સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય: આગોતરા જામીન કેસમાં કોર્ટની સીમા સ્પષ્ટ

સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન (anticipatory bail) સંબંધિત એક મહત્વપૂર્ણ કાનૂની સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે કોર્ટ પાસે અરજી ફગાવવાનો અધિકાર છે, પરંતુ અરજદારને આત્મસમર્પણ (સરન્ડર) કરવાનો આદેશ આપવાનો અધિકાર નથી.

શું કહ્યું સુપ્રીમ કોર્ટે?
જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની બેન્ચે જણાવ્યું કે કોર્ટ આગોતરા જામીન અરજી ફગાવી શકે છે. પરંતુ ફગાવતી વખતે આરોપીને ટ્રાયલ કોર્ટમાં સરન્ડર કરવા માટે કહેવું કાયદેસર રીતે યોગ્ય નથી. આવો આદેશ કોર્ટના અધિકારક્ષેત્ર બહાર ગણાય છે

કેસ શું હતો?
આ મામલો ઝારખંડ હાઈકોર્ટના એક આદેશ સાથે જોડાયેલો હતો, જેમાં જમીન વિવાદના કેસમાં આરોપીની આગોતરા જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી અને સાથે જ તેને ટ્રાયલ કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ પછી મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો.

હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે હાઈકોર્ટે આરોપીને સરન્ડર કરવાનો આદેશ આપવો યોગ્ય નહોતો આવો નિર્દેશ કાયદાકીય સીમાઓની બહાર છે. આગોતરા જામીનનો હેતુ જ ધરપકડથી સુરક્ષા આપવાનો હોય છે

કાનૂની મહત્વ
આ ચુકાદાથી સ્પષ્ટ થયું છે કે જો કોર્ટને જામીન આપવું યોગ્ય ન લાગે, તો તે સીધું અરજી ફગાવી શકે છે. પરંતુ કોર્ટ આરોપી પર સરન્ડર કરવાની શરત લાદી શકતી નથી. સરન્ડર કરવાનો નિર્ણય આરોપી પર નિર્ભર રહે છે, કોર્ટના આદેશ પર નહીં

આ નિર્ણય આગોતરા જામીન સંબંધિત કાયદાકીય પ્રક્રિયાની સીમાઓને વધુ સ્પષ્ટ બનાવે છે અને ભવિષ્યમાં નીચલી કોર્ટોને માર્ગદર્શન આપશે.

  • Related Posts

    NEET-UG 2026: પરીક્ષાની પવિત્રતા જાળવવા ભારત સરકારનો મોટો નિર્ણય, ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ.

    નવી દિલ્હી: આગામી ૨૧ જૂન, ૨૦૨૬ના રોજ યોજાનારી NEET (UG) 2026ની પુનઃપરીક્ષા પહેલાં ભારત સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા અને પેપર લીક…

    ડૉક્ટરની ચિઠ્ઠી વિના હવે નહીં મળે કોઈપણ પ્રકારની સિરપ, કેન્દ્ર સરકારે બદલ્યો વર્ષો જૂનો નિયમ

    દવાઓના સુરક્ષિત ઉપયોગને પ્રોત્સાહન આપવા અને તેમના દુરુપયોગને રોકવા માટે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલા નવા નિયમો અનુસાર હવે ખાંસીની દવા…