ઈરાને હોર્મુઝ સ્ટ્રેઈટ ફરી બંધ કરી, શાંતિ મંત્રણામાં ભાગ લેવાની શક્યતા ઓછી

મધ્ય પૂર્વમાં તણાવ ફરી એકવાર વધતો જોવા મળી રહ્યો છે. ઈરાનએ મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગ હોર્મુઝ સ્ટ્રેઈટ ફરી બંધ કરવાની જાહેરાત કરી છે. આ પગલું તાજેતરમાં થયેલા હુમલાઓ અને તૂટી ગયેલા સીઝ-ફાયર બાદ લેવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. બુધવારે વહેલી સવારે ડોનાલ્ડ ટ્રમ્પએ સીઝ-ફાયર જાહેર કર્યા બાદ વૈશ્વિક સ્તરે રાહતનો માહોલ સર્જાયો હતો. પરંતુ ઇઝરાયેલએ 24 કલાકની અંદર જ લેબેનોન પર ભારે મિસાઈલ અને હવાઈ હુમલા કરતા પરિસ્થિતિ ફરી તંગ બની ગઈ છે.

માહિતી મુજબ ઇઝરાયેલે લેબેનોન પર માત્ર 10 મિનિટમાં 100થી વધુ મિસાઈલ હુમલા કર્યા હતા, જેમાં ઓછામાં ઓછા 254 લોકોનાં મોત થયા છે અને 1,156થી વધુ લોકો ઘાયલ થયા છે. આ હુમલામાં હિઝબુલ્લાહના કમાન્ડ સેન્ટર પર પણ નિશાન સાધવામાં આવ્યું હતું, જેમાં તેના એક અગ્રીમ કમાન્ડરનાં મોત થયાની માહિતી મળી રહી છે.

આ હુમલાઓને સીઝ-ફાયરનો ભંગ ગણાવતા ઈરાને કડક પ્રતિક્રિયા આપી છે અને હોર્મુઝ સ્ટ્રેઈટ બંધ કરી દીધો છે. સાથે જ શુક્રવારે ઇસ્લામાબાદમાં યોજાનારી શાંતિ મંત્રણામાં ભાગ ન લેવાના સંકેતો આપ્યા છે. પાકિસ્તાનમાં સ્થિત ઈરાનના રાજદૂત રજા અમીરી મોગદસે સોશિયલ મીડિયા પર મૂકેલો સંદેશ પણ હટાવી દીધો છે, જેમાં ઈરાની પ્રતિનિધિમંડળ પાકિસ્તાન પહોંચી ગયું હોવાનું જણાવાયું હતું.

આ સમગ્ર પરિસ્થિતિને કારણે શાંતિ મંત્રણાની શક્યતાઓ ઘટતી દેખાઈ રહી છે. વિશેષજ્ઞોના મતે, ઇઝરાયેલના હુમલાઓ બાદ પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે અને મધ્ય પૂર્વમાં અસ્થિરતા વધી શકે છે. આ દરમિયાન હિઝબુલ્લાહએ ચેતવણી આપી છે કે ઇઝરાયેલના હુમલાઓને જવાબ આપવાનો તેમને પૂર્ણ અધિકાર છે, જેનાથી સંઘર્ષ વધુ ઉગ્ર બનવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    જમનાબાઈ હોસ્પિટલ 2026 Vadodara Hospital Campus Tragedy : વડોદરાની જમનાબાઈ હોસ્પિટલમાં મહિલા ડોક્ટરની કારની અડફેટે બાળકનું કમકમાટીભર્યું મોત

    વડોદરાની જમનાબાઈ હોસ્પિટલ પરિસરમાં મહિલા તબીબે કાર રિવર્સ લેતા બાળક ગંભીર રીતે ઘાયલ થયું અને સારવાર દરમિયાન તેનું મોત થયું. સમગ્ર ઘટનાની વિગત અને પોલીસ તપાસ જાણો. જમનાબાઈ હોસ્પિટલમાં કરુણ અકસ્માત: મહિલા તબીબની કાર રિવર્સ લેતા બાળકનું મોત B india વડોદરા : વડોદરા શહેરની જાણીતી જમનાબાઈ જનરલ હોસ્પિટલ પરિસરમાં બનેલી એક કરુણ ઘટનાએ સમગ્ર શહેરને શોકમાં મૂકી દીધું છે. હોસ્પિટલ કેમ્પસમાં રમી રહેલા એક માસૂમ બાળકનું કારની અડફેટે આવતાં મોત થયું હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર, હોસ્પિટલમાં ફરજ બજાવતા એક મહિલા તબીબ પોતાની કાર રિવર્સ લઈ રહ્યા હતા ત્યારે પાછળ રમી રહેલા બાળક પર તેમનું ધ્યાન ન જતાં અકસ્માત સર્જાયો હતો. ગંભીર ઈજાઓના કારણે બાળકનું સારવાર દરમિયાન મોત થતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ…

    હડતાળ 2026 : અમદાવાદ ઓટો રિક્ષા હડતાળ: ક્યાંક બંધ તો ક્યાંક સેવાઓ ચાલુ, જાણો હડતાળના પહેલા દિવસે શું રહી સ્થિતિ? AMTS BRTS Extra Bus Service

    અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળના પ્રથમ દિવસે શહેરમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો. કેટલાક વિસ્તારોમાં રિક્ષા સેવા સંપૂર્ણ બંધ રહી જ્યારે અનેક સ્થળોએ સેવા યથાવત રહી. જાણો હડતાળનું કારણ, મુસાફરોની સ્થિતિ અને પ્રશાસનની તૈયારી. અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળને પ્રથમ દિવસે મિશ્ર પ્રતિસાદ B india અમદાવાદ : શહેરમાં રિક્ષા ચાલકો દ્વારા આપવામાં આવેલા હડતાળના એલાનનો પ્રથમ દિવસ મિશ્ર પ્રતિસાદ સાથે પસાર થયો. શહેરના કેટલાક વિસ્તારોમાં મોટી સંખ્યામાં રિક્ષા ચાલકો હડતાળમાં જોડાતા મુસાફરોને અવરજવરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, જ્યારે અનેક વિસ્તારોમાં રિક્ષા સેવા સામાન્ય રીતે ચાલુ રહેતાં જનજીવન પર વ્યાપક અસર જોવા મળી નહોતી. સવારના પીક અવર્સ દરમિયાન બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, મેટ્રો સ્ટેશન અને મુખ્ય માર્ગો પર મુસાફરો વૈકલ્પિક વાહનો શોધતા જોવા મળ્યા. અમદાવાદ શહેરના વિવિધ રિક્ષા સંગઠનો દ્વારા…