ટ્રમ્પની મોટી જાહેરાત: “હોર્મુઝ હંમેશા માટે ખોલી રહ્યો છું”, જાણો શું છે સમગ્ર મામલો

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ જળમાર્ગને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપતા વૈશ્વિક રાજકીય ચર્ચાઓ તેજ બનાવી દીધી છે. ઈરાન સાથે વધતા તણાવ અને અમેરિકન નાકાબંધી વચ્ચે ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાહેરાત કરી કે તેઓ હોર્મુઝ જળમાર્ગને “હંમેશા માટે ખોલી રહ્યા છે”.

ટ્રમ્પે પોતાના સંદેશમાં જણાવ્યું કે આ નિર્ણય માત્ર અમેરિકા માટે નહીં પરંતુ ચીન અને સમગ્ર વિશ્વ માટે લેવામાં આવ્યો છે. તેમણે દાવો કર્યો કે ચીન આ પગલાથી ખૂબ ખુશ છે અને બંને દેશો વચ્ચે સકારાત્મક સહકાર ચાલી રહ્યો છે. સાથે જ તેમણે એ પણ કહ્યું કે ચીન ઈરાનને હથિયારો ન મોકલવા માટે સંમત થયું છે.

તેમણે વધુમાં જણાવ્યું કે તેઓ ટૂંક સમયમાં ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે મુલાકાત કરશે અને બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે. ટ્રમ્પે પોતાના નિવેદનમાં કહ્યું કે યુદ્ધ કરતાં સહકાર વધુ સારો વિકલ્પ છે, પરંતુ જો લડવું પડે તો અમેરિકા સંપૂર્ણ રીતે તૈયાર છે.

આ વચ્ચે, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવમાં થોડો શાંતાવાનો સંકેત પણ મળ્યો છે. રિપોર્ટ મુજબ બંને દેશોએ સીઝફાયરને વધુ બે અઠવાડિયા માટે લંબાવવા સહમતિ દર્શાવી છે. મધ્યસ્થીઓના પ્રયાસોથી હવે બંને દેશો વચ્ચે ફરી વાટાઘાટો થવાની શક્યતા ઉભી થઈ છે.

આગામી ચર્ચાઓમાં ત્રણ મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત થવાની સંભાવના છે. ઈરાનનો પરમાણુ કાર્યક્રમ, હોર્મુઝ જળમાર્ગની સ્થિતિ અને વળતર સંબંધિત મુદ્દાઓ.

હોર્મુઝ જળમાર્ગ વૈશ્વિક તેલ સપ્લાય માટે અત્યંત મહત્વપૂર્ણ માર્ગ માનવામાં આવે છે. અહીં કોઈપણ તણાવ વૈશ્વિક બજારો અને અર્થતંત્ર પર સીધી અસર કરી શકે છે. ટ્રમ્પના આ નિવેદનથી આવનારા સમયમાં આંતરરાષ્ટ્રીય રાજકીય અને આર્થિક પરિસ્થિતિમાં મહત્વપૂર્ણ ફેરફારો જોવા મળી શકે છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

EDની મોટી કાર્યવાહી: અનિલ અંબાણીના નજીકના અમિતાભ ઝુનઝુનવાલા અને અમિત બાપનાની ધરપકડ

કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ રિલાયન્સ ગ્રુપ સાથે જોડાયેલા મોટા કેસમાં મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે. એજન્સીએ રિલાયન્સ ગ્રુપના બે પૂર્વ વરિષ્ઠ અધિકારીઓ અમિતાભ ઝુનઝુનવાલા અને અમિત બાપનાની ધરપકડ…

‘નારી શક્તિ વંદન સંમેલન’ : નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયું સંમેલન

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં અમદાવાદમાં ટાગોર હોલ ખાતે ‘સ્ત્રી શક્તિ’ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI)ની ‘બિઝનેસ વુમન કમિટી’ના સંયુક્ત ઉપક્રમે ‘નારી શક્તિ વંદન સંમેલન’યોજાયું હતું. આ…