અમદાવાદ ગ્રામ્યની શાળાઓમાં EVM અને મતદાન પ્રક્રિયા અંગે અપાયું માર્ગદર્શન

આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે મતદાર જાગૃતિ અભિયાન (SVAP) હવે નિર્ણાયક તબક્કામાં પહોંચ્યું છે. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના માર્ગદર્શન હેઠળ તાજેતરમાં ૬૨૦ જેટલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ‘ઈલેક્ટોરલ લીટરસી ક્લબ’ (ELC) દ્વારા એક વિશેષ ટેકનિકલ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ટેકનોલોજીના વર્તમાન સમયમાં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) અંગે લોકોના મનમાં રહેલી શંકાઓ દૂર કરવાનો અને મતદાન પ્રક્રિયા પ્રત્યે નાગરિકોનો વિશ્વાસ વધારવાનો હતો.

આ અભિયાન અંતર્ગત અંદાજે 35,090 જેટલા વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્ટાફ મિત્રોએ સહભાગી થઈને EVM ની કાર્યપદ્ધતિ વિશે ઊંડાણપૂર્વક સમજ મેળવી હતી. શાળાઓમાં પ્રાયોગિક નિદર્શન દ્વારા સમજાવવામાં આવ્યું હતું કે કઈ રીતે ટેકનોલોજીના ઉપયોગથી મતદાન પ્રક્રિયા વધુ સરળ, પારદર્શક અને ઝડપી બની છે.

વિદ્યાર્થીઓએ આ ટેકનિકલ પાસાઓને સમજીને પોતાના પરિવાર અને આસપાસના નાગરિકોને સાચી માહિતી પહોંચાડવાનો સંકલ્પ કર્યો હતો. આ પ્રવૃત્તિ દ્વારા લોકશાહીના પાયા સમાન મતદાન પ્રક્રિયામાં આધુનિક ઉપકરણોના મહત્વ વિશે વ્યાપક જનજાગૃતિ ફેલાવવામાં આવી છે, જે આગામી ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધારવામાં મહત્વનું યોગદાન આપશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    Raihan:પ્રિયંકા ગાંધીના પુત્ર રૈહાન વાધ્રાની સગાઈ : અવિવા બૈગ વિશે જાણો 5 મહત્વપૂર્ણ વાતો Exciting

    Raihan વાડ્રા-અવિવા બૈગની સગાઈ: કોણ છે અવિવા બૈગ? જાણો 5 મહત્વની વાતો પ્રિયંકા ગાંધી વાડ્રા અને રોબર્ટ વાડ્રાના પુત્ર Raihan વાડ્રાની સગાઈ અવિવા બૈગ સાથે થઈ છે. રાજસ્થાનના રણથંભોરમાં પરિવાર અને નજીકના લોકોની હાજરીમાં યોજાયેલા ખાનગી સમારંભ બાદ આ સંબંધની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી હતી. બંને લાંબા સમયથી એકબીજાને ઓળખે છે અને તેમના સંબંધને લગભગ સાત વર્ષ થયા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. સગાઈ બાદ અવિવા બૈગ કોણ છે, તેમનું શિક્ષણ શું છે અને તેઓ વ્યવસાયિક રીતે શું કરે છે તે અંગે લોકોમાં ઉત્સુકતા વધી છે. ઉપલબ્ધ જાહેર માહિતીના આધારે જાણીએ અવિવા બૈગ વિશેની 5 મહત્વની વાતો. 1. કોણ છે અવિવા બૈગ? અવિવા બૈગ દિલ્હી સ્થિત ફોટોગ્રાફર અને પ્રોડ્યુસર છે. વિવિધ મીડિયા અહેવાલો અનુસાર, તેઓ…

    Gujarat TAT-S Main Exam 2026: શિક્ષક બનવાના સપનાનો મહામુકાબલો.. Skill Test..

    Gujaratમાં આજે TAT-S મુખ્ય પરીક્ષા, 403 કેન્દ્રો પર 75,992 ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે Gujaratમાં શિક્ષક બનવા ઇચ્છુક ઉમેદવારો માટે આજનો દિવસ મહત્વનો છે. 20 સપ્ટેમ્બર, 2026ના રોજ રાજ્યમાં શિક્ષક અભિરુચિ કસોટી એટલે કે TAT-Sની મુખ્ય પરીક્ષા યોજાઈ રહી છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજિત આ પરીક્ષામાં અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા સહિતના શહેરોમાં કુલ 403 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી રહી છે. આ પરીક્ષામાં કુલ 75,992 ઉમેદવારો ભાગ લઈ રહ્યા છે. પરીક્ષાને ધ્યાનમાં રાખીને વિવિધ કેન્દ્રો પર જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. TAT-S એટલે કે Teacher Aptitude Test – Secondary માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકે કારકિર્દી બનાવવા ઇચ્છતા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ પરીક્ષા છે. આજની મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારો અગાઉની પ્રાથમિક પરીક્ષામાં સફળ થયા બાદ લાયક…