પશ્ચિમ બંગાળમાં મમતાને હરાવી શુભેન્દુ અધિકારીએ મેળવી જીત

પશ્ચિમ બંગાળના રાજકારણમાં આજે મોટો રાજકીય ઉલટફેર જોવા મળ્યો છે. મમતા બેનર્જીને તેમના મજબૂત ગઢ ભવાનીપુર બેઠક પર પરાજયનો સામનો કરવો પડ્યો છે, જ્યારે ભાજપના નેતા શુભેન્દુ અધિકારીએ 15,114 મતોથી નોંધપાત્ર જીત મેળવી છે.

ભવાનીપુરમાં ચોંકાવનારા પરિણામ
ગણતરીની શરૂઆતથી જ ભવાનીપુરમાં કાંટેની ટક્કર જોવા મળી હતી. શરૂઆતના રાઉન્ડમાં બંને નેતાઓ વચ્ચે કટોકટીની સ્થિતિ હતી, પરંતુ અંતિમ રાઉન્ડોમાં શુભેન્દુ અધિકારીએ સતત લીડ વધારીને જીત પક્કી કરી.
– શુભેન્દુ અધિકારી: 73,463 મત
– મમતા બેનર્જી: 58,350 મત
આ બેઠક મમતાનું ગઢ માનવામાં આવતું હતું, જ્યાંથી તેમની હાર રાજકીય રીતે અત્યંત મહત્વપૂર્ણ ગણાઈ રહી છે.

નંદીગ્રામમાં પણ જીત
ઉલ્લેખનીય છે કે શુભેન્દુ અધિકારી બે બેઠકો પરથી ચૂંટણી લડ્યા હતા. નંદીગ્રામ બેઠક પર પણ તેમણે લગભગ 10,200 મતોથી વિજય મેળવ્યો.
– શુભેન્દુ અધિકારી: 1,27,301 મત
– TMC ઉમેદવાર પવિત્ર કર: 1,17,636 મત

સમગ્ર રાજ્યમાં ભાજપનો પ્રભાવ
પશ્ચિમ બંગાળ વિધાનસભાની 293 બેઠકોના પરિણામોમાં ભાજપે નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. બહુમતીના આંકડા (147) પાર કરીને ભાજપ 170થી વધુ બેઠકો તરફ આગળ વધતી જોવા મળી રહી છે. બીજી તરફ, તૃણમૂલ કોંગ્રેસ (TMC) 100 બેઠકોની અંદર સીમિત થતી નજરે પડી રહી છે.

મમતાના આક્ષેપ
પરાજય બાદ મમતા બેનર્જીએ ભાજપ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. તેમણે ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિ અને સત્તાના દુરુપયોગનો આરોપ લગાવ્યો છે. તેમના શબ્દોમાં, “આ લોકશાહીની હાર છે.”

બદલાવનો સંકેત
90%થી વધુ મતદાનને હવે રાજકીય વિશ્લેષકો બદલાવના સંકેત તરીકે જોઈ રહ્યા છે. મતદાતાઓએ મૌન રહીને પરિવર્તન માટે મતદાન કર્યું હોવાનો અભિપ્રાય વ્યક્ત થઈ રહ્યો છે.

નવી રાજકીય શરૂઆત
સિંગુર આંદોલનથી શરૂ થયેલી મમતા બેનર્જીની રાજકીય સફર હવે એક નવા વળાંક પર આવી છે. પશ્ચિમ બંગાળમાં ભાજપના નેતૃત્વ હેઠળ નવી સરકાર રચાવાની સંભાવનાઓ વધી રહી છે, જેને રાજ્ય માટે નવા યુગની શરૂઆત તરીકે જોવામાં આવી રહી છે.

 

 

  • Related Posts

    Jio True : મુકેશ અંબાણીની કંપનીનો સૌથી સસ્તો 5G પ્લાન, ₹198માં મળશે True5G ડેટા અને કોલિંગ Unlimited

    મુકેશ અંબાણીની કંપનીનો સૌથી સસ્તો 5G પ્લાન, ₹198માં મળશે True 5G ડેટા અને કોલિંગ નવી દિલ્હી: True  રિલાયન્સ જિયોના ગ્રાહકો માટે ઓછા બજેટમાં 5G કનેક્ટિવિટી મેળવવા માગતા હોય તો ₹198નો પ્રીપેડ રિચાર્જ પ્લાન ચર્ચામાં છે. આ પ્લાનમાં યોગ્ય ગ્રાહકોને અનલિમિટેડ Jio True 5G ડેટા સાથે દરરોજ 2GB હાઇ-સ્પીડ ડેટા, અનલિમિટેડ વોઇસ કોલિંગ અને દરરોજ 100 SMSની સુવિધા મળે છે. પ્લાનની વેલિડિટી 14 દિવસની છે. હાલના રિચાર્જ પ્લાન લિસ્ટિંગ મુજબ ₹198ને જિયોના સૌથી ઓછા ભાવવાળા True 5G Unlimited પ્લાન તરીકે દર્શાવવામાં આવી રહ્યો છે. જોકે અહીં એક મહત્વની શરત છે. અનલિમિટેડ 5Gનો લાભ દરેક પરિસ્થિતિમાં આપમેળે મળતો નથી. તેનો ઉપયોગ કરવા માટે 5G-સપોર્ટેડ ફોન, જિયોનું True 5G કવરેજ અને પ્લાનની પાત્રતા જરૂરી છે. જિયોની પોતાની માહિતી મુજબ…

    Indiaની જમીન, નદીઓ અને જંગલોની માલિકી કોની છે? બંધારણ શું કહે છે? Absolute Authority

    Indiaની જમીન, નદીઓ અને જંગલોની માલિકી કોની છે? બંધારણ શું કહે છે? India નવી દિલ્હી: કોઈ વ્યક્તિ જમીનનો એક નાનો ટુકડો ખરીદે છે. રજિસ્ટ્રી થાય છે, દસ્તાવેજો તેના નામે થાય છે અને ત્યારબાદ તે જમીનને પોતાની મિલકત તરીકે ઓળખાવે છે. પરંતુ અહીં એક મોટો બંધારણીય અને કાનૂની સવાલ ઊભો થાય છે—Indiaની જમીન, નદીઓ, જંગલો અને અન્ય કુદરતી સંસાધનોની આખરે માલિકી કોની છે? શું દેશની તમામ જમીન સરકારની છે? શું નદી કે જંગલ કોઈ વ્યક્તિ પોતાની ખાનગી મિલકત તરીકે ખરીદી શકે? અને જો સરકાર કોઈ ખાનગી જમીન કાયદા હેઠળ હસ્તગત કરી શકે છે, તો ખાનગી માલિકીના અધિકારની હદ કેટલી છે?આ સવાલનો જવાબ એક જ કલમમાં મળતો નથી. Indiaના બંધારણમાં મિલકતનો અધિકાર, રાજ્યની કાયદા બનાવવાની સત્તા, કુદરતી સંસાધનોનું…