“પ્રચારે તો હદ કરી ભાઇ” – ગુજરાતનાં મતદારોની મનોવ્યથા

ચૂંટણી છે માટે પ્રચાર તો કરવો જ રહ્યો કારણ કે કોઇ પણ રાજકીય પક્ષ કામ કરે કે ન કરે પ્રચાર તો અવીરત રીતે કરે જ છે તે સર્વદા વિદિત છે. અહીં સત્તાપક્ષ કે વિપક્ષ કે અન્ય પક્ષ ન લખી અને કોઇ પણ રાજકીય પક્ષ લખવાનું પણ મર્મ છે જ. સત્તાપક્ષ હોય કે વિપક્ષ દરેકને કામ તો હોય જ છે અને તે કામ હંમેશા પ્રજાની શુખાકારી માટે કરવામાં આવતું હોય છે અથવા તો આવું કહેવામાં આવે છે. કામ કરે અને કામ કર્યાનો પ્રચાર કરે તો પ્રજાથી સહન પણ થાય પણ જ્યારે વગર કામ કર્યે જો કામ કર્યાનો પ્રચાર કરવામાં આવે તો તે કોઇ પણથી સહન ન થઇ શકે. તમામ પક્ષ અને નેતાને તે ધ્યાનમાં રાખુ જોઇએ કે પ્રજા બધુ જ સમજે છે પણ તેમની પાસે વિકલ્પો મર્યાદિત છે. વિધાન એમ જ કહ્યું નથી ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિકલ્પનો અભાવ સમા “NOTA” તળપદી ગુજરાતીમાં કહીએ તો “આ માયલુ કોઇ નહીં” એ ઘણાની બાજી બગાળી છે અને આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમામ પક્ષો આ નોટાથી થરથર કાપે છે.

આ પણ વાંચો – વર્લ્ડ બુક ડે પર “યુનાઇટિંગ રીડર્સ” પહેલ: વાંચન દ્વારા એકતા અને જ્ઞાનનું ઉજાસ ફેલાવતો કાર્યક્રમ

મુળ વાત પર પાછા ફરતા આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અનેક રીતે પરિવર્તન કે ચિલ્લો ચીતરનારી સાબિત થઇ છે અને સાબિત થશે. જે રીતે પક્ષ-વિપક્ષ-અપક્ષ-લોકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા કે પોલીસનો રોલ ચૂંટણીમાં મહત્વનો દેખાઇ રહ્યો છે, કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ પાછા ખેંચાયા કે ખેંચાવવામાં આવ્યા, કે મતદારોએ નેતાઓને પ્રચાર કરવાથી રોક્યા, કે નેતાઓ દ્વારા વિવિધ પ્રકારની ગર્ભીત ધમકીઓ જાહેર મંચો પરથી અપવામાં આવી, કે પ્રચાર કરતા નેતાને પ્રચારમાંથી ભાગી જવા સુઘીની નોબત આવી, કે પ્રશ્નનાં જવાબમાં ભારત માતા કી જય – જ્યશ્રી રામનાં નારા લગાવવા પડ્યા, કે વિગેરે વિગેરે… કહેવાય છે ને કે જાજી વાતોનાં ગાડા ભરાય. પ્રજા કે મતદાર સમજદાર છે.

પ્રશ્ન અહીં એ છે કે જ્યારે કોઇ પણ પક્ષ લાંબા અને તે પણ જો બે-ત્રણ દસકાથી સત્તામાં હોય તો એન્ટીઇન્કમબસી હોય જ છે અને તે સ્વાભાવી છે સાથે સાથે તમામ પક્ષો પણ જાણે જ છે. તો પછી સત્તાપક્ષ જે પ્રશ્નો ને કારણે ડિફેન્સની સ્થિતિમાં મુકાય છે તે પ્રશ્નને એટેન્ડ કરવા કે મેનેજ કરવા સક્ષમ હોય તેવા નેતા કે કાર્યકરને કેમ ટીકીટ નથી આપતી તે એક પ્રશ્ન સત્તાપક્ષને અને પ્રજાનાં પ્રશ્નો આટલી હદે છે કે હતા તો તે મામલે વિપક્ષે શું કર્યુ અથવા તો સ્થાનિક મુદ્દા કેમ કોઇ જગ્યા પર ચર્ચા વિચારણામાં આવ્યા કે લેવામાં આવ્યા નહીં, તે એક પ્રશ્ન વિપક્ષને.

કહેવુ બિલકુલ અતિશયોક્તિ નહીં કહેવાય કે જ્યારથી નવું ભાજપ અસ્તિત્વમાં આવ્યું છે પ્રચારે પણ નવું આયામ અપનાવ્યુ છે. અનેક પ્રકારનાં પ્રચાર રોજબરોજ જોવામાં આવે છે. ધણી વખત તો કામ કર્યાનો કુલ ખર્ચ પ્રચારનાં ખર્ચ કરતા ઓછો હોય છે. પણ કામ કર્યું છે તો લોકો સુધી તે પહોંચવું પણ અત્યંત જરુરી છે અને માટે પ્રચાર પણ જરુરી છે.

આ પણ વાંચો – ગુજરાત ચૂંટણી માટે DGPનો સુરક્ષા એક્શન પ્લાન જાહેર, 60 હજારથી વધુ જવાનો તૈનાત

ઝેરની સામાન્ય વ્યાખ્યા કરવામાં આવે તો કહી શકાય કે “કોઇ પણ વસ્તુની અતિશયોક્તિ એ ઝેર છે”   હાલમાં પ્રચારના હાલ પણ આ વ્યાખ્યાને સમરુપ છે પ્રચારે માજા મુકી છે અને પ્રચાર કોના માટે કરવામાં આવે છે તે સેગમેન્ટેશન ખુદ પ્રચારમાંથી ગાયબ દેખાઇ રહ્યો છે તે વિડંબણા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે પણ સત્તાપક્ષ ભાજપ સ્થાનિક પ્રશ્નો સાથેનો પ્રચાર કરી શકે તેમ નથી અને માટે જ ભાજપનાં સાંસદ કહી રહ્યા છે કે જો ભાજપ નહી જીતે તો ગ્રાન્ટનો એક રૂપિયો પણ આપશે નહીં અને વિધાયક કહી રહ્યા છે કે ગમે તે જીતે 10 દિવસમાં ભાજપનો ખેસ પહેરાવી દઇશું (એટલે કે મારી ને મુસ્લમાન બનાવવા જેવી ઉક્તિ). ઠેરઠેરથી નેતાઓને ભાગવુ પડે છે અને કેટલાક કિસ્સામાં તો માર પણ ખાધો છે અને ધક્કે પણ પડ્યા છે. માટે જ મુદ્દા લોકલ નહીં અને મહિલા બિલ વિગેરે વિગેરે ચગી રહ્યા છે. કહે છે ને કે  “મન હોય તો માળવે જવાય” પણ વિપક્ષને ખરી રીતે મન જ નથી કારણો ઘણા છે અને તમામ કારણો ઉડીને આંખે વળગે તેવા છે. નવા લોકો મથી રહ્યા છે પરંતુ “મને તારાથી કોઇ શિકાયત નથી મિત્ર, હું તો મારી ઉલ્જનોને જ સુલજાવવામાં મથી રહ્યો છુ” આવો ક્યાસ દેખાઇ રહ્યો છે. મોરલ ઓફ ધ સ્ટોરી કે મન હોય કે ન હોય વિકલ્પ નથી જ તે ચોક્કસ વાત છે.

 

  • Related Posts

    નકલી પાસપોર્ટ કેસ: Gujarat મહિલા કોંગ્રેસ પ્રમુખનો પુત્ર હરિકેશ પટેલ ઝડપાયો, પાસપોર્ટ જમા હોવા છતાં 5 દેશ ફર્યાનો ખુલાસો… Scandalous Nexus Exposed

    નકલી પાસપોર્ટ સાથે Gujarat મહિલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનો પુત્ર ઝડપાયો: હરિકેશ પટેલનો પાસપોર્ટ 2023ના મની લોન્ડરિંગ કેસમાં કોર્ટમાં જમા છતાં 5થી વધુ દેશ ફરી આવ્યો Gujaratમાં નકલી પાસપોર્ટના કેસને લઈને ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ Gujarat મહિલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખના પુત્ર હરિકેશ પટેલની નકલી પાસપોર્ટના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં તેના પાસેથી નકલી પાસપોર્ટ મળી આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ કેસમાં વધુ મહત્વની બાબત એ છે કે હરિકેશ પટેલનો અસલ પાસપોર્ટ વર્ષ 2023માં નોંધાયેલા મની લોન્ડરિંગ સંબંધિત કેસમાં કોર્ટમાં જમા હોવાનું સામે આવ્યું હોવા છતાં તેણે પાંચથી વધુ દેશોની મુસાફરી કરી હોવાની માહિતી તપાસમાં સામે આવી હોવાનો દાવો છે.આ સમગ્ર મામલે હવે પોલીસ અને સંબંધિત તપાસ એજન્સીઓ દ્વારા પાસપોર્ટ,…

    પૂર્વ વિસ્તારમાં પોલીસનો સપાટો: Vatva મહિલા બુટલેગરોને દારૂ પહોંચાડવા આવેલી દાહોદની ત્રણ મહિલાઓ સહિત કન્ટેનર ઝડપાયું 1 Unyielding Security Measures

    પૂર્વ વિસ્તારમાં એક જ દિવસમાં 5 સ્થળેથી દારૂ ઝડપાયો: Vatvaની મહિલા બુટલેગરોને દારૂની ડિલિવરી આપવા આવેલી દાહોદની ત્રણ મહિલા ઝડપાઈ, SP રિંગ રોડ પરથી કન્ટેનર ઝડપાયું Vatva અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં દારૂની હેરાફેરી સામે પોલીસે એક જ દિવસમાં અલગ-અલગ પાંચ સ્થળે કાર્યવાહી કરી હોવાની માહિતી સામે આવી છે. પોલીસની કાર્યવાહી દરમિયાન દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ કાર્યવાહીમાં ખાસ કરીને Vatva વિસ્તારમાં મહિલા બુટલેગરોને દારૂની ડિલિવરી આપવા આવેલી દાહોદની ત્રણ મહિલાઓ ઝડપાઈ હોવાની માહિતી સામે આવી છે. આ ઉપરાંત SP રિંગ રોડ પરથી એક કન્ટેનર પણ ઝડપાયું હોવાનું જાણવા મળ્યું છે. એક જ દિવસમાં પાંચ અલગ-અલગ સ્થળે દારૂ ઝડપાતા પોલીસની કામગીરી ચર્ચામાં આવી છે. પોલીસે પકડાયેલા આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ…