દર મુજબ હવે અમૂલ દૂધ પ્રતિ લિટર ₹2 મોંઘું મળશે. વધારેલા ભાવ 14 મે 2026ની મધરાતથી સમગ્ર દેશમાં લાગુ થશે.

મુખ્ય વેરિઅન્ટના ભાવમાં વધારો
અમૂલ દ્વારા કરવામાં આવેલો ભાવ વધારો વિવિધ મુખ્ય દૂધ વેરિઅન્ટ અને પેક પર લાગુ પડશે. ફેડરેશનના જણાવ્યા અનુસાર આ વધારો અંદાજે 2.5% થી 3.5% જેટલો છે, જે વર્તમાન ખાદ્ય ફુગાવાની સરેરાશ કરતાં ઓછો હોવાનું કહેવાયું છે. નોંધનીય છે કે અમૂલ દૂધના ભાવમાં છેલ્લો વધારો મે 2025માં કરવામાં આવ્યો હતો.

શા માટે વધ્યા દૂધના ભાવ?
GCMMF અનુસાર પશુપાલકોના ઉત્પાદન ખર્ચમાં સતત વધારો થવાના કારણે આ નિર્ણય લેવાયો છે.

છેલ્લા એક વર્ષ દરમિયાન:
– પશુ આહારના ભાવમાં વધારો
– દૂધ પેકેજિંગ ફિલ્મ મોંઘી થવી
– બળતણ અને પરિવહન ખર્ચ વધવો
જેવા કારણોસર દૂધ ઉત્પાદન ખર્ચમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. સહકારી સંસ્થાએ ખેડૂતોને ચૂકવાતા ભાવમાં પણ પ્રતિ કિલો ફેટ દીઠ અંદાજે ₹30નો વધારો કર્યો હોવાનું જણાવ્યું છે.

‘ગ્રાહકોના પૈસા સીધા ખેડૂતો સુધી પહોંચે છે’
અમૂલનું કહેવું છે કે ગ્રાહકો પાસેથી મળતા દરેક ₹1માંથી આશરે 80 પૈસા સીધા દૂધ ઉત્પાદકોને આપવામાં આવે છે. આ ભાવ વધારાનો મોટો લાભ પણ લાખો પશુપાલકોને મળશે. ફેડરેશન મુજબ દેશમાં આશરે 36 લાખ દૂધ ઉત્પાદકો આ સહકારી માળખા સાથે જોડાયેલા છે અને વધારેલી આવક તેમને પશુપાલન વ્યવસાય ચાલુ રાખવામાં મદદરૂપ બનશે.

મધ્યમ વર્ગના બજેટ પર અસર
દૂધના ભાવમાં થયેલા વધારાની સીધી અસર સામાન્ય પરિવારોના માસિક બજેટ પર પડી શકે છે. સાથે જ ચા, કોફી, મીઠાઈ અને અન્ય ડેરી ઉત્પાદનો પણ મોંઘા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અર્થતંત્રના નિષ્ણાતોનું માનવું છે કે દૂધના વધેલા ભાવ ખાદ્ય ફુગાવા પર પણ અસર કરી શકે છે.

અમૂલનો ટર્નઓવર વધ્યો
GCMMF એ નાણાકીય વર્ષ દરમિયાન આશરે ₹73,450 કરોડનો ટર્નઓવર નોંધાવ્યો છે, જે ગયા વર્ષની સરખામણીએ 11 ટકા કરતાં વધુ વૃદ્ધિ દર્શાવે છે. ડેરી ઉત્પાદનોની વધતી માંગ વચ્ચે અમૂલનો વ્યવસાય સતત મજબૂત બની રહ્યો છે, છતાં વધતા ઉત્પાદન ખર્ચને ધ્યાનમાં રાખીને કંપનીએ ફરી ભાવ વધારો કર્યો છે.

 

 

  • Related Posts

    Gandhinagar : ભાજપમાં ‘નો રિપીટ થીયરી’ નહીં, નવા ચહેરાઓ પર દાવ: 10થી 12 વર્તમાન કોર્પોરેટરોને ફરી ટિકિટ મળવાની શક્યતા

    Gandhinagar : ભાજપમાં ‘નો રિપીટ થીયરી’ નહીં, નવા ચહેરાઓ પર દાવ: 10થી 12 વર્તમાન કોર્પોરેટરોને ફરી ટિકિટ મળવાની શક્યતા Gandhinagar મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. 11 વોર્ડની કુલ 44 બેઠકો માટે 11 ઓક્ટોબરે મતદાન યોજાવાનું છે, જ્યારે 13 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે. ચૂંટણી કાર્યક્રમ જાહેર થયા બાદ હવે ભાજપ સહિત તમામ રાજકીય પક્ષોમાં ઉમેદવારોની પસંદગીને લઈને અંતિમ તબક્કાની ચર્ચાઓ ચાલી રહી છે.આ દરમિયાન ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં Gandhinagar મનપાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી અંગે મંથન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. અહેવાલો મુજબ ભાજપ આ વખતે સંપૂર્ણ ‘નો રિપીટ થીયરી’ અપનાવવાને બદલે મોટા ભાગના વોર્ડમાં નવા ચહેરાઓને તક આપવાની દિશામાં આગળ વધી શકે છે. -> 44 બેઠકો માટે 700થી વધુ દાવેદારો :…

    Sola સિવિલમાં એક જ દિવસમાં 13 જટિલ ઓર્થોપેડિક સર્જરી સફળ, PMJAY-MA હેઠળ દર્દીઓને વિનામૂલ્યે સારવાર

    Sola સિવિલમાં એક જ દિવસમાં 13 જટિલ ઓર્થોપેડિક સર્જરી સફળ, PMJAY-MA હેઠળ દર્દીઓને વિનામૂલ્યે સારવાર અમદાવાદની  Sola GMERS મેડિકલ કોલેજ અને Sola સિવિલ હોસ્પિટલ ખાતે તબીબી ક્ષેત્રે વધુ એક નોંધપાત્ર કામગીરી સામે આવી છે. હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગ દ્વારા 23 સપ્ટેમ્બર 2026ના રોજ એક જ દિવસમાં કુલ 13 જેટલી જટિલ ઓર્થોપેડિક સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી હતી. આ તમામ સર્જરીઓ દરમિયાન દર્દીઓની સલામતી, સારવારની ગુણવત્તા અને આધુનિક તબીબી પદ્ધતિઓને પ્રાથમિકતા આપવામાં આવી હતી. Sola સિવિલ હોસ્પિટલમાં થયેલી આ સર્જરીઓમાં વિવિધ પ્રકારની જટિલ અને પડકારજનક ઓર્થોપેડિક પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. જેમાં 3 ટોટલ ની-રિપ્લેસમેન્ટ, 1 યુનિકોન્ડાઇલર ની-રિપ્લેસમેન્ટ, સ્કેફોઇડ નોન-યુનિયન માટે બોન ગ્રાફ્ટ તથા ફિક્સેશન ઉપરાંત વિવિધ પ્રકારની ગંભીર ટ્રોમા સર્જરી કરવામાં આવી હતી. -> PMJAY-MA યોજના હેઠળ વિનામૂલ્યે સારવાર : આ…