સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% વધારો, DA હવે 60%

રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. વધતી મોંઘવારી વચ્ચે રાજ્ય સરકાર દ્વારા મોંઘવારી ભથ્થા (DA)માં ૨ ટકાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે, જેનાથી લાખો કર્મચારીઓ અને નિવૃત્તજનોને સીધો ફાયદો મળશે.

નાણા વિભાગ દ્વારા લેવાયેલા તાજેતરના ઠરાવ મુજબ, મોંઘવારી ભથ્થું હાલના 58 ટકાથી વધીને હવે 60 ટકા કરવામાં આવ્યું છે. આ વધારો 1 જાન્યુઆરી ૨૦૨૬થી અમલમાં માન્ય રહેશે, જેના કારણે કર્મચારીઓના પગારમાં વધારો થશે અને પેન્શનરોને પણ વધારાની રકમ મળશે.

આ નિર્ણયની ખાસ વાત એ છે કે જાન્યુઆરીથી લાગુ થયેલા વધારાનો તફાવત (એરિયર) જૂન મહિનાના પગાર સાથે ચૂકવવામાં આવશે. એટલે કે કર્મચારીઓ અને પેન્શનરોને એકમૂષ્ટ રકમ મળવાની હોવાથી તેમની ખુશીમાં વધારો થયો છે.

રાજ્ય સરકારનો આ નિર્ણય વધતી મોંઘવારી સામે આર્થિક રાહત આપવાનો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે. નાણા વિભાગે તમામ સંબંધિત વિભાગોને આ નિર્ણયનો તાત્કાલિક અમલ કરવા સૂચનાઓ આપી છે.

આ જાહેરાતથી રાજ્યભરના લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને સીધો લાભ મળશે અને તેમની ખરીદી શક્તિમાં પણ વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

 

 

  • Related Posts

    FCRA મુદ્દે અમેરિકાને ભારતનો સ્પષ્ટ સંદેશ, ‘વિદેશી ફંડિંગનું નિયમન કરવું દરેક દેશનો અધિકાર’

    વિદેશી ફંડિંગને નિયંત્રિત કરતા **ફોરેન કન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન એક્ટ (FCRA)**માં પ્રસ્તાવિત સુધારાને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચા તેજ બની છે. અમેરિકાના રિપબ્લિકન સાંસદ રાઇલી મૂરે દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી બાદ ભારત સરકારે સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપ્યો છે કે FCRA સંબંધિત કાયદાકીય સુધારા ભારતનો સંપૂર્ણ આંતરિક મામલો છે અને તેના પર નિર્ણય લેવાનો અધિકાર માત્ર ભારતની સંસદને છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે વિશ્વના અનેક દેશોની જેમ અમેરિકા પણ પોતાના દેશમાં વિદેશી ફંડિંગને નિયંત્રિત કરવા માટે કડક કાયદા ધરાવે છે. તેથી ભારત દ્વારા પોતાના કાયદામાં કરવામાં આવતા સુધારાઓ અંગે બહારથી કરવામાં આવતી ટિપ્પણીઓ યોગ્ય નથી. શું કહ્યું હતું અમેરિકાના સાંસદ રાઇલી મૂરે? અમેરિકાના પશ્ચિમ વર્જિનિયાના રિપબ્લિકન સાંસદ રાઇલી મૂરે સોશિયલ મીડિયા પર FCRA સુધારા બિલ અંગે ચિંતા વ્યક્ત…

    FCRA સુધારા બિલને લઈને દેશ-વિદેશમાં ચર્ચા તેજ, જાણો શું છે આ કાયદો?

    કેન્દ્ર સરકાર વિદેશી ફંડિંગને નિયંત્રિત કરતા **ફોરેન કન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન એક્ટ (FCRA)**માં મહત્વપૂર્ણ સુધારા કરવાની તૈયારીમાં છે. સંસદમાં રજૂ થનારા FCRA સુધારા બિલને લઈને રાજકીય પક્ષો, વિવિધ બિનસરકારી સંસ્થાઓ (NGO), ધાર્મિક સંગઠનો અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને ચર્ચ, મસ્જિદ અને અન્ય ધાર્મિક સંસ્થાઓને મળતા વિદેશી ફંડ અને તેનાથી ઉભી થયેલી મિલકતોને લઈને પ્રસ્તાવિત જોગવાઈઓ સૌથી વધુ ચર્ચામાં છે. સરકારનું કહેવું છે કે નવા સુધારાઓનો હેતુ પારદર્શિતા વધારવાનો અને વિદેશી ફંડનો યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત કરવાનો છે, જ્યારે વિરોધ પક્ષો અને કેટલાક સંગઠનો આ જોગવાઈઓને વધુ કડક ગણાવી રહ્યા છે. શું છે FCRA કાયદો? FCRA એટલે Foreign Contribution Regulation Act, જે ભારતમાં વિદેશી નાણાંના પ્રવાહને નિયંત્રિત કરતો કાયદો છે. આ કાયદો પ્રથમ વખત…