ગ્યાસપુરમાં ‘કેમિકલ યુનિટો’ પર બુલડોઝર: નોટિસોના થોથા વચ્ચે આખરે ખાખી અને એસ્ટેટનો સપાટો!

ગ્યાસપુરમાં ‘કેમિકલ યુનિટો’ પર બુલડોઝર: નોટિસોના થોથા વચ્ચે આખરે ખાખી અને એસ્ટેટનો સપાટો!

*પંકજ મકવાણા – અમદાવાદ:* ‘શિકારી ખુદ યહાં શિકાર હો ગયા!’ ગ્યાસપુરના ઔદ્યોગિક પટ્ટામાં છેલ્લા કેટલાય સમયથી પર્યાવરણના નિયમોના ધજાગરા ઉડાવતા ૧૯ જેટલા ઈન્ડસ્ટ્રિયલ વોશિંગ યુનિટો પર આખરે મ્યુનિસિપલ કોર્પોરેશનનું બુલડોઝર ફરી વળ્યું છે. ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (GPCB) ની ફટકાર અને તંત્રની લાંબી ઊંઘ બાદ આખરે ૪૫,૩૫૦ ચોરસ ફૂટના ગેરકાયદે સામ્રાજ્યને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું છે.

*ખુરશીના સંબંધો અને કેમિકલની ગંધ!*
શહેરની ચર્ચા મુજબ, આ માત્ર સામાન્ય ડિમોલિશન નથી. વિશ્વસનીય સૂત્રોનું માનીએ તો, આ તોડી પાડવામાં આવેલા યુનિટો પૈકી કેટલાક ‘ખાસ’ છે. રાજકીય ગલિયારાઓમાં એવી જોરદાર ચર્ચા છે કે આ ૧૯ યુનિટોમાંથી ચારેક યુનિટો સત્તાધારી પક્ષના જ એક કોર્પોરેટરના સંબંધીઓના હતા. કદાચ એટલે જ છેલ્લા બે વર્ષથી માત્ર ‘કાગળ પરની નોટિસો’ રમાતી હતી! પરંતુ જ્યારે GPCB એ લાલ આંખ કરી, ત્યારે મ્યુનિસિપલ એસ્ટેટ વિભાગે નાછૂટકે પોતાની કામગીરી બતાવવી પડી.

*કેનાલમાં ‘ઝેર’ પધરાવવાનો કારોબાર!*
આ વોશિંગ યુનિટો કોઈ સામાન્ય ધોવાણ કામ નહોતા કરતા, પણ પર્યાવરણના ફેફસાં ગુંગળાવતા હતા. પ્રદૂષિત અને કેમિકલયુક્ત પાણી સીધું કેનાલમાં છોડીને આસપાસના જળ સ્ત્રોતોને પ્રદૂષિત કરવામાં આવતા હતા. GPCB ની તપાસમાં સત્ય બહાર આવ્યું કે આ એકમો પાસે પ્રદૂષણ નિયંત્રણના કોઈ સાધનો કે મંજૂરી નહોતી. છતાં પણ બે વર્ષ સુધી આ યુનિટો કોના આશીર્વાદથી ધમધમતા હતા? એ એક મોટો સવાલ છે.

*નોટિસની મજાક અને પોલીસની એન્ટ્રી*
AMC એસ્ટેટ વિભાગે અનેકવાર સ્વેચ્છાએ દબાણ હટાવવાની નોટિસો આપી હતી, પણ આ યુનિટના માલિકોને તો જાણે કાયદાનો કોઈ ડર જ નહોતો. નોટિસો કચરાપેટીમાં જતી રહી અને વોશિંગ મશીનો ચાલુ રહ્યા. આખરે મંગળવારે પોલીસ બંદોબસ્ત સાથે એસ્ટેટ વિભાગની ટીમો ત્રાટકી અને શેડના પતરાથી માંડીને પાયા સુધીનું બાંધકામ તોડી પાડ્યું.

*ફરીથી ‘સજીવન’ થવાની પરંપરા અટકશે?*
ગ્યાસપુરનો ઈતિહાસ સાક્ષી છે કે અહીં કાર્યવાહી માત્ર દેખાડો બનીને રહી જાય છે. અગાઉ પણ તંત્રએ બુલડોઝર ફેરવ્યું હતું, પરંતુ અધિકારીઓના કોઈ શેહશરમ કે અન્ય કોઈ પરિબળોના કારણે આંખ આડા કાન કરવાની નીતિને કારણે થોડા જ દિવસોમાં આ યુનિટો ફરી ધમધમતા થઈ જાય છે. શૈલી એવી છે કે આજે તોડાય અને કાલે ફરી શેડ નખાય! શું આ વખતે AMC આ ગેરકાયદે ધમધમતા યુનિટોને કાયમી માટે નેસ્તનાબૂદ કરશે કે પછી આ માત્ર એક ‘મોસમી’ કાર્યવાહી છે?

રાજકીય વગ ધરાવતા અને પ્રજાના હિતની વાતો કરીને પ્રજાના મતે પ્રજાહિત માટે ચૂંટાયેલા નેતાઓ ઈશારે જ્યારે પ્રકૃતિ અને પ્રજાના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય, ત્યારે માત્ર એકાદ દિવસનું ડિમોલિશન પૂરતું નથી. શું તંત્ર આ ગેરકાયદે એકમો ચલાવનારાઓ પાસેથી માત્ર ઇન્ટ્રીમ દંડ નહીં નીતિનિયમ અને NGT ના નિયમ મુજબ દંડ વસૂલશે? કે પછી ‘આગળ વધો’ કહીને મામલો ઠંડો પાડી દેવામાં આવશે?

જો આ યુનિટો કોર્પોરેટરના સંબંધીના હોય, તો શું તે કોર્પોરેટરની નૈતિક જવાબદારી નથી બનતી? સત્તાના ઓથા હેઠળ ચાલતા પ્રદૂષણના કારોબાર સામે કડક ફોજદારી કાર્યવાહી થવી અનિવાર્ય છે.

  • Related Posts

    AMC Mega Medical Camp 2026: માધુપુરા ખાતે યોજાયો ભવ્ય ‘બ્લડ ડોનેશન’ અને ‘મેડિકલ કેમ્પ.. Free Check-up

    માધુપુરામાં ‘મેગા Medical કેમ્પ’ અને ‘રક્તદાન કેમ્પ’ યોજાયો, નાગરિકોને નિઃશુલ્ક આરોગ્ય સેવાઓનો લાભ શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલાની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સેવાકીય પ્રયાસ; નિઃશુલ્ક તપાસ સાથે દવાઓનું પણ વિતરણ અમદાવાદના માધુપુરા વિસ્તારમાં સ્થાનિક નાગરિકોને આરોગ્યલક્ષી સુવિધાઓ સરળતાથી મળી રહે તે હેતુથી ‘મેગા Medical કેમ્પ’ અને ‘બ્લડ ડોનેશન કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાની ઉપસ્થિતિ અને પ્રોત્સાહક માર્ગદર્શન હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માધુપુરા અર્બન હેલ્થ સેન્ટર ખાતે આ સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો. કેમ્પ દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ ઉપસ્થિત રહી વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. આ આયોજનનો મુખ્ય હેતુ સામાન્ય નાગરિકોને તેમના રહેઠાણ નજીક જ જરૂરી આરોગ્ય તપાસ અને તબીબી માર્ગદર્શન મળી રહે તેવો હતો. ઘણી વખત સામાન્ય…

    Aaj Nu Rashifal 17 September 2026 : આજનો દિવસ તમારા માટે કેવો રહેશે? ૧૨ રાશિઓનું સંપૂર્ણ રાશિફળ.. Emotional Resilience & Clarity..

    આજનું Rashifal — 17 સપ્ટેમ્બર 2026 Rashifal મેષથી મીન સુધી જાણો આજનો દિવસ, નોકરી-ધંધો, પૈસા, પ્રેમ, પરિવાર, શુભ રંગ અને શુભ અંક ♈ મેષ રાશિ Rashifal આજે કામકાજમાં વ્યસ્તતા રહેશે. અટકેલા કામને ફરી ગતિ મળી શકે છે. નોકરીમાં નવી જવાબદારી મળી શકે છે. વેપારીઓએ આજે ઉતાવળમાં મોટો નિર્ણય ન લેવો. પરિવાર સાથે સમય પસાર કરવાથી મન પ્રસન્ન રહેશે. પૈસાની બાબતમાં ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે.💼 કરિયર: જવાબદારી વધશે.💰 નાણાં: ખર્ચનું આયોજન કરો.❤️ પ્રેમ: ગેરસમજ વાતચીતથી દૂર થશે.🎨 શુભ રંગ: લાલ🔢 શુભ અંક: 9 ♉ વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે દિવસ આર્થિક રીતે મહત્વનો બની શકે છે. જૂના કામમાંથી લાભ મળવાની શક્યતા છે. ઓફિસમાં તમારી મહેનતની નોંધ લેવાઈ શકે છે. વેપારમાં નવા સંપર્કો ફાયદાકારક બની…