#ચૂંટણી પ્રપંચ/ હવે ગુજરાતમાં ભોજપુરી-બિહારી ઠુમકાથી જીતાશે ચૂંટણી, એમ ?

ગાંધીનાં ગુજરાતમાં અને ઓછું હોય તેમ મહારાજા સૈયાજીરાવ ગાયકવાડની સંસ્કારીનગરીનાં ગુજરાતની આબરૂનાં ધજાગરા ઉડતા વિડીયો સોસિયલ મિડીયામાં ખૂબ ચાલી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અને માટે કહેવાતા મતદાર જાગૃતિ અભિયાનમાં ગુજરાતની વિશ્વ પ્રસિદ્ધ ગુજરાતી અસ્મિતાનું સ્થાન બિહરી-ભોજપુરી ઠુમકાએ લઇ લીધું તે શરમજનક તો કહેવાય જ. પરંતુ જ્યારે કામ નથી કર્યા, ત્યારે પ્રચારમાં બિહારી સ્ટાઇલ જ ચાલે! 

ગુજરાતમાં ચૂંટણી મતદાર જાગૃતિ અભિયાનનું સ્થર આટલુ બધુ નીચે ચાલ્યુ જાય તે દુ:ખ વિષય કહી શકાય. ખરેખર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચારે તો ! તો બોલાવી જ દીધો તે કહેવુ અતિશયોક્તિ નહીં લાગે. પ્રચારમાં ધમકી આપી શકાય(ગર્ભીત તો ખરી જ પણ ખુલ્લે આમ), પ્રચારમાં પક્ષપલટો કરાવીને જ રહેશું તેવુ કહી શકાય, પ્રચારામાં મુદ્દા વિહોણો પ્રચાર કરી શકાય, પ્રચારમાં પ્રપંચ સમરૂપ વચન નો ઉપયોગ કરી શકાય, તો મતદાર જાગૃતિ અભિયાનમાં કોઇ ગીત કે સંગીતનાં તાલે થીરકવામાં વાંધો શું?

આ પણ વાંચો – “પ્રચારે તો હદ કરી ભાઇ” – ગુજરાતનાં મતદારોની મનોવ્યથા

ગાંઘી, ગુજરાત, સંસ્કારી નગરી, પ્રચાર, બિહાર, ભાજપુરી, ગીત-સંગીત, ઠુમકા, મતદાર જાગૃતિ અભિયાન કે ચૂંટણી પ્રચાર વિગેરેનો ઉલ્લેખ આટલા માટે થઇ રહ્યો છે કે ગુજરાતની સંસ્કારી નગરી કહેવાતા વડોદરા શહેરમાં ચૂંટણી પ્રચારનાં એક ભાગ રુપે મતદાર જાગૃતિ અભિયાનની સભામાં પ્રચાર મુસદ્દા આધારીત નહીં ઠુમકા આધારીત થતો હોવાનું સામે આવી રહ્યુ છે.

વિરોધ કોઇ પક્ષ, કોઇ ભાષા, કોઇ સંગીત, કોઇ નૃત્ય, કે કોઇ પણ નો નથી. વિરોધ છે, મતદાર જાગૃતિ અભિયાનનાં નામે ગુજરાતનાં મતદારો અને ગુજરાતીઓની(ભલે તે મૂળ બહારી પ્રદેશનાં હોય અને હાલ અહીં ગુજરાતમાં વસતા હોય) ગરીમાને આસ્થર સુધી નીચે લઇ જવાનો. કોઇ પણ પક્ષ કે નેતાને ગુજરાત પોતાની અસ્મિતા સાથે રમતો રમવાની અને ઠુમકાનાં સહારે પાયમાલ કરવાની છુંટ બિલકુલ નહીં આપે તે તમામ પક્ષ – નેતા અને કહેવાતા સમાજસેવકોએ સમજી લેવું હિતાવહ છે. ગુજરાત અને ગુજરાતીઓ જોઇ રહ્યા છે તે કોઇએ પણ ભૂલવુ જોઇએ નહીં.

આ પણ જુઓ – અમરેલી: સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું | #bindia

વાત જાણે એમ છે કે મતદાન જાગૃતિનાં નામે ઠુમકા અને રાજકીય પ્રચારનો હાઈવોલ્ટેજ ડ્રામા વડોદરાનાં પ્રતાપનગરમાં જોવામાં આવ્યો. બિહાર-પૂર્વાંચલ સમાજ દ્વારા આયોજિત મતદાન જાગૃતિ કાર્યક્રમમાં લોકશાહીનાં મૂલ્યોની ચર્ચાને બદલે ભોજપુરી ગાયકો અને  નૃત્યાંગનાઓનાં ઠુમકાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. જાગૃતિ અભિયાન અચાનક રાજકીય સભામાં ફેરવાયું અને બિહારની ચૂંટણીઓમાં જોવા મળતા રંગારંગ કાર્યક્રમની ઝલક સંસ્કારી નગરી વડોદરામાં દેખાઇ.

ભોજપુરી-બિહારી ઠુમકાનાં વિડીયો વાયરલ થયા અને ખાતરી પણ છે કે ગુજરાતનાં તમામ મતદારો આ ઠુમકા પ્રચાર અને લલચામણી છટ્ટાની નોંધ લેશે. ગુજરાતનો મતદાર જાણે છે કે તેનુ સ્થર શું છે અને લોકો જે આવા પ્રચારમાં તરબદર છે તે ગુજરાતીઓનાં સ્થરને કઇ રીતે મુલવી આ ગારીમાલાજક પ્રચાર કરી રહ્યા છે. ગુજરાતને ગુજરાત કેવી રીતે રાખવું તે ગુજરાતીઓને શિખવવાની જરૂર નથી અને આવી કોઇ કોશિષ કરવી તે મુર્ખામી કહેવાશે…. મતદારો ખરે ખર જાગવાનો સમય છે… જાગો અને જાગૃતિ લાવો. આ પ્રચાર નહીં પ્રપંચ કહેવાય.

Follow us on

#gujarat #election #chutani #bjp #congress #prachar #bihar #bhojpuri #songs #dance

  • Related Posts

    સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને કીટ વિતરણ, Welfare Drive 2026

    સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને કીટ વિતરણ, હર્ષ સંઘવી બાઈક રેલીમાં જોડાયા ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અને તેમની 25 વર્ષની અવિરત જનસેવા યાત્રાના ઉપલક્ષ્યમાં આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને અનાજની કીટ વિતરણનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. વડનગરથી વારાણસી સુધી યોજાઈ રહેલી બાઈક રેલીના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગંગા સ્વરૂપા માતાઓ-બહેનોનું વંદન કરી તેમનું સન્માન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગંગા સ્વરૂપા બહેનોએ ઓવારણા લઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવાકાર્યોને વધાવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં લાભાર્થી બહેનો, ગ્રામજનો, સ્થાનિક અગ્રણીઓ અને વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. -> ગંગા સ્વરૂપા બહેનો માટે અનાજની કીટનું વિતરણ : Chiloda ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગંગા…

    માત્ર ચાર કલાકમાં Ahmedabadમાં 2.77 ઈંચ વરસાદ, દોશીવાડા પોળમાં મકાન ધરાશાયી, Red Alert Critical

    Ahmedabad : અમદાવાદીઓ બહાર ન નીકળતા, વરસાદે શહેરને ધમરોળ્યું: વૃદ્ધો-બાળકોને ઘરમાં રહેવા અપીલ; દોશીવાડા પોળમાં મકાન ધરાશાયી, આગામી કલાકોમાં પણ વરસાદની શક્યતા Ahmedabad: Ahmedabad શહેરમાં શુક્રવાર, 18 સપ્ટેમ્બરની વહેલી સવારથી જ વરસાદે જોર પકડ્યું છે. ગાજવીજ અને ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પર અસર પડી છે. રસ્તાઓ પર પાણી ભરાવાની સાથે વાહનવ્યવહાર પણ ખોરવાયો છે. શહેરમાં સતત વરસાદી માહોલને જોતા નાગરિકોમાં ચિંતા વધી છે. ખાસ કરીને જૂના શહેરના વિસ્તારોમાં જર્જરિત મકાનોને લઈને જોખમ વધી ગયું છે. આ ભારે વરસાદ વચ્ચે દોશીવાડા પોળમાં એક મકાન ધરાશાયી થયાની માહિતી સામે આવી છે. જૂના શહેરમાં અનેક વર્ષો જૂના મકાનો અને હવેલીઓ આવેલી હોવાથી સતત વરસાદ દરમિયાન આવા મકાનોની સલામતીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.…