થાઈલેન્ડમાં ચામાચીડિયામાં મળ્યો નવો કોરોનાવાયરસ, વૈજ્ઞાનિકો સતર્ક

કોરોનાની મહામારી બાદ દુનિયા હજુ સંપૂર્ણપણે સંભળી નથી ત્યાં હવે થાઈલેન્ડમાંથી એક નવા કોરોનાવાયરસને લઈને ચિંતાજનક માહિતી સામે આવી છે. તાજેતરમાં વૈજ્ઞાનિક જર્નલ Cellમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ, થાઈલેન્ડમાં ચામાચીડિયામાં એવો નવો વાયરસ મળી આવ્યો છે જે માનવ કોષોને સંક્રમિત કરવાની ક્ષમતા ધરાવી શકે છે. આ સંશોધન યુનિવર્સિટી ઓફ ટોક્યો સહિત અનેક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વૈજ્ઞાનિકોએ મળીને કર્યું છે. અભ્યાસમાં ચામાચીડિયામાં જોવા મળતા કોરોનાવાયરસના એક જૂથની ઓળખ કરવામાં આવી હતી, જેમાંથી એક વાયરસે ખાસ ચિંતા ઉભી કરી છે.

માનવ કોષોમાં પ્રવેશ કરવાની ક્ષમતા
વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ આ વાયરસ ACE2 રીસેપ્ટર્સ સાથે જોડાઈ શકે છે. આ જ પ્રકારના રીસેપ્ટર્સનો ઉપયોગ SARS-CoV-2 એટલે કે કોવિડ-19નો વાયરસ માનવ શરીરમાં પ્રવેશવા માટે કરતો હતો. એટલે સંશોધકો માને છે કે યોગ્ય પરિસ્થિતિમાં આ નવો વાયરસ માણસોને સંક્રમિત કરવાની ક્ષમતા વિકસાવી શકે છે. જોકે સંશોધકોએ સ્પષ્ટ કર્યું છે કે હાલમાં આ વાયરસ માનવોમાં ફેલાઈ રહ્યો હોવાના કોઈ પુરાવા નથી. આ શોધ માત્ર ભવિષ્યના સંભવિત જોખમ અંગેની વૈજ્ઞાનિક ચેતવણી તરીકે જોવામાં આવી રહી છે.

શું છે સાર્બેકોવાયરસ?
આ નવો વાયરસ ‘સાર્બેકોવાયરસ’ નામના કોરોનાવાયરસના પેટાજૂથમાં આવે છે. આ જ જૂથમાં 2003માં સાર્સ ફેલાવનાર SARS-CoV-1 અને કોરોના મહામારી સર્જનાર SARS-CoV-2નો સમાવેશ થાય છે. વિશ્વભરના વૈજ્ઞાનિકો વર્ષોથી ચામાચીડિયામાં રહેલા આવા વાયરસ પર અભ્યાસ કરી રહ્યા છે, કારણ કે મોટાભાગના નવા પ્રાણીજન્ય વાયરસનો સ્ત્રોત વન્યજીવો જ હોય છે.

ચામાચીડિયાની દેખરેખ કેમ જરૂરી?
વિશેષજ્ઞોના મતે ચામાચીડિયા અનેક પ્રકારના વાયરસના કુદરતી વહનકર્તા હોય છે. તેથી તેમની દેખરેખ રાખવાથી ભવિષ્યના આરોગ્ય જોખમોને વહેલા ઓળખવામાં મદદ મળે છે. સંશોધકોનું કહેવું છે કે આવા અભ્યાસોથી વાયરસ કેવી રીતે વિકસે છે, કેવી રીતે પ્રાણીઓમાંથી માણસોમાં ફેલાઈ શકે છે અને કયા વાયરસ વધુ જોખમી બની શકે તે સમજવામાં મદદ મળે છે.

હાલ ગભરાવાની જરૂર નથી
જાહેર આરોગ્ય નિષ્ણાતોએ લોકોને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે. તેમના જણાવ્યા મુજબ હાલમાં કોઈ નવી મહામારીનો ખતરો જાહેર કરવામાં આવ્યો નથી અને આ વાયરસથી માનવોમાં સંક્રમણ થયાના કોઈ કેસ નોંધાયા નથી. તેમ છતાં, કોવિડ-19 પછી વિશ્વભરમાં વૈજ્ઞાનિકો અને આરોગ્ય એજન્સીઓ વન્યજીવોમાં ફરતા વાયરસ પર વધુ નજીકથી નજર રાખી રહી છે, જેથી ભવિષ્યમાં કોઈ સંભવિત રોગચાળો ફેલાય તે પહેલાં જ જરૂરી પગલાં લઈ શકાય.

 

 

 

  • Related Posts

    Indiaની જમીન, નદીઓ અને જંગલોની માલિકી કોની છે? બંધારણ શું કહે છે? Absolute Authority

    Indiaની જમીન, નદીઓ અને જંગલોની માલિકી કોની છે? બંધારણ શું કહે છે? India નવી દિલ્હી: કોઈ વ્યક્તિ જમીનનો એક નાનો ટુકડો ખરીદે છે. રજિસ્ટ્રી થાય છે, દસ્તાવેજો તેના નામે થાય છે અને ત્યારબાદ તે જમીનને પોતાની મિલકત તરીકે ઓળખાવે છે. પરંતુ અહીં એક મોટો બંધારણીય અને કાનૂની સવાલ ઊભો થાય છે—Indiaની જમીન, નદીઓ, જંગલો અને અન્ય કુદરતી સંસાધનોની આખરે માલિકી કોની છે? શું દેશની તમામ જમીન સરકારની છે? શું નદી કે જંગલ કોઈ વ્યક્તિ પોતાની ખાનગી મિલકત તરીકે ખરીદી શકે? અને જો સરકાર કોઈ ખાનગી જમીન કાયદા હેઠળ હસ્તગત કરી શકે છે, તો ખાનગી માલિકીના અધિકારની હદ કેટલી છે?આ સવાલનો જવાબ એક જ કલમમાં મળતો નથી. Indiaના બંધારણમાં મિલકતનો અધિકાર, રાજ્યની કાયદા બનાવવાની સત્તા, કુદરતી સંસાધનોનું…

    GMDC : તત્કાલિન નરેન્દ્ર મોદી સરકારના નિર્ણયને ફેરવી તોળતી ભૂપેન્દ્ર પટેલની સરકાર ! GMDC ગ્રાઉન્ડમાં રૂપિયાથી પાસ ખરીદીને ગરબા રમવાની સલવતનો આક્ષેપ ! 1 Constructive

    તત્કાલિન નરેન્દ્ર મોદી સરકારના નિર્ણયને ફેરવી તોળતી ભૂપેન્દ્ર પટેલની સરકાર? GMDC ગ્રાઉન્ડમાં રૂપિયાથી પાસ ખરીદીને ગરબા રમવાની સુવિધાનો કોંગ્રેસનો આક્ષેપ અમદાવાદ GMDC : ગુજરાતની ઓળખ અને સાંસ્કૃતિક વારસાનો મહત્વનો હિસ્સો ગણાતા ગરબાને વિશ્વભરમાં પહોંચાડવા માટે ગુજરાત સરકાર અને ગુજરાત ટુરિઝમ દ્વારા વર્ષોથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે યોજાતો વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ પણ આ પરંપરાનો મહત્વનો ભાગ રહ્યો છે. જોકે, 2026ની નવરાત્રિ પહેલાં આ કાર્યક્રમમાં પ્રવેશ માટે પાસ અને ટિકિટની વ્યવસ્થા શરૂ થતાં રાજકીય વિવાદ ઊભો થયો છે. અહેવાલો અનુસાર, આ વર્ષે GMDC ગ્રાઉન્ડ ખાતે યોજાનારા વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં પ્રથમ દિવસ બાદ ચૂકવણી કરીને પ્રવેશ મેળવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાત ટુરિઝમની સોશિયલ મીડિયા પોસ્ટમાં પણ ખેલૈયાઓને પાસ બુક કરાવવા અને સવારે…