દુનિયાની સૌથી મોંઘી કેરી – 1 કિલો માટે લાખનો ખર્ચ!

ઉનાળાની શરૂઆત સાથે જ બજારમાં કેરીની સુગંધ ફેલાઈ રહી છે. સામાન્ય કેરીની કિંમત લગભગ 100–500 રૂપિયા પ્રતિ કિલો હોય છે, પરંતુ શું તમે ક્યારેય એવી કેરી વિશે સાંભળ્યું છે જેની કિંમત લાખોમાં જાય?

જાપાનના મિયાઝાકી શહેરમાં ઉગાડાતી મિયાઝાકી કેરી દુનિયાની સૌથી મોંઘી કેરી માનવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ કેરીનો ભાવ 2.5 થી 3 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી છે. એટલી રકમમાં ભારતમાં એક સારી સેકન્ડ હેન્ડ કાર કે લક્ઝુરિયસ બાઈક પણ ખરીદી શકાય.

મોંઘાઈ પાછળનું કારણ
ઝાડ પર સીધો સૂર્યપ્રકાશ મળતાં કેરીનો રંગ લાલ/જાંબલી થઈ જાય છે. માત્ર 350 ગ્રામથી વધુ વજન અને 15% થી વધુ શર્કરા ધરાવતી કેરીને જ “મિયાઝાકી” નામથી વેચવામાં આવે છે.
– સ્વાદ: રસીલો અને મલાઈ જેવો, મોઢામાં મુકતાં જ ઓગળે છે.
– સુગંધ: આખા રૂમને મહેકાવી દેતી.

ખાસ પ્રસંગો અને સુરક્ષા
જાપાનમાં આ કેરી શાહી ભેટ તરીકે આપવામાં આવે છે. તેની કિંમત અને કિંમતને લઈને સુરક્ષા VIP નેતાની જેમ કરવામાં આવે છે. હવે ભારતમાં પણ મધ્યપ્રદેશના જબલપુરમાં ખેડૂતોએ આ કિંમતી કેરી ઉગાડી છે. તેને સુરક્ષિત રાખવા માટે ખાસ ગાર્ડ્સ અને શિકારી કૂતરા તહેનાત કરવામાં આવ્યા હતા, જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો.

મિયાઝાકી કેરી તેના અદભૂત સ્વાદ, શાહી દેખાવ, અને અપ્રતિમ ગુણવત્તાના કારણે સમગ્ર વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

પશ્ચિમ બંગાળમાં ઘુસણખોરી મુદ્દે રાજકીય ગરમાવો, BSFને જમીન સોંપવાની ચર્ચા

પશ્ચિમ બંગાળમાં ભારત-બાંગ્લાદેશ સરહદ પર ઘુસણખોરી રોકવા માટે પગલાં અંગે રાજકીય ચર્ચા તેજ બની છે. કોલકાતા ખાતે આ મુદ્દે થયેલી ચર્ચા દરમિયાન જમીન સોંપવા અને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવાની…

ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ઈરાનની કડક ચેતવણી, મધ્ય-પૂર્વમાં વધતી તંગદિલીથી વિશ્વ ચિંતિત

ઈરાન અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે વધી રહેલી તંગદિલીએ વૈશ્વિક સ્તરે ચિંતા વધારી દીધી છે. અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની તાજેતરની કડક ટિપ્પણીઓ અને ઈઝરાયેલ તરફથી ઈરાન સામે વધુ સૈન્ય કાર્યવાહી…