ભાવનગરમાં મોટી કાર્યવાહી: 5 બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઈ, પોલીસે શરૂ કરી તપાસ

ભાવનગરમાં પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ Special Operations Group (SOG)એ બાતમીના આધારે દરોડા પાડી પાંચ બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી પાડી છે. આ કાર્યવાહી બોર તલાવ વિસ્તારમાં કરવામાં આવી હતી.

ઝડપાયેલ મહિલાઓની ઓળખ પાખી ખાનમ (22), રીમા અખ્તર ઉર્ફે લીલી (35), લાખી બેગમ (35), સુબરના બેગમ (39) અને લેબીના ખાનમ (33) તરીકે થઈ છે. પોલીસે તેમની પાસેથી બાંગ્લાદેશી સીમકાર્ડ અને કેટલાક દસ્તાવેજો પણ કબજે કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

એસઓજી દ્વારા તમામ મહિલાઓને વધુ પૂછપરછ માટે એસપી ઓફિસ ખાતે લઈ જવાઈ છે. પોલીસ હવે તપાસ કરી રહી છે કે મહિલાઓ કેટલા સમયથી ગુજરાતમાં રહેતી હતી, તેઓ ક્યાં-ક્યાં ગઈ હતી અને આ મામલે અન્ય કોણ લોકો સંડોવાયેલા હોઈ શકે છે.

પ્રાથમિક પૂછપરછ દરમિયાન મહિલાઓ પાસે કોઈ માન્ય પાસપોર્ટ અથવા વિઝા ન હોવાનું સામે આવ્યું છે. મહિલાઓએ પોતે બાંગ્લાદેશી નાગરિક હોવાની કબૂલાત આપી હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે. પોલીસના મતે તપાસ આગળ વધતા આ મામલે વધુ મહત્વના ખુલાસા થવાની શક્યતા છે.

 

 

  • Related Posts

    થાઈલેન્ડની શાળામાં અંધાધૂંધ ગોળીબાર, હુમલાખોર સહિત 7ના મોત

    થાઈલેન્ડમાં ફરી એકવાર ગોળીબારની ગંભીર ઘટના સામે આવી છે. રાજધાની બેંગકોકને અડીને આવેલા નોન થાબુરી પ્રાંતના બેંગ ક્રૂઆઈ જિલ્લામાં આવેલી એક શાળામાં શુક્રવારે અચાનક અંધાધૂંધ ગોળીબાર થતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. દેબસિરિન નોનથાબુરી સ્કૂલમાં બનેલી આ ઘટનામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહિત કુલ 6 લોકોના મોત થયા હતા, જ્યારે ગોળીબાર કરનાર વિદ્યાર્થીએ બાદમાં પોતાને ગોળી મારી દેતાં મૃત્યુઆંક વધીને 7 થયો છે. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે બેંગકોકની વિવિધ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. ગોળીબારથી શાળામાં મચી અફરાતફરી પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, શાળામાં અચાનક ગોળીઓના અવાજો સંભળાયા બાદ વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ગભરાટ ફેલાયો હતો. ઘણા લોકો જીવ બચાવવા માટે સુરક્ષિત સ્થળે દોડી ગયા હતા. એક 18 વર્ષના વિદ્યાર્થીએ જણાવ્યું કે શરૂઆતમાં તેને…

    2026 પંજાબ ભાજપ અકાલી દળ ગઠબંધન : ભાજપ અને અકાલી દળનું ગઠબંધન ફરી થશે? પીએમ મોદી અને સુખબીર બાદલની મુલાકાત બાદ રાજકીય અટકળો તેજ

    પીએમ નરેન્દ્ર મોદી અને શિરોમણી અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલ વચ્ચે થયેલી મુલાકાત બાદ ભાજપ-અકાલી દળના ગઠબંધનને લઈને રાજકીય ચર્ચાઓ તેજ બની છે. જાણો સમગ્ર ઘટનાક્રમ અને તેની રાજકીય અસર. ભાજપ અને અકાલી દળનું ગઠબંધન ફરી શરૂ થશે? પીએમ મોદી-સુખબીર બાદલની મુલાકાત બાદ રાજકીય અટકળો તેજ પંજાબના રાજકારણમાં ફરી એકવાર મોટા ફેરફારની અટકળો તેજ બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શિરોમણી અકાલી દળ (SAD)ના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલ વચ્ચે થયેલી મુલાકાત બાદ ભાજપ અને અકાલી દળ વચ્ચે ફરીથી ગઠબંધન થઈ શકે તેવી ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં જોર પકડી રહી છે. બંને પક્ષ તરફથી આ મુલાકાત અંગે કોઈ સત્તાવાર રાજકીય જાહેરાત કરવામાં આવી નથી, તેમ છતાં આ બેઠકને લઈને અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે. એક સમય…