નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર ઓને સાયબર ક્રાઇમ ક્ષેત્રે પ્રોએક્ટિવ અભિગમ અપનાવવા અપાયું માર્ગદર્શન

ગાંધીનગર: ગાંધીનગર સ્થિત પોલીસ ભવન ખાતે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી (DGP) ડૉ. કે.એલ.એન રાવના અધ્યક્ષસ્થાને ‘સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ’ની કામગીરી અંગેની એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ. આ બેઠકમાં સાયબર સેન્ટરના વરિષ્ઠ અધિકારીઓ સહિત તાજેતરમાં નિમણૂક પામેલા પોલીસ ઇન્સ્પેક્ટર ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં ખાસ કરીને સાયબર ગુનાઓ ઝડપી નિવારવા સમીક્ષા કરાઈ હતી. જેમાં સાયબર ક્રાઇમના વધતા જતા વ્યાપ અને નવી મોડસ ઓપરેન્ડી જેવી કે ડિજિટલ ફ્રોડ, ઓનલાઇન ઠગાઈ, સોશિયલ મીડિયા સંબંધિત ગુનાઓ અને નાણાકીય છેતરપિંડી અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. સાથો સાથ ટેકનિકલ સજ્જતા અને ઇન્વેસ્ટિગેશન અંગે પણ માર્ગદર્શન અપાયું હતુ. આ બેઠકમાં સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા કરવામાં આવતી કામગીરીનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.
જેમાં મુખ્યત્વે  હેલ્પલાઇન 1930 – ફરિયાદોનું ત્વરિત નિવારણ અને નાણાકીય ટ્રાન્ઝેક્શન અટકાવવાની પ્રક્રિયા, તપાસ પ્રક્રિયા- નોંધાયેલી FIR ની ઝડપી તપાસ અને પીડિતોને રિફંડ અપાવવાની કામગીરી, આધુનિક સાધનો – ડેટા એનાલિટિક્સ, ડિજિટલ ફોરેન્સિક્સ અને રિયલ–ટાઇમ ઇન્ટેલિજન્સ એકત્રિત કરવાની પદ્ધતિઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્ષમતા વર્ધનના મુદ્દા પર કચેરીના ભૌતિક માળખાના વિકાસ અને માનવ સંસાધનોના સક્ષમીકરણ અંગે પણ પરામર્શ કરવામાં આવ્યો હતો. પોલીસ અધિકારી નિયમિત તાલીમ અને વર્કશોપ દ્વારા અધ્યતન ટેકનોલોજીથી માહિતગાર કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.
આ સમીક્ષા બેઠકને સંબોધતા DGP ડૉ. કે.એલ.એન રાવે જણાવ્યું હતું કે, સાયબર ગુનાઓ સામેની લડતમાં ‘પ્રોએક્ટિવ અભિગમ’ અનિવાર્ય છે. તેમણે અધિકારીઓને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અન્ય એજન્સીઓ સાથે સંકલન સાધવા અને રિયલ-ટાઇમ માહિતી શેર કરવા સૂચના આપી હતી. વધુમાં, તેમણે નાગરિકોમાં સુરક્ષા જાગૃતિ વધારવા માટે શાળાઓ, કોલેજો અને સામાજિક પ્લેટફોર્મ્સના માધ્યમથી વિશેષ અભિયાન ચલાવવા પર ભાર મૂક્યો હતો.

નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટરઓને સમર્પિત ભાવના સાથે સમયબદ્ધ રીતે ફરિયાદોનો નિકાલ કરવા પ્રેરિત કર્યા હતા. અંતમાં, પોલીસ મહાનિર્દેશકએ સાયબર સેન્ટરની સમગ્ર ટીમની કામગીરીની પ્રશંસા કરી હતી અને આ કેન્દ્રને સાયબર ક્રાઇમ સામે લડવા માટે એક ‘આદર્શ કેન્દ્ર’ તરીકે વિકસાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    દુબઈથી Mumbai આવતા જ , ₹5.17 કરોડનું કૌભાંડ આચરનાર કુખ્યાત શખ્સ દબોચાયો Breakthrough

    કરોડોના સાયબર ફ્રોડનો આરોપી દુબઈથી Mumbaiઆવતા જ ઝડપાયો: ટાસ્ક ફ્રોડ અને ફેક આઈસગેટ કૌભાંડમાં 3 વર્ષથી ફરાર હતો, બે દિવસમાં ₹5.17 કરોડના ફ્રોડ ટ્રાન્ઝેક્શન કરાવ્યા’તા Mumbai: સાયબર ક્રાઇમના એક મોટા કેસમાં ત્રણ વર્ષથી ફરાર આરોપી દુબઈથી Mumbai પરત ફરતા જ પોલીસના હાથે ઝડપાયો હોવાનો મામલો સામે આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી ટાસ્ક ફ્રોડ અને કથિત ફેક આઈસગેટ કૌભાંડ સાથે સંકળાયેલો હતો. તપાસમાં આરોપી દ્વારા માત્ર બે દિવસના સમયગાળામાં આશરે ₹5.17 કરોડના શંકાસ્પદ ફ્રોડ ટ્રાન્ઝેક્શન કરાવવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. પોલીસ તપાસમાં આરોપીની ભૂમિકા સાયબર છેતરપિંડીના નાણાકીય વ્યવહારો અને બેંક ખાતાઓના ઉપયોગ સાથે જોડાયેલી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. લાંબા સમયથી પોલીસથી બચવા માટે વિદેશમાં રહેતો આરોપી દુબઈથી Mumbai આવ્યો ત્યારે જ તપાસ…

    SURAT : Axis.apk ફેક એપથી ₹1.10 કરોડની છેતરપિંડી, મુંબઈની ત્રિપુટી ઝડપાઈ Protection

    Surat : દેશભરમાં ₹16.13 કરોડની 29 ફરિયાદમાં આ ખાતું વપરાયું: Axis.apk ફેક એપ દ્વારા ₹1.10 કરોડની છેતરપિંડી, બેંક એકાઉન્ટ કમિશન પર વેચનાર મુંબઈની ત્રિપુટી દબોચાઈ Surat: સાયબર ક્રાઇમની દુનિયામાં ફેક ઇન્વેસ્ટમેન્ટ એપ્લિકેશન અને બેંક એકાઉન્ટનો ગેરકાયદેસર ઉપયોગ કરીને લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવવાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે.Suratમાં 71 વર્ષીય નિવૃત્ત વ્યક્તિ પાસેથી ₹1.10 કરોડની છેતરપિંડીના કેસમાં તપાસ દરમિયાન ‘Axis.apk’ નામની ફેક એપ્લિકેશનનો ઉપયોગ થયાની વિગતો સામે આવી છે. પોલીસ ફરિયાદ મુજબ આરોપીઓએ રોકાણના નામે અલગ-અલગ બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા. આ કેસમાં વધુ ગંભીર બાબત એ છે કે પોલીસ તપાસમાં એક બેંક એકાઉન્ટનો ઉપયોગ દેશભરની અનેક સાયબર છેતરપિંડીની ફરિયાદોમાં થયો હોવાની માહિતી સામે આવી હોવાનું જણાવવામાં આવ્યું છે. અહેવાલ મુજબ આ ખાતું 29…