કલોલમાં મહિલા હોમગાર્ડ પર એસિડ હુમલો: રિક્ષા ચાલકને 15 વર્ષની સજા

ગાંધીનગર જિલ્લાના કલોલમાં મહિલા હોમગાર્ડ પર થયેલા ગંભીર એસિડ હુમલા કેસમાં ન્યાયાલયે કડક ચુકાદો આપ્યો છે. કલોલની સેશન્સ કોર્ટે આરોપી રિક્ષા ચાલકને 15 વર્ષની કેદની સજા ફટકારી છે, સાથે જ 1 લાખ રૂપિયાનો દંડ અને પીડિતાને 2 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.

ઘટના શું હતી?
આ બનાવ 18 જુલાઈ 2025નો છે, જ્યારે કલોલના છત્રાલ બ્રિજ નીચે મહિલા હોમગાર્ડ ભાવનાબેન પરમાર ટ્રાફિક નિયંત્રણની ફરજ બજાવી રહી હતી. આ દરમિયાન આરોપી અશોકભાઈ રમેશભાઈ રાવત પોતાની રિક્ષા ટ્રાફિકમાં અવરોધરૂપ રાખી હતી. ભાવનાબેને રિક્ષા ખસેડવા કહ્યું ત્યારે આરોપી ઉશ્કેરાઈ ગયો અને બોલાચાલી કરીને ત્યાંથી ચાલ્યો ગયો. પરંતુ તેણે મનમાં બદલો રાખ્યો હતો.

બદલાની ભાવનાથી હુમલો
થોડીવાર બાદ આરોપી ફરી ઘટનાસ્થળે પરત આવ્યો અને મહિલા હોમગાર્ડ પર એસિડથી હુમલો કર્યો. આ હુમલામાં ભાવનાબેન ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

પોલીસ કાર્યવાહી અને ન્યાય
આ બનાવ બાદ કલોલ તાલુકા પોલીસે કેસ દાખલ કરીને તપાસ હાથ ધરી હતી અને પુરાવાઓ સાથે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. તમામ પુરાવા અને દલીલોના આધારે કોર્ટે આરોપીને દોષી ઠેરવી કડક સજા સંભળાવી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

ગુજરાત વિધાનસભા ખાતે સેવા અને સમર્પણના પ્રતિક પૂજ્ય કસ્તૂરબા ગાંધીજીની ૧૫૭મી જન્મ જયંતિ નિમિત્તે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી દ્વારા પુષ્પાંજલિ અર્પણ

સેવા, ત્યાગ અને સમર્પણના મૂલ્યોનું પ્રતિક બનેલા પૂજ્ય કસ્તૂરબા ગાંધીજી ની ૧૫૭મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે તેમના તૈલચિત્રને વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ…

હવાઈ મુસાફરી મોંઘી બનશે: એરલાઈન્સે ફ્યુઅલ સરચાર્જમાં કર્યો મોટો વધારો

મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને ઈઝરાયલ–ઈરાન સંઘર્ષના કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે વધારો થયો છે. તેની સીધી અસર એવિએશન સેક્ટર પર પડી રહી છે, જેના કારણે હવે હવાઈ…