શ્રીનગર એરપોર્ટ પર બે અમેરિકન નાગરિકોની અટકાયત: બેગમાંથી મળ્યો સેટેલાઇટ ફોન

જમ્મુ-કાશ્મીરના શ્રીનગર એરપોર્ટ પર સુરક્ષા તપાસ દરમિયાન બે અમેરિકન નાગરિકોની અટકાયત કરવામાં આવી છે. તેમની બેગમાંથી ગાર્મિન કંપનીનો સેટેલાઇટ ફોન મળતાં સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી.

આ ઘટનામાં એક નાગરિકની ઓળખ જેફરી સ્કોટ તરીકે થઈ છે, જે અમેરિકાના મોનટાના રાજ્યનો રહેવાસી છે. એરપોર્ટ સુરક્ષાએ શરૂઆતમાં બંનેની પૂછપરછ કરી અને ત્યારબાદ તેમને પોલીસને સોંપવામાં આવ્યા હતા. સુરક્ષા અધિકારીઓના જણાવ્યા મુજબ, રુટીન ચેકિંગ દરમિયાન સ્કેનિંગ વખતે બેગમાંથી સેટેલાઇટ ફોન મળી આવ્યો હતો. આ પછી તેમને અટકાવીને વધુ પૂછપરછ કરવામાં આવી હતી.

હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે કે બંને નાગરિકો શ્રીનગરમાં કયા હેતુથી આવ્યા હતા અને તેમની પાસે સેટેલાઇટ ફોન રાખવાનો કારણ શું હતું. કાશ્મીર જેવા સંવેદનશીલ વિસ્તારમાં આવા ઉપકરણો પર કડક નિયમો લાગુ હોય છે, તેથી સુરક્ષા એજન્સીઓએ આ મામલાને ગંભીરતાથી લીધો છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ, વિદેશી પ્રવાસીઓ દ્વારા સેટેલાઇટ ફોન સાથે પકડાવાની ઘટનાઓ અગાઉ પણ સામે આવી છે, જેના કારણે એરપોર્ટ સુરક્ષા વધુ સતર્ક બની છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

ટ્રમ્પની ઈરાનને કડક ચેતવણી: “સમાધાન નહીં તો કડક પગલાં”, યુએસ પ્રતિનિધિમંડળ પાકિસ્તાન તરફ રવાના

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ઈરાન સામે કડક વલણ દાખવતાં ગંભીર ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું કે હવે ઈરાન પ્રત્યે વધુ ઉદારતા દાખવવામાં નહીં આવે અને જો તે સમાધાન નહીં…

યમુનોત્રી-ગંગોત્રી ધામના કપાટ ખુલ્યા: વૈદિક મંત્રોચ્ચાર સાથે ચારધામ યાત્રાની શરૂઆત

ઉત્તરાખંડમાં સ્થિત પવિત્ર યમુનોત્રી અને ગંગોત્રી ધામના કપાટ રવિવારે વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિ સાથે શ્રદ્ધાળુઓ માટે ખુલ્યા છે. આ સાથે જ હિન્દુ ધર્મની મહત્વપૂર્ણ ચાર ધામ યાત્રાની વિધિવત શરૂઆત…