સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ), ગોતા-રાણીપને રાજ્યસ્તરીય દ્વિતીય શ્રેષ્ઠ આઈ.ટી.આઈ.નો એવોર્ડ એનાયત

*સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ), ગોતા-રાણીપને રાજ્યસ્તરીય દ્વિતીય શ્રેષ્ઠ આઈ.ટી.આઈ.નો એવોર્ડ એનાયત*

*શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા અને રાજ્યકક્ષાના મંત્રી શ્રી કાંતિલાલ અમૃતિયા દ્વારા વર્ષ 2023-24 માટે એવોર્ડ એનાયત કરાયો*
___________
અમદાવાદ સ્થિત સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ), ગોતા-રાણીપને રાજ્યસ્તરીય શ્રેષ્ઠ આઈ.ટી.આઈ. સ્પર્ધામાં દ્વિતીય ક્રમનો એવોર્ડ પ્રાપ્ત થયો છે.

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા અને રાજ્યકક્ષાના મંત્રી શ્રી કાંતિલાલ અમૃતિયા દ્વારા વર્ષ 2023-24 માટે ગુજરાત રાજ્યની શ્રેષ્ઠ આઈ.ટી.આઈ. સ્પર્ધામાં દ્વિતીય ક્રમનો એવોર્ડ આઈ.ટી.આઈ ગોતા (રાણીપ)ને એનાયત કરવામાં આવ્યો હતો.

ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વર્ષ 2022-23 થી વર્ષ 2025-26 દરમ્યાન દર વર્ષે, ઉત્કૃષ્ટ કામગીરી કરનાર રાજ્યની પ્રથમ ત્રણ આઈ.ટી.આઈ. સંસ્થાઓને સન્માનિત કરવામાં આવી હતી, જેના ભાગરૂપે રાજ્યની કુલ 12 આઈ.ટી.આઈ.ને પ્રમાણપત્રો એનાયત કરી બિરદાવવામાં આવી હતી.

આ પ્રસંગે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના અગ્ર સચિવ શ્રી લોચન શહેરા, નિયામક રોજગાર અને તાલીમ શ્રી નિતીન સાંગવાન, નિયામક કૌશલ્ય વિકાસ શ્રી કે. જે. રાઠોડ તેમજ વિભાગના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

  • Related Posts

    Jio True : મુકેશ અંબાણીની કંપનીનો સૌથી સસ્તો 5G પ્લાન, ₹198માં મળશે True5G ડેટા અને કોલિંગ Unlimited

    મુકેશ અંબાણીની કંપનીનો સૌથી સસ્તો 5G પ્લાન, ₹198માં મળશે True 5G ડેટા અને કોલિંગ નવી દિલ્હી: True  રિલાયન્સ જિયોના ગ્રાહકો માટે ઓછા બજેટમાં 5G કનેક્ટિવિટી મેળવવા માગતા હોય તો ₹198નો પ્રીપેડ રિચાર્જ પ્લાન ચર્ચામાં છે. આ પ્લાનમાં યોગ્ય ગ્રાહકોને અનલિમિટેડ Jio True 5G ડેટા સાથે દરરોજ 2GB હાઇ-સ્પીડ ડેટા, અનલિમિટેડ વોઇસ કોલિંગ અને દરરોજ 100 SMSની સુવિધા મળે છે. પ્લાનની વેલિડિટી 14 દિવસની છે. હાલના રિચાર્જ પ્લાન લિસ્ટિંગ મુજબ ₹198ને જિયોના સૌથી ઓછા ભાવવાળા True 5G Unlimited પ્લાન તરીકે દર્શાવવામાં આવી રહ્યો છે. જોકે અહીં એક મહત્વની શરત છે. અનલિમિટેડ 5Gનો લાભ દરેક પરિસ્થિતિમાં આપમેળે મળતો નથી. તેનો ઉપયોગ કરવા માટે 5G-સપોર્ટેડ ફોન, જિયોનું True 5G કવરેજ અને પ્લાનની પાત્રતા જરૂરી છે. જિયોની પોતાની માહિતી મુજબ…

    Indiaની જમીન, નદીઓ અને જંગલોની માલિકી કોની છે? બંધારણ શું કહે છે? Absolute Authority

    Indiaની જમીન, નદીઓ અને જંગલોની માલિકી કોની છે? બંધારણ શું કહે છે? India નવી દિલ્હી: કોઈ વ્યક્તિ જમીનનો એક નાનો ટુકડો ખરીદે છે. રજિસ્ટ્રી થાય છે, દસ્તાવેજો તેના નામે થાય છે અને ત્યારબાદ તે જમીનને પોતાની મિલકત તરીકે ઓળખાવે છે. પરંતુ અહીં એક મોટો બંધારણીય અને કાનૂની સવાલ ઊભો થાય છે—Indiaની જમીન, નદીઓ, જંગલો અને અન્ય કુદરતી સંસાધનોની આખરે માલિકી કોની છે? શું દેશની તમામ જમીન સરકારની છે? શું નદી કે જંગલ કોઈ વ્યક્તિ પોતાની ખાનગી મિલકત તરીકે ખરીદી શકે? અને જો સરકાર કોઈ ખાનગી જમીન કાયદા હેઠળ હસ્તગત કરી શકે છે, તો ખાનગી માલિકીના અધિકારની હદ કેટલી છે?આ સવાલનો જવાબ એક જ કલમમાં મળતો નથી. Indiaના બંધારણમાં મિલકતનો અધિકાર, રાજ્યની કાયદા બનાવવાની સત્તા, કુદરતી સંસાધનોનું…