RBI ગવર્નર સંજય મલ્હોત્રાનો ચેતાવણી સંદેશ,નિકાસ 0.2% ઘટી, વેપારી આયાતમાં 22%થી વધુનો વધારો

RBI (Reserve Bank of India) ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું છે કે, ભારતની વેપારી નિકાસ આ વર્ષના પ્રથમ બે મહિનામાં વાર્ષિક ધોરણે 0.2% ઘટી છે જે મુખ્ય બજારોમાં નિકાસ સંકોચનનું પરિણામ છે બીજી તરફ, વેપારી આયાતમાં 22%થી વધુનો બે-અંકનો વધારો નોંધાયો છે, ખાસ કરીને સોનાની આયાત વધવાથી.

પરિણામે, વેપાર ખાધમાં વધારો થયો છે.ગયા વર્ષે ચોથા ક્વાર્ટરમાં સેવાઓ નિકાસ અને આવક મજબૂત રહેવાના કારણે ભારતની ચાલુ ખાતાની ખાધ સ્થિર રહી શકે છે. જોકે, વૈશ્વિક અનિશ્ચિતતા અને ઊર્જા ચીજવસ્તુઓના ઊંચા ભાવ આ વર્ષમાં ચાલુ ખાતાની ખાધ માટે જોખમ ઊભું કરે છે RBI ગવર્નરે જણાવ્યું કે, તાજેતરના દ્વિપક્ષીય અને પ્રાદેશિક વેપાર કરારો ભારતના વેપાર અને રોકાણ માટે નવા તકો પ્રદાન કરશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    અફઘાનિસ્તાન–પાકિસ્તાન વચ્ચે તણાવ તેજ : સરહદી વિસ્તારોમાં હુમલાઓના અહેવાલો, ISIS મથકોને નિશાન બનાવ્યાનો દાવો

    અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ ફરી એકવાર ઉગ્ર બન્યો છે. તાજેતરના અહેવાલો અનુસાર સરહદી વિસ્તારોમાં હિંસક અથડામણો અને હવાઈ હુમલાઓની ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં બંને પક્ષો એકબીજા પર…

    સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો : બે દિવસમાં સોનું ₹7,000 અને ચાંદી ₹22,000 સુધી સસ્તી

    મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX India) પર સોના અને ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે મોટો ઘટાડો નોંધાયો છે. છેલ્લા બે દિવસમાં સોનામાં આશરે ₹7,000 અને ચાંદીમાં ₹22,000 સુધીનો ઘટાડો જોવા મળ્યો…