ભારતમાં લોકડાઉન નહીં લાગે: નરેન્દ્ર મોદી એ અફવાઓને આપ્યો જવાબ

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે દેશમાં લોકડાઉન લાગશે કે નહીં તે અંગે ચાલી રહેલી અટકળો પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ સ્પષ્ટતા કરી છે. મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં તેમણે કહ્યું કે હાલમાં દેશમાં કોઈ લોકડાઉન લાગુ કરવાનો કોઈ નિર્ણય લેવાયો નથી. પ્રધાનમંત્રીએ તમામ રાજ્યોને “ટીમ ઈન્ડિયા” તરીકે મળીને કામ કરવાની અપીલ કરી અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે સંકલિત પ્રયાસોથી દેશ આ પરિસ્થિતિનો સફળતાપૂર્વક સામનો કરી શકશે.

સરકારની પ્રાથમિકતાઓ શું?
બેઠક દરમિયાન પ્રધાનમંત્રીએ સરકારની મુખ્ય પ્રાથમિકતાઓ અંગે વિગત આપી. તેમાં આર્થિક અને વેપારિક સ્થિરતા જાળવવી, ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવી, નાગરિકોના હિતોની રક્ષા કરવી અને સપ્લાય ચેઈનને મજબૂત બનાવવી સામેલ છે. તેમણે રાજ્યોને ખાસ સૂચના આપી કે જરૂરી વસ્તુઓની સપ્લાય ચેઈન સુચારુ રાખવામાં આવે અને સંગ્રહખોરી તથા નફાખોરી સામે કડક પગલાં લેવાય.

કૃષિ ક્ષેત્ર માટે ખાસ સૂચનો
પ્રધાનમંત્રીએ કૃષિ ક્ષેત્રમાં આગોતરા આયોજન પર પણ ભાર મૂક્યો. ખાસ કરીને ખાતરોના પૂરતા જથ્થા અને તેના વિતરણ પર નજર રાખવાની જરૂરિયાત દર્શાવી. તેમણે કહ્યું કે ઝડપથી બદલાતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર અને રાજ્યો વચ્ચે મજબૂત સંકલન જરૂરી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને કીટ વિતરણ, Welfare Drive 2026

    સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને કીટ વિતરણ, હર્ષ સંઘવી બાઈક રેલીમાં જોડાયા ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અને તેમની 25 વર્ષની અવિરત જનસેવા યાત્રાના ઉપલક્ષ્યમાં આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને અનાજની કીટ વિતરણનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. વડનગરથી વારાણસી સુધી યોજાઈ રહેલી બાઈક રેલીના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગંગા સ્વરૂપા માતાઓ-બહેનોનું વંદન કરી તેમનું સન્માન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગંગા સ્વરૂપા બહેનોએ ઓવારણા લઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવાકાર્યોને વધાવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં લાભાર્થી બહેનો, ગ્રામજનો, સ્થાનિક અગ્રણીઓ અને વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. -> ગંગા સ્વરૂપા બહેનો માટે અનાજની કીટનું વિતરણ : Chiloda ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગંગા…

    માત્ર ચાર કલાકમાં Ahmedabadમાં 2.77 ઈંચ વરસાદ, દોશીવાડા પોળમાં મકાન ધરાશાયી, Red Alert Critical

    Ahmedabad : અમદાવાદીઓ બહાર ન નીકળતા, વરસાદે શહેરને ધમરોળ્યું: વૃદ્ધો-બાળકોને ઘરમાં રહેવા અપીલ; દોશીવાડા પોળમાં મકાન ધરાશાયી, આગામી કલાકોમાં પણ વરસાદની શક્યતા Ahmedabad: Ahmedabad શહેરમાં શુક્રવાર, 18 સપ્ટેમ્બરની વહેલી સવારથી જ વરસાદે જોર પકડ્યું છે. ગાજવીજ અને ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પર અસર પડી છે. રસ્તાઓ પર પાણી ભરાવાની સાથે વાહનવ્યવહાર પણ ખોરવાયો છે. શહેરમાં સતત વરસાદી માહોલને જોતા નાગરિકોમાં ચિંતા વધી છે. ખાસ કરીને જૂના શહેરના વિસ્તારોમાં જર્જરિત મકાનોને લઈને જોખમ વધી ગયું છે. આ ભારે વરસાદ વચ્ચે દોશીવાડા પોળમાં એક મકાન ધરાશાયી થયાની માહિતી સામે આવી છે. જૂના શહેરમાં અનેક વર્ષો જૂના મકાનો અને હવેલીઓ આવેલી હોવાથી સતત વરસાદ દરમિયાન આવા મકાનોની સલામતીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.…