પાટણમાં સર્જાયો ભયાનક અકસ્માત: ટેન્કર અને કારની ટક્કરમાં એક જ પરિવારના 4ના મોત

પાટણ જિલ્લામાં સાંતલપુર નેશનલ હાઈવે પર ગુરુવારે સાંજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ટેન્કર અને કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં એક જ પરિવારના 4 સભ્યોના ઘટનાસ્થળે મોત નીપજ્યાં છે, જ્યારે 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

મળતી માહિતી મુજબ સાંતલપુર નજીક ગરામડી ગામ પાસે આ અકસ્માત બન્યો હતો. કારમાં સવાર પરિવાર હાજીપીરના દર્શન કરીને પરત ફરી રહ્યો હતો, ત્યારે અચાનક ટેન્કર સાથે ભીડંત થઈ હતી.

આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર 7 લોકોમાંથી 4 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે. આ બનાવને કારણે વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

મૃતકોના નામ:
– જાવેદ અક્ષરભાઈ ઘાંચી (ઉંમર 25)
– મદીનાબેન અક્ષરભાઈ ઘાંચી (ઉંમર 46)
– અક્ષરએમદભાઈ ઘાંચી (ઉંમર 47)
– એમદભાઈ હસનભાઈ ઘાંચી (ઉંમર 77)

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    Historic Milestone for Gujarat Sports : અમદાવાદમાં CWG 2030ની ધમાકેદાર એન્ટ્રી Harsh Sanghavi Glasgow CWG Flag Handover

    અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ 2030ની તૈયારીઓને સત્તાવાર ગતિ મળી. ગ્લાસગોથી પરત ફરેલા મંત્રી હર્ષ સંઘવીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અધિકૃત ફ્લેગ સુપરત કર્યો. જાણો સમગ્ર આયોજન, વિકાસ યોજનાઓ અને ગુજરાત માટેનું મહત્વ. અમદાવાદમાં CWG 2030ની ધમાકેદાર એન્ટ્રી: કોમનવેલ્થ ગેમ્સના ફ્લેગ સાથે ગુજરાતે શરૂ કરી ઐતિહાસિક તૈયારીઓ ગુજરાત માટે રમતગમતના ઇતિહાસમાં વધુ એક મહત્વપૂર્ણ ક્ષણ નોંધાઈ છે. વર્ષ 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ (CWG 2030) માટે અમદાવાદની યજમાનીને લઈને તૈયારીઓ હવે સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે. સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાયેલા કોમનવેલ્થ ગેમ્સ 2026ના સમાપન સમારોહ બાદ ગુજરાત સરકારને સોંપવામાં આવેલો અધિકૃત કોમનવેલ્થ ગેમ્સનો ફ્લેગ રાજ્યમાં પહોંચ્યો છે. ગ્લાસગોથી પરત ફરેલા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ ફ્લેગ સુપરત કર્યો, જે ગુજરાત માટે ગૌરવની ક્ષણ બની રહી. આ ફ્લેગ…

    નર્મદા 2026 Big Boost to Gujarat Tourism : નર્મદાના નીરમાં લક્ઝરી સફર!

    કેવડિયા (એકતાનગર) ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક નર્મદા નદીમાં 600 મુસાફરોની ક્ષમતા ધરાવતી ભવ્ય લક્ઝરી ક્રૂઝ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જાણો પ્રોજેક્ટની ખાસિયતો, પ્રવાસન પર તેની અસર અને ગુજરાત માટે તેનું મહત્વ. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 600 મુસાફરોની ભવ્ય લક્ઝરી ક્રૂઝ શરૂ કરવાની જાહેરાત, નર્મદા નદીમાં પ્રવાસનને મળશે નવી ઓળખ ગુજરાતના વિશ્વવિખ્યાત પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હવે વધુ એક મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ સાકાર થવા જઈ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા કેવડિયા (એકતાનગર) ખાતે નર્મદા નદીમાં 600 મુસાફરોની ક્ષમતા ધરાવતી ભવ્ય લક્ઝરી ક્રૂઝ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ક્રૂઝ અત્યાર સુધીની સૌથી મોટી હોવાનું માનવામાં આવી રહ્યું છે અને તેના અમલીકરણ બાદ નર્મદા નદીમાં વોટર ટુરિઝમને નવી દિશા મળશે. પ્રવાસન ક્ષેત્રના નિષ્ણાતોનું…