મુંબઈ એરપોર્ટના ટર્મિનલ-1માં ભીષણ આગ, મુસાફરોમાં અફરાતફરી

મુંબઈમાંથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ-1માં આગ લાગવાની ઘટના બની છે. ગુરુવારે સાંજે અંદાજે 6 વાગ્યાની આસપાસ આ ઘટના બની હોવાનું જણાવાયું છે.

પ્રાથમિક માહિતી મુજબ ટર્મિનલ-1ના બેઠક વિસ્તારમાં અચાનક આગ લાગી હતી, જેના કારણે મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ, પોલીસ અને અન્ય બચાવ દળો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મુંબઈ ફાયર બ્રિગેડના અધિકારીઓ મુજબ આગ કેબલ ટ્રે અને સ્વિચ બોક્સમાં લાગી હતી. સદનસીબે આગ ટર્મિનલના ગ્રાઉન્ડ ફ્લોર સુધી જ મર્યાદિત રહી હતી, જેના કારણે મોટી જાનહાનિ ટળી છે.

સોશિયલ મીડિયા પર આ ઘટનાના વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે, જેમાં ટર્મિનલની અંદર ગાઢ ધુમાડો દેખાઈ રહ્યો છે. અધિકારીઓએ જણાવ્યું છે કે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને પરિસ્થિતિ હાલ નિયંત્રણમાં છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી અને તપાસ શરૂ કરવામાં આવી છે. સુરક્ષા દળો દ્વારા સમગ્ર વિસ્તારની ચકાસણી કરવામાં આવી રહી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    જમનાબાઈ હોસ્પિટલ 2026 Vadodara Hospital Campus Tragedy : વડોદરાની જમનાબાઈ હોસ્પિટલમાં મહિલા ડોક્ટરની કારની અડફેટે બાળકનું કમકમાટીભર્યું મોત

    વડોદરાની જમનાબાઈ હોસ્પિટલ પરિસરમાં મહિલા તબીબે કાર રિવર્સ લેતા બાળક ગંભીર રીતે ઘાયલ થયું અને સારવાર દરમિયાન તેનું મોત થયું. સમગ્ર ઘટનાની વિગત અને પોલીસ તપાસ જાણો. જમનાબાઈ હોસ્પિટલમાં કરુણ અકસ્માત: મહિલા તબીબની કાર રિવર્સ લેતા બાળકનું મોત B india વડોદરા : વડોદરા શહેરની જાણીતી જમનાબાઈ જનરલ હોસ્પિટલ પરિસરમાં બનેલી એક કરુણ ઘટનાએ સમગ્ર શહેરને શોકમાં મૂકી દીધું છે. હોસ્પિટલ કેમ્પસમાં રમી રહેલા એક માસૂમ બાળકનું કારની અડફેટે આવતાં મોત થયું હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર, હોસ્પિટલમાં ફરજ બજાવતા એક મહિલા તબીબ પોતાની કાર રિવર્સ લઈ રહ્યા હતા ત્યારે પાછળ રમી રહેલા બાળક પર તેમનું ધ્યાન ન જતાં અકસ્માત સર્જાયો હતો. ગંભીર ઈજાઓના કારણે બાળકનું સારવાર દરમિયાન મોત થતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ…

    હડતાળ 2026 : અમદાવાદ ઓટો રિક્ષા હડતાળ: ક્યાંક બંધ તો ક્યાંક સેવાઓ ચાલુ, જાણો હડતાળના પહેલા દિવસે શું રહી સ્થિતિ? AMTS BRTS Extra Bus Service

    અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળના પ્રથમ દિવસે શહેરમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો. કેટલાક વિસ્તારોમાં રિક્ષા સેવા સંપૂર્ણ બંધ રહી જ્યારે અનેક સ્થળોએ સેવા યથાવત રહી. જાણો હડતાળનું કારણ, મુસાફરોની સ્થિતિ અને પ્રશાસનની તૈયારી. અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળને પ્રથમ દિવસે મિશ્ર પ્રતિસાદ B india અમદાવાદ : શહેરમાં રિક્ષા ચાલકો દ્વારા આપવામાં આવેલા હડતાળના એલાનનો પ્રથમ દિવસ મિશ્ર પ્રતિસાદ સાથે પસાર થયો. શહેરના કેટલાક વિસ્તારોમાં મોટી સંખ્યામાં રિક્ષા ચાલકો હડતાળમાં જોડાતા મુસાફરોને અવરજવરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, જ્યારે અનેક વિસ્તારોમાં રિક્ષા સેવા સામાન્ય રીતે ચાલુ રહેતાં જનજીવન પર વ્યાપક અસર જોવા મળી નહોતી. સવારના પીક અવર્સ દરમિયાન બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, મેટ્રો સ્ટેશન અને મુખ્ય માર્ગો પર મુસાફરો વૈકલ્પિક વાહનો શોધતા જોવા મળ્યા. અમદાવાદ શહેરના વિવિધ રિક્ષા સંગઠનો દ્વારા…