હોર્મુઝ સ્ટ્રેટ પર ભારતીય જહાજો અટવાયા, નેવીના ગ્રીન સિગ્નલની રાહમાં 16 કન્ટેનર

મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પરથી દરિયાઈ ટ્રાફિક હજી સંપૂર્ણ રીતે સામાન્ય થયો નથી. 5 એપ્રિલથી કોઈપણ ભારતીય ધ્વજવાળા જહાજો આ માર્ગમાંથી પસાર થઈ શક્યા નથી, જેના કારણે હાલ 16 ભારતીય જહાજો પશ્ચિમ વિસ્તારમાં અટવાયેલા છે અને ભારતીય નૌકાદળના ગ્રીન સિગ્નલની રાહ જોઈ રહ્યા છે.

માહિતી મુજબ અટવાયેલા જહાજોમાં LNG, LPG, ક્રૂડ ઓઇલ કેરિયર્સ, કન્ટેનર શિપ્સ, કેમિકલ અને ડ્રેજિંગ જહાજોનો સમાવેશ થાય છે. LPG જહાજ ‘જગ વિક્રમ’ હાલમાં શારજાહ નજીક રોકાયેલું છે અને આગળ વધવા માટે સૂચનાની રાહ જોઈ રહ્યું છે.

સૂત્રો અનુસાર, પ્રથમ તબક્કામાં નેવીની મંજૂરી મળ્યા બાદ 5થી 6 જહાજોનો બેચ હોર્મુઝ સ્ટ્રેટ પાર કરશે. આ માટે ઈરાની અધિકારીઓ અને જહાજના ક્રૂ સાથે ચર્ચા ચાલુ છે.

કોન્ફ્લિક્ટ દરમિયાન આ વિસ્તારમાં કુલ 25 ભારતીય જહાજો હાજર હતા, જેમાંથી 9 જહાજો સુરક્ષિત રીતે પસાર થઈ ચૂક્યા છે. હાલ ભારતીય નૌકાદળ દ્વારા એસ્કોર્ટ ઓપરેશન ચાલુ છે અને જહાજોને સુરક્ષિત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

IFC-IORના અહેવાલ મુજબ 6 એપ્રિલ સુધી પર્શિયન ગલ્ફ, હોર્મુઝ અને ઓમાનના ગલ્ફ વિસ્તારમાં કુલ 30 ઘટનાઓ નોંધાઈ હતી, જેમાંથી 23 જહાજો પર મિસાઇલ અને ડ્રોન હુમલાઓ થયા હતા.

એક્સપર્ટ્સના મતે, ભારતીય નૌકાદળની સતર્કતા જહાજોની સુરક્ષા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. જોકે ઈરાન તરફથી કડક નિયંત્રણના સંકેતોને કારણે હાલ પરિસ્થિતિ સંવેદનશીલ છે. વિશ્વના મોટા તેલ વેપાર માટે મહત્વપૂર્ણ આ જળમાર્ગ પર પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને કીટ વિતરણ, Welfare Drive 2026

    સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને કીટ વિતરણ, હર્ષ સંઘવી બાઈક રેલીમાં જોડાયા ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અને તેમની 25 વર્ષની અવિરત જનસેવા યાત્રાના ઉપલક્ષ્યમાં આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને અનાજની કીટ વિતરણનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. વડનગરથી વારાણસી સુધી યોજાઈ રહેલી બાઈક રેલીના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગંગા સ્વરૂપા માતાઓ-બહેનોનું વંદન કરી તેમનું સન્માન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગંગા સ્વરૂપા બહેનોએ ઓવારણા લઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવાકાર્યોને વધાવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં લાભાર્થી બહેનો, ગ્રામજનો, સ્થાનિક અગ્રણીઓ અને વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. -> ગંગા સ્વરૂપા બહેનો માટે અનાજની કીટનું વિતરણ : Chiloda ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગંગા…

    માત્ર ચાર કલાકમાં Ahmedabadમાં 2.77 ઈંચ વરસાદ, દોશીવાડા પોળમાં મકાન ધરાશાયી, Red Alert Critical

    Ahmedabad : અમદાવાદીઓ બહાર ન નીકળતા, વરસાદે શહેરને ધમરોળ્યું: વૃદ્ધો-બાળકોને ઘરમાં રહેવા અપીલ; દોશીવાડા પોળમાં મકાન ધરાશાયી, આગામી કલાકોમાં પણ વરસાદની શક્યતા Ahmedabad: Ahmedabad શહેરમાં શુક્રવાર, 18 સપ્ટેમ્બરની વહેલી સવારથી જ વરસાદે જોર પકડ્યું છે. ગાજવીજ અને ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પર અસર પડી છે. રસ્તાઓ પર પાણી ભરાવાની સાથે વાહનવ્યવહાર પણ ખોરવાયો છે. શહેરમાં સતત વરસાદી માહોલને જોતા નાગરિકોમાં ચિંતા વધી છે. ખાસ કરીને જૂના શહેરના વિસ્તારોમાં જર્જરિત મકાનોને લઈને જોખમ વધી ગયું છે. આ ભારે વરસાદ વચ્ચે દોશીવાડા પોળમાં એક મકાન ધરાશાયી થયાની માહિતી સામે આવી છે. જૂના શહેરમાં અનેક વર્ષો જૂના મકાનો અને હવેલીઓ આવેલી હોવાથી સતત વરસાદ દરમિયાન આવા મકાનોની સલામતીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.…