કવાંટના પદ્મશ્રી પરેશ રાઠવા રાષ્ટ્રપતિ ભવનમાં ફરી એકવાર સન્માનિત: પીઠોરા કલાએ રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું ગૌરવ વધાર્યું

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ નગરના પ્રસિદ્ધ બાબા પીઠોરા લખારા પદ્મશ્રી પરેશ રાઠવાએ ફરી એકવાર રાષ્ટ્રીય ફલક પર ગુજરાત અને આદિવાસી સંસ્કૃતિનું નામ રોશન કર્યું છે. દિલ્હી સ્થિત રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત ખાસ ‘રેસીડેન્સી કલા વર્કશોપ’માં તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજના હસ્તે તેઓને આજે સન્માનિત કરવામાં આવ્યા હતા.

રાષ્ટ્રપતિ ભવન ખાતે ગત તા. 14 થી 23 એપ્રિલ દરમિયાન એક વિશેષ ‘રેસીડેન્સી કલા વર્કશોપ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં દેશના વિવિધ રાજ્યો જેવા કે ગુજરાત, મધ્યપ્રદેશ, ઝારખંડ, બિહાર, ગોવા, લદાખ, આંધ્રપ્રદેશ અને તેલંગાણાના કુલ ૧૩ પ્રતિભાસંપન્ન કલાકારોની પસંદગી કરવામાં આવી હતી. આ તમામ કલાકારોએ પોતાની આગવી કલા, પરંપરા અને સંસ્કૃતિને ચિત્રોના માધ્યમથી કંડારી હતી.

આ પ્રતિષ્ઠિત વર્કશોપમાં ગુજરાતમાંથી બે કલાકારોની પસંદગી થઈ હતી, જેમાં છોટાઉદેપુરના પીઠોરા લખારા પદ્મશ્રી પરેશ રાઠવાનો સમાવેશ થાય છે. તેઓએ આ 10 દિવસીય વર્કશોપ દરમિયાન પીઠોરા આદિવાસી સંસ્કૃતિની ભવ્યતા દર્શાવતું સુંદર ચિત્ર તૈયાર કર્યું હતું, જેની રાષ્ટ્રપતિ ભવનમાં ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

વર્કશોપના સમાપન બાદ આજે આયોજિત એક ભવ્ય સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પરેશ રાઠવાને તેમની કલા પ્રત્યેના સમર્પણ અને સંસ્કૃતિના જતન બદલ સ્મૃતિ ચિન્હ આપી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી કૃતિઓનું નિરીક્ષણ પણ કર્યું હતું.

પદ્મશ્રી પરેશ રાઠવાની આ સિદ્ધિથી ગુજરાત સહિત સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં અને કલા જગતમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ આયોજન દ્વારા આદિવાસી લોકકલાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે એક નવી ઓળખ મળી છે.

  • Related Posts

    Ahmedabad : કાંકરિયા 1.25 લાખ દીવડાઓથી ઝળહળ્યું: અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળ્યો દીપોત્સવ Elite Glow

    Ahmedabad : કાંકરિયા 1.25 લાખ દીવડાઓથી ઝળહળ્યું: અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળ્યો દીપોત્સવ, PM મોદીના જન્મદિવસની ઉજવણી Ahmedabad: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે ગુજરાતમાં ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદનું કાંકરિયા લેકફ્રન્ટ 1.25 લાખ દીવડાઓની રોશનીથી ઝળહળી ઊઠ્યું હતું. અમદાવાદમાં યોજાયેલા આ વિશેષ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાંકરિયા ખાતે યોજાયેલા ભવ્ય દીપોત્સવ સાથે સમગ્ર શહેરમાં જન્મદિવસની ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. 17 સપ્ટેમ્બરના રોજ યોજાયેલા આ કાર્યક્રમને ‘સેવા સંકલ્પ અભિયાન’ સાથે જોડવામાં આવ્યો હતો. રાજ્યભરમાં વિવિધ સ્થળોએ દીપમાળા, ભજન સંધ્યા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.Ahmedabadના કાંકરિયા લેકફ્રન્ટ ખાતે યોજાયેલો દીપોત્સવ આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ બન્યો હતો. -> કાંકરિયા…

    લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’ યોજાયો: રાજ્યપાલે 21 અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારોનું સન્માન કર્યું, Pride Rally

    લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’ યોજાયો: રાજ્યપાલે 21 અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારોનું સન્માન કર્યું, મહાનુભાવોએ સાથે ભોજન લીધું ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ગુજરાત લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, લેડી ગવર્નર દર્શના દેવી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તથા શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબહેન વાઘેલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત રાજ્યપાલે અગાઉ જેમના ઘરે આત્મીયતાથી ભોજન લીધું હતું તે 21 અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પરિવારોને લોકભવન ખાતે વિશેષ આમંત્રણ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગનો મુખ્ય ઉદ્દેશ સમાજના વિવિધ વર્ગો વચ્ચે સમાનતા, પરસ્પર સન્માન અને આત્મીયતાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો. કાર્યક્રમના અંતે રાજ્યપાલ અને ઉપસ્થિત મહાનુભાવોએ વિવિધ…