છૂટા પૈસાની ઝંઝટ ખતમ! GSRTC બસોમાં 30 ટકા આવક હવે ડિજિટલ પેમેન્ટથી થાય છે.

છૂટા પૈસાની ઝંઝટ ખતમ! GSRTC બસોમાં 30 ટકા આવક હવે ડિજિટલ પેમેન્ટથી થાય છે.

રાજ્યમાં 8,000થી વધુ બસોમાં ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને યુપીઆઇ થકી ઓનનાલઇન બૂકીંગ, મોબાઇલ એપ અને કરંટ બૂકીંગ દ્વારા ડિજિટલ પેમેન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પહેલ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારના ડિજિટલ ગવર્નન્સના વ્યાપક પ્રયાસોને સાર્થક સાબિત કરે છે .

નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ પણ અંતરિયાળ વિસ્તારોમાં બસની સુવિધા વધારવા અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. મુસાફરોને વધુ સુવિધા મળે અને દૈનિક મુસાફરોની સંખ્યા વધે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે

ગાંધીનગર: May 6; 2026: ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા ડિજિટલ પેમેન્ટ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે અને મુસાફરો માટે પેમેન્ટ માટે અનૂકૂળ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્યની બસોમાં પ્રવાસ કરતા મુસાફરો માટે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમનો જબરદસ્ત વ્યાપ વધી રહ્યો છે. આકંડાઓ તેની સાબિતી પુરે છે. હાલમાં, નિગમની દૈનિક આવકમાં લગભગ 30 ટકા આવક કેશલેસ માધ્યમોથી થાય છે.

અમદાવાદનાં રહેવાસી મનીષ ઘાંચીએ તાજેતરમાં GSRTCની પ્રીમિયમ બસમાં વડોદરા જવા માટે મુસાફરી કરી હતી. રોકડ કે છુટા પૈસાની ચિંતા કર્યા વગર તેમણે કન્ડક્ટર દ્વારા તરત જ જનરેટ કરાયેલા QR કોડને સ્કેન કરીને ટિકિટનું પેમેન્ટ કર્યુ.

“GSRTCની આ પહેલ ખરેખર પ્રશંસનીય છે. મારા જેવા હજ્જારો લોકો નિયમિત રીતે માત્ર ડિજિટલ પેમેન્ટનો જ ઉપયોગ કરે છે. તેમના માટે આ વ્યવસ્થા અત્યંત સુવિધાજનક છે,” મનીષ ઘાંચીએ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમની પ્રસંશા કરતા જણાવ્યું.

રાજ્યભરમાં હવે હજારો મુસાફરોને મુસાફરી દરમિયાન રોકડ રાખવાની જરૂર રહેતી નથી. GSRTC હવે UPI, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને મોબાઇલ આધારિત ઓનલાઇન પેમેન્ટ સહિતના અનેક ડિજિટલ વિકલ્પો દ્વારા ટિકિટ ચુકવણીની સુવિધા આપે છે. એટલુ જ નહીં.

ડિજિટલ ટ્રાન્ઝેક્શનના વધતા ઉપયોગથી નિગમની કાર્યક્ષમતા અને પારદર્શક્તામાં નોંધપાત્ર વધારો થયો છે. રાજ્યમાં 8,000થી વધુ બસોમાં પ્રવાસ કરતા મુસાફરો વિવિધ ડિજિટલ માધ્યમોથી પેમેન્ટ કરી શકે છે. આ પહેલ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારના ડિજિટલ ગવર્નન્સના વ્યાપક પ્રયાસોને સાર્થક સાબિત કરે છે.

નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ પણ અંતરિયાળ વિસ્તારોમાં બસની સુવિધા વધારવા અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. મુસાફરોને વધુ સુવિધા મળે અને દૈનિક મુસાફરોની સંખ્યા વધે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે

“સરેરાશ 27 લાખ મુસાફરો નિગમની બસોમાં પ્રવાસ કરે છે અને અંદાજે રોજ રૂ. 12 કરોડની આવક થાય છે. તેમાંની લગભગ 30 ટકા આવક હવે ડિજિટલ પેમેન્ટ દ્વારા થાય છે. દૈનિક ડિજિટલ કલેક્શન છેલ્લા એખ વર્ષમાં લગભગ રૂ. 1 કરોડથી વધીને હાલમાં રૂ. 2 કરોડથી વધુ થઈ ગયું છે અને સતત વધી રહ્યું છે. અમે કેશલેસ અર્થતંત્ર તરફ આગળ વધી રહ્યા છીએ અને આ પહેલ ડિજિટલ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટેનો ભાગ છે,” નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું.

નિગમ દ્વારા વિદ્યાર્થીઓનાં પાસ માટેની ચુકવણી પણ ડિજિટલ કરી છે, જેનાથી ડિજિટલ આવકમાં વધારો થયો છે.

આગામી સમયમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા કેશલેસ ટ્રાન્ઝેક્શનનો વ્યાપ વધુ વધારવાનું આયોજન હાથ ધર્યુ છે.

“આગામી મહિનાઓમાં અમે ડિજિટલ પેમેન્ટનો હિસ્સો 60થી 70 ટકા સુધી વધારવાનું લક્ષ્ય રાખીએ છીએ. આ માટે કોમર્શિયલ સેવાઓ અને પેસેન્જર પાસ સિસ્ટમમાં પણ આ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ લાવીશુ,” નિગમનાં ઉચ્ચ અધિકારીએ જણાવ્યું.

ઉલ્લેખનીય છે કે GSRTCમાં થતા કુલ ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં લગભગ 85 ટકા હિસ્સો UPIનો છે. આ આંકડો દર્શાવે છે કે, ગુજરાતભરમાં યુપીઆઇનો વ્યાપ કેટલો વધ્યો છે.

  • Related Posts

    Jio True : મુકેશ અંબાણીની કંપનીનો સૌથી સસ્તો 5G પ્લાન, ₹198માં મળશે True5G ડેટા અને કોલિંગ Unlimited

    મુકેશ અંબાણીની કંપનીનો સૌથી સસ્તો 5G પ્લાન, ₹198માં મળશે True 5G ડેટા અને કોલિંગ નવી દિલ્હી: True  રિલાયન્સ જિયોના ગ્રાહકો માટે ઓછા બજેટમાં 5G કનેક્ટિવિટી મેળવવા માગતા હોય તો ₹198નો પ્રીપેડ રિચાર્જ પ્લાન ચર્ચામાં છે. આ પ્લાનમાં યોગ્ય ગ્રાહકોને અનલિમિટેડ Jio True 5G ડેટા સાથે દરરોજ 2GB હાઇ-સ્પીડ ડેટા, અનલિમિટેડ વોઇસ કોલિંગ અને દરરોજ 100 SMSની સુવિધા મળે છે. પ્લાનની વેલિડિટી 14 દિવસની છે. હાલના રિચાર્જ પ્લાન લિસ્ટિંગ મુજબ ₹198ને જિયોના સૌથી ઓછા ભાવવાળા True 5G Unlimited પ્લાન તરીકે દર્શાવવામાં આવી રહ્યો છે. જોકે અહીં એક મહત્વની શરત છે. અનલિમિટેડ 5Gનો લાભ દરેક પરિસ્થિતિમાં આપમેળે મળતો નથી. તેનો ઉપયોગ કરવા માટે 5G-સપોર્ટેડ ફોન, જિયોનું True 5G કવરેજ અને પ્લાનની પાત્રતા જરૂરી છે. જિયોની પોતાની માહિતી મુજબ…

    Indiaની જમીન, નદીઓ અને જંગલોની માલિકી કોની છે? બંધારણ શું કહે છે? Absolute Authority

    Indiaની જમીન, નદીઓ અને જંગલોની માલિકી કોની છે? બંધારણ શું કહે છે? India નવી દિલ્હી: કોઈ વ્યક્તિ જમીનનો એક નાનો ટુકડો ખરીદે છે. રજિસ્ટ્રી થાય છે, દસ્તાવેજો તેના નામે થાય છે અને ત્યારબાદ તે જમીનને પોતાની મિલકત તરીકે ઓળખાવે છે. પરંતુ અહીં એક મોટો બંધારણીય અને કાનૂની સવાલ ઊભો થાય છે—Indiaની જમીન, નદીઓ, જંગલો અને અન્ય કુદરતી સંસાધનોની આખરે માલિકી કોની છે? શું દેશની તમામ જમીન સરકારની છે? શું નદી કે જંગલ કોઈ વ્યક્તિ પોતાની ખાનગી મિલકત તરીકે ખરીદી શકે? અને જો સરકાર કોઈ ખાનગી જમીન કાયદા હેઠળ હસ્તગત કરી શકે છે, તો ખાનગી માલિકીના અધિકારની હદ કેટલી છે?આ સવાલનો જવાબ એક જ કલમમાં મળતો નથી. Indiaના બંધારણમાં મિલકતનો અધિકાર, રાજ્યની કાયદા બનાવવાની સત્તા, કુદરતી સંસાધનોનું…