પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસા ફરી ભભૂકી, હાવડામાં બોમ્બ બ્લાસ્ટમાં ભાજપના 2 કાર્યકરો ઘાયલ

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ રાજકીય તણાવ સતત વધી રહ્યો છે. ગુરુવારે હાવડા જિલ્લાના શિવપુર વિસ્તારમાં બોમ્બ વિસ્ફોટની ઘટના સામે આવતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. આ ઘટનામાં ભાજપના બે કાર્યકરો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે.

માહિતી મુજબ, શિવપુર પોલીસ સ્ટેશન હેઠળ આવેલા ચૌરાબસ્તી વિસ્તારમાં બપોરે લગભગ 2:30 વાગ્યે અથડામણ સર્જાઈ હતી. ભાજપનો આરોપ છે કે સ્થાનિક તૃણમૂલ કોંગ્રેસ (TMC) નેતા શમીમ અહમદના સમર્થકોએ ભાજપ કાર્યકરો પર હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન પથ્થરમારો તેમજ દેશી બોમ્બ ફેંકાયા હોવાનું પણ જણાવાયું છે.

ઘટનાની જાણ થતાં જ પોલીસ દળ, કેન્દ્રીય સુરક્ષા દળ તેમજ ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT)ને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. સુરક્ષા દળોએ વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરીને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

ઘટનાના વિરોધમાં ભાજપ કાર્યકરોએ શિવપુર પોલીસ સ્ટેશન બહાર પ્રદર્શન કર્યું હતું અને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી હતી. હાલ સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ શાંતિ જોવા મળી રહી છે.

હાવડા સિટી પોલીસ કમિશનર અખિલેશ ચતુર્વેદીએ જણાવ્યું કે આ રાજકીય અથડામણનો મામલો છે. પોલીસ સમયસર પહોંચી જતા પરિસ્થિતિ વધુ બગડતી અટકાવી શકાઈ હતી. તેમણે જણાવ્યું કે ઘટનામાં સંડોવાયેલા લોકોની ઓળખ કરીને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

બીજી તરફ કાંથી વિસ્તારમાં પણ તૃણમૂલ કોંગ્રેસના નેતા ઉસ્માન ગનીના ઘરે બોમ્બ હુમલો થયાની ઘટના સામે આવી છે. આ હુમલાને કારણે રાજ્યમાં રાજકીય પરિસ્થિતિ વધુ ગરમાઈ ગઈ છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને હુમલાઓ પાછળ કોઈ રાજકીય કડી છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.

 

 

  • Related Posts

    Jio True : મુકેશ અંબાણીની કંપનીનો સૌથી સસ્તો 5G પ્લાન, ₹198માં મળશે True5G ડેટા અને કોલિંગ Unlimited

    મુકેશ અંબાણીની કંપનીનો સૌથી સસ્તો 5G પ્લાન, ₹198માં મળશે True 5G ડેટા અને કોલિંગ નવી દિલ્હી: True  રિલાયન્સ જિયોના ગ્રાહકો માટે ઓછા બજેટમાં 5G કનેક્ટિવિટી મેળવવા માગતા હોય તો ₹198નો પ્રીપેડ રિચાર્જ પ્લાન ચર્ચામાં છે. આ પ્લાનમાં યોગ્ય ગ્રાહકોને અનલિમિટેડ Jio True 5G ડેટા સાથે દરરોજ 2GB હાઇ-સ્પીડ ડેટા, અનલિમિટેડ વોઇસ કોલિંગ અને દરરોજ 100 SMSની સુવિધા મળે છે. પ્લાનની વેલિડિટી 14 દિવસની છે. હાલના રિચાર્જ પ્લાન લિસ્ટિંગ મુજબ ₹198ને જિયોના સૌથી ઓછા ભાવવાળા True 5G Unlimited પ્લાન તરીકે દર્શાવવામાં આવી રહ્યો છે. જોકે અહીં એક મહત્વની શરત છે. અનલિમિટેડ 5Gનો લાભ દરેક પરિસ્થિતિમાં આપમેળે મળતો નથી. તેનો ઉપયોગ કરવા માટે 5G-સપોર્ટેડ ફોન, જિયોનું True 5G કવરેજ અને પ્લાનની પાત્રતા જરૂરી છે. જિયોની પોતાની માહિતી મુજબ…

    Indiaની જમીન, નદીઓ અને જંગલોની માલિકી કોની છે? બંધારણ શું કહે છે? Absolute Authority

    Indiaની જમીન, નદીઓ અને જંગલોની માલિકી કોની છે? બંધારણ શું કહે છે? India નવી દિલ્હી: કોઈ વ્યક્તિ જમીનનો એક નાનો ટુકડો ખરીદે છે. રજિસ્ટ્રી થાય છે, દસ્તાવેજો તેના નામે થાય છે અને ત્યારબાદ તે જમીનને પોતાની મિલકત તરીકે ઓળખાવે છે. પરંતુ અહીં એક મોટો બંધારણીય અને કાનૂની સવાલ ઊભો થાય છે—Indiaની જમીન, નદીઓ, જંગલો અને અન્ય કુદરતી સંસાધનોની આખરે માલિકી કોની છે? શું દેશની તમામ જમીન સરકારની છે? શું નદી કે જંગલ કોઈ વ્યક્તિ પોતાની ખાનગી મિલકત તરીકે ખરીદી શકે? અને જો સરકાર કોઈ ખાનગી જમીન કાયદા હેઠળ હસ્તગત કરી શકે છે, તો ખાનગી માલિકીના અધિકારની હદ કેટલી છે?આ સવાલનો જવાબ એક જ કલમમાં મળતો નથી. Indiaના બંધારણમાં મિલકતનો અધિકાર, રાજ્યની કાયદા બનાવવાની સત્તા, કુદરતી સંસાધનોનું…