ગુજરાતના ખેલાડીઓને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે તૈયાર કરે છે જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS) યોજના

ગાંધીનગર : શિસ્ત, ખેલદિલી અને ટીમ વર્ક- આ એવા મૂલ્યો છે, જે કોઈ પાઠ્યપુસ્તક નહીં, પરંતુ રમતનું મેદાન શીખવે છે. રમતગમત વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે અત્યંત આવશ્યક છે એવું દ્રઢપણે માનતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS) યોજના શરૂ કરી હતી. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આ યોજના પ્રતિભાશાળી ખેલાડીઓને વિનામૂલ્યે શિક્ષણ સાથે રમતગમતની તાલીમ પૂરી પાડીને તેમની પ્રતિભાને ઘડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. હાલમાં ગુજરાતમાં ૩૯ જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ કાર્યરત છે અને અત્યાર સુધીમાં ૧૨,૦૦૦થી વધુ ખેલાડીઓએ આ યોજનાનોનો લાભ મેળવ્યો છે.

રાજ્યના ખેલાડીઓને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે તૈયાર કરે છે જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની કચેરી સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાત દ્વારા ખેલ પ્રશિક્ષણ અને શાળાકીય શિક્ષણના બેવડા ધ્યેયને પૂર્ણ કરવા માટે વર્ષ -૧૪માં જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ યોજના શરૂ કરવામાં આવી હતી. ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન (પ્રતિભા શોધ)ની પ્રક્રિયા અંતર્ગત ખેલાડીઓની યંગ ટેલેન્ટ અને પ્રુવન ટેલેન્ટ (જે તે રમતમાં સિદ્ધિ પ્રાપ્ત કરેલ) એમ બે કેટેગરીમાં પસંદગી કરવામાં આવે છે. પસંદગી પામેલ ખેલાડીઓને વિનામૂલ્યે શિક્ષણ, પુસ્તકો અને સ્ટેશનરી, નિવાસ, ભોજન, શાળાનો ગણવેશ, સ્પોર્ટ્સ કિટ, સઘન તાલીમ અને સ્ટાઇપેન્ડ જેવા લાભો આપવામાં આવે છે. DLSS યોજના અંતર્ગત ખેલાડીઓને વૈજ્ઞાનિક અભિગમથી તાલીમ આપવામાં આવે છે, જેમાં ફિટનેસ, ટેકનિક, આહાર માર્ગદર્શન, ઇન્જરી પ્રિવેન્શન જેવા પાસાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. રાજ્યમાંથી રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ તૈયાર કરવામાં જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલની નોંધનીય ભૂમિકા રહી છે.

છેલ્લા ૨ વર્ષ દરમિયાન રાજ્ય કક્ષાએ યોજાયેલ વિવિધ રમતોની સ્પર્ધાઓમાં DLSS શાળાના ખેલાડીઓએ કુલ 3444  મેડલ તથા રાષ્ટ્રીય કક્ષાએ યોજાયેલ સ્પર્ધાઓમાં કુલ 335 મેડલ પ્રાપ્ત કર્યા છે. જ્યારે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં 4 ખેલાડીઓએ ભાગ લીધો હતો અને 1 બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

ગુજરાતમાં 39 જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ કાર્યરત, યોજના હેઠળ વર્ષ 2025-25 માં કુલ રૂ.₹95.75 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો
રાજ્યમાં જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ યોજના શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં 12,000 થી વધુ ખેલાડીઓ તેનો લાભ લઈ ચૂક્યા છે. વર્ષ 2025-26 મુજબ, 29 જિલ્લાઓમાં 39 સ્પોર્ટ્સ સ્કૂલ કાર્યરત છે અને 5300 થી વધુ ખેલાડીઓ જુદી-જુદી 21 રમતોમાં તાલીમ મેળવી રહ્યા છે. જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલમાં ખેલાડીઓને નિષ્ણાંત કોચ, ટ્રેનર અને યોગ ટ્રેનર દ્વારા વૈજ્ઞાનિક ઢબે તાલીમ આપવામાં આવે છે તેમજ ખેલાડીઓની ફિટનેસ અને રિકવરી માટે ફિઝિયોથેરાપિસ્ટ પણ ઉપલબ્ધ હોય છે. આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા પ્રતિ ખેલાડી વાર્ષિક રૂ. 1.68 લાખનો અંદાજિત ખર્ચ કરવામાં આવે છે. વર્ષ 2025-26 માં આ યોજના હેઠળ કુલ રૂ. 95.75 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

DLSS યોજના મારી કારકિર્દી માટે ટર્નિંગ પોઇન્ટ બની: અર્જુન અવૉર્ડી ઇલાવેનિલ વાલરીવન

શૂટિંગની રમતમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતી અને અર્જુન અવૉર્ડથી સન્માનિત ઇલાવેનિલ વાલરીવન પૂર્વ DLSS ખેલાડી છે. ઇલાવેનિલે અમદાવાદના સાણંદ ખાતે આવેલી લક્ષ્મણ જ્ઞાનપીઠ સ્કૂલમાં તાલીમ મેળવી છે અને આજે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય મંચ પર ગુજરાતનું નામ રોશન કરી રહી છે.

જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલમાં તાલીમ દરમિયાનનો પોતાનો અનુભવ વર્ણવતા ઇલાવેનિલ વાલરીવને જણાવ્યું કે, “મેં વર્ષ 2014 થી 2017 દરમિયાન સાણંદની લક્ષ્મણ જ્ઞાનપીઠ સ્કૂલમાં તાલીમ લીધી હતી, જેણે શૂટર તરીકે મારી પ્રતિભા નિખારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. અહીં મળેલી આધુનિક સુવિધાઓ, સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ્સ, નિષ્ણાત કોચિંગ અને શૂટિંગ માટે ઉપલબ્ધ રેન્જ સેટઅપ મને ખૂબ મદદરૂપ બન્યા. જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ યોજના મારી કારકિર્દી માટે ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ છે.”

ઉલ્લેખનીય છે કે, ઇલાવેનિલે ૨૦૨૫ની એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ, ૨૦૨૫ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ, ૨૦૨૪ના રિયો ડી જાનેરો વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ તેમજ ૨૦૨૪ની જકાર્તા એશિયન ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. આ ઉપરાંત, ટોક્યો ઓલિમ્પિક ૨૦૨૦ અને પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪માં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે.

DLSS યોજનાનો લાભ લઈને ડાંગના ઓપીનાબેનને ખો ખો વર્લ્ડ કપ સુધી પહોંચવાની તક મળી

ડાંગ જિલ્લાના બિલીઆંબા ગામના રહેવાસી અને ખો ખો ખેલાડી ઓપીનાબેન દેવજીભાઈ ભિલાર પણ જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS) ના ખેલાડી રહી ચૂક્યા છે. તેમણે ખો ખો વર્લ્ડ કપ 2025 (ભારત)માં ગોલ્ડ મેડલ, ૫૬મી સિનિયર નેશનલ ખો ખો ચેમ્પિયનશિપ 2024 દિલ્હીમાં ગોલ્ડ મેડલ અને પ્રથમ જન્મ જયંતી ખેલ મહોત્સવ ઓડિશા 2023-24 માં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. તેઓ ૫૫મી સિનિયર રાષ્ટ્રીય ખો ખો ચેમ્પિયનશિપ 2023 (મહારાષ્ટ્ર) તથા ગોવામાં આયોજિત 37મી નેશનલ ગેમ્સ ખો ખો ચેમ્પિયનશિપ 2023 માં પણ ભાગ લઈ ચૂક્યા છે.

ડાંગથી વર્લ્ડ કપ સુધીની સફર ખેડનારા ઓપીનાબેન જણાવે છે કે, “રાજ્ય કક્ષાની ખો-ખો સ્પર્ધામાં ભાગ લીધા બાદ મારા શિક્ષકે મને જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS) યોજનાની માહિતી આપી અને તેમના માર્ગદર્શનથી હું વર્ષ 2014 માં DLSS માં જોડાઈ. અહીં મને નિષ્ણાત કોચ દ્વારા સવાર-સાંજ સઘન તાલીમ પ્રાપ્ત થઈ, જે બાદ મને વર્ષ 2015 અને 2016 દરમિયાન વડોદરાની એથ્લેટિક્સ એકેડમીમાં તાલીમ મેળવવાની તક મળી. રાજ્ય સરકારની DLSS જેવી યોજનાના કારણે જ હું ખો-ખોની રમતમાં આગળ વધી શકી અને વર્લ્ડ કપ સુધી પહોંચવાનો મોકો મળ્યો. આજે હું પંચમહાલ જિલ્લામાં કોચ તરીકે કામ કરીને ઊભરતા ખેલાડીઓને માર્ગદર્શન આપી રહી છું.”

 

  • Related Posts

    દુબઈથી Mumbai આવતા જ , ₹5.17 કરોડનું કૌભાંડ આચરનાર કુખ્યાત શખ્સ દબોચાયો Breakthrough

    કરોડોના સાયબર ફ્રોડનો આરોપી દુબઈથી Mumbaiઆવતા જ ઝડપાયો: ટાસ્ક ફ્રોડ અને ફેક આઈસગેટ કૌભાંડમાં 3 વર્ષથી ફરાર હતો, બે દિવસમાં ₹5.17 કરોડના ફ્રોડ ટ્રાન્ઝેક્શન કરાવ્યા’તા Mumbai: સાયબર ક્રાઇમના એક મોટા કેસમાં ત્રણ વર્ષથી ફરાર આરોપી દુબઈથી Mumbai પરત ફરતા જ પોલીસના હાથે ઝડપાયો હોવાનો મામલો સામે આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી ટાસ્ક ફ્રોડ અને કથિત ફેક આઈસગેટ કૌભાંડ સાથે સંકળાયેલો હતો. તપાસમાં આરોપી દ્વારા માત્ર બે દિવસના સમયગાળામાં આશરે ₹5.17 કરોડના શંકાસ્પદ ફ્રોડ ટ્રાન્ઝેક્શન કરાવવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. પોલીસ તપાસમાં આરોપીની ભૂમિકા સાયબર છેતરપિંડીના નાણાકીય વ્યવહારો અને બેંક ખાતાઓના ઉપયોગ સાથે જોડાયેલી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. લાંબા સમયથી પોલીસથી બચવા માટે વિદેશમાં રહેતો આરોપી દુબઈથી Mumbai આવ્યો ત્યારે જ તપાસ…

    SURAT : Axis.apk ફેક એપથી ₹1.10 કરોડની છેતરપિંડી, મુંબઈની ત્રિપુટી ઝડપાઈ Protection

    Surat : દેશભરમાં ₹16.13 કરોડની 29 ફરિયાદમાં આ ખાતું વપરાયું: Axis.apk ફેક એપ દ્વારા ₹1.10 કરોડની છેતરપિંડી, બેંક એકાઉન્ટ કમિશન પર વેચનાર મુંબઈની ત્રિપુટી દબોચાઈ Surat: સાયબર ક્રાઇમની દુનિયામાં ફેક ઇન્વેસ્ટમેન્ટ એપ્લિકેશન અને બેંક એકાઉન્ટનો ગેરકાયદેસર ઉપયોગ કરીને લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવવાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે.Suratમાં 71 વર્ષીય નિવૃત્ત વ્યક્તિ પાસેથી ₹1.10 કરોડની છેતરપિંડીના કેસમાં તપાસ દરમિયાન ‘Axis.apk’ નામની ફેક એપ્લિકેશનનો ઉપયોગ થયાની વિગતો સામે આવી છે. પોલીસ ફરિયાદ મુજબ આરોપીઓએ રોકાણના નામે અલગ-અલગ બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા. આ કેસમાં વધુ ગંભીર બાબત એ છે કે પોલીસ તપાસમાં એક બેંક એકાઉન્ટનો ઉપયોગ દેશભરની અનેક સાયબર છેતરપિંડીની ફરિયાદોમાં થયો હોવાની માહિતી સામે આવી હોવાનું જણાવવામાં આવ્યું છે. અહેવાલ મુજબ આ ખાતું 29…