કેરેબિયન ક્રૂઝ પર નોરોવાયરસનો ફેલાવો, 100થી વધુ લોકો બીમાર

વિશ્વ હજુ હંતાવાયરસના ખતરાને લઈને સતર્ક છે ત્યાં હવે નોરોવાયરસના વધતા કેસોએ આરોગ્ય એજન્સીઓની ચિંતા વધારી છે. અમેરિકાના ફ્લોરિડાથી રવાના થયેલા લક્ઝરી ક્રૂઝ શિપ ‘કેરેબિયન પ્રિન્સેસ’ પર નોરોવાયરસ ફેલાતા 115 લોકો બીમાર પડ્યા છે. અમેરિકાની આરોગ્ય એજન્સી CDC (સેન્ટર્સ ફોર ડિઝિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન) મુજબ, બીમાર થયેલા લોકોમાં 102 મુસાફરો અને 13 ક્રૂ મેમ્બર્સનો સમાવેશ થાય છે.

ઉલટી, ઝાડા અને પેટમાં દુખાવાના લક્ષણો
CDCના જણાવ્યા અનુસાર સંક્રમિત લોકોને ગંભીર ઉલટી, ઝાડા, પેટમાં દુખાવો અને નબળાઈ જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે. આ ક્રૂઝ શિપ 28 એપ્રિલે ફ્લોરિડાથી 13 દિવસની યાત્રા માટે નીકળ્યું હતું. જહાજ પર કુલ 3,116 મુસાફરો અને 1,131 ક્રૂ મેમ્બર્સ સવાર છે. જ્યારે બીમાર લોકોની સંખ્યા નિર્ધારિત મર્યાદાથી વધી ગઈ ત્યારે ક્રૂઝ પ્રશાસને સત્તાવાર રીતે આરોગ્ય અધિકારીઓને જાણ કરી હતી.

જહાજ પર સેનિટાઈઝેશન વધારાયું
વાયરસ વધુ ન ફેલાય તે માટે જહાજ પર સફાઈ અને સેનિટાઈઝેશનની કામગીરી તેજ કરવામાં આવી છે. કંપનીએ જણાવ્યું છે કે 11 મેના રોજ પોર્ટ કેનાવેરલ પહોંચ્યા બાદ સમગ્ર જહાજને સંપૂર્ણ રીતે ડિસઇન્ફેક્ટ કરવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા મુજબ, ઘણા મુસાફરો સારવાર બાદ સ્વસ્થ થઈ રહ્યા છે અને હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

શું છે નોરોવાયરસ?
નોરોવાયરસ એક અત્યંત ચેપી વાયરસ છે જે પેટ અને આંતરડામાં સોજો પેદા કરે છે. તે ખાસ કરીને દૂષિત ખોરાક, પાણી અથવા સંક્રમિત વ્યક્તિના સંપર્કથી ઝડપથી ફેલાય છે. વિશેષજ્ઞો મુજબ, ક્રૂઝ શિપ, હોટેલ, હોસ્ટેલ અથવા અન્ય બંધ અને ભીડભાડવાળી જગ્યાઓમાં આ વાયરસ ઝડપથી પ્રસરવાની શક્યતા વધારે રહે છે.

મુસાફરોને સાવચેત રહેવાની સલાહ
આરોગ્ય અધિકારીઓએ મુસાફરોને વારંવાર હાથ ધોવા, સ્વચ્છતા જાળવવા અને કોઈપણ લક્ષણ દેખાય તો તરત તબીબી મદદ લેવા અપીલ કરી છે.

 

 

  • Related Posts

    Jio True : મુકેશ અંબાણીની કંપનીનો સૌથી સસ્તો 5G પ્લાન, ₹198માં મળશે True5G ડેટા અને કોલિંગ Unlimited

    મુકેશ અંબાણીની કંપનીનો સૌથી સસ્તો 5G પ્લાન, ₹198માં મળશે True 5G ડેટા અને કોલિંગ નવી દિલ્હી: True  રિલાયન્સ જિયોના ગ્રાહકો માટે ઓછા બજેટમાં 5G કનેક્ટિવિટી મેળવવા માગતા હોય તો ₹198નો પ્રીપેડ રિચાર્જ પ્લાન ચર્ચામાં છે. આ પ્લાનમાં યોગ્ય ગ્રાહકોને અનલિમિટેડ Jio True 5G ડેટા સાથે દરરોજ 2GB હાઇ-સ્પીડ ડેટા, અનલિમિટેડ વોઇસ કોલિંગ અને દરરોજ 100 SMSની સુવિધા મળે છે. પ્લાનની વેલિડિટી 14 દિવસની છે. હાલના રિચાર્જ પ્લાન લિસ્ટિંગ મુજબ ₹198ને જિયોના સૌથી ઓછા ભાવવાળા True 5G Unlimited પ્લાન તરીકે દર્શાવવામાં આવી રહ્યો છે. જોકે અહીં એક મહત્વની શરત છે. અનલિમિટેડ 5Gનો લાભ દરેક પરિસ્થિતિમાં આપમેળે મળતો નથી. તેનો ઉપયોગ કરવા માટે 5G-સપોર્ટેડ ફોન, જિયોનું True 5G કવરેજ અને પ્લાનની પાત્રતા જરૂરી છે. જિયોની પોતાની માહિતી મુજબ…

    Indiaની જમીન, નદીઓ અને જંગલોની માલિકી કોની છે? બંધારણ શું કહે છે? Absolute Authority

    Indiaની જમીન, નદીઓ અને જંગલોની માલિકી કોની છે? બંધારણ શું કહે છે? India નવી દિલ્હી: કોઈ વ્યક્તિ જમીનનો એક નાનો ટુકડો ખરીદે છે. રજિસ્ટ્રી થાય છે, દસ્તાવેજો તેના નામે થાય છે અને ત્યારબાદ તે જમીનને પોતાની મિલકત તરીકે ઓળખાવે છે. પરંતુ અહીં એક મોટો બંધારણીય અને કાનૂની સવાલ ઊભો થાય છે—Indiaની જમીન, નદીઓ, જંગલો અને અન્ય કુદરતી સંસાધનોની આખરે માલિકી કોની છે? શું દેશની તમામ જમીન સરકારની છે? શું નદી કે જંગલ કોઈ વ્યક્તિ પોતાની ખાનગી મિલકત તરીકે ખરીદી શકે? અને જો સરકાર કોઈ ખાનગી જમીન કાયદા હેઠળ હસ્તગત કરી શકે છે, તો ખાનગી માલિકીના અધિકારની હદ કેટલી છે?આ સવાલનો જવાબ એક જ કલમમાં મળતો નથી. Indiaના બંધારણમાં મિલકતનો અધિકાર, રાજ્યની કાયદા બનાવવાની સત્તા, કુદરતી સંસાધનોનું…