જમ્મુ-કાશ્મીરના ગંદરબલ જિલ્લા માં શુક્રવારે ભયાનક હિમસ્ખલન દુર્ઘટના સર્જાઈ હતી. શ્રીનગર-લેહ હાઇવે પર આવેલા જોઝિલા દર્રા નજીક ઝીરો પોઇન્ટ અને મિનિમાર્ગ વચ્ચે ભારે બરફ ખાબકતા 6 પ્રવાસીઓનાં કરુણ મોત નિપજ્યા છે, જ્યારે 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. માહિતી મુજબ, અચાનક હિમસ્ખલન થતાં પ્રવાસી વાહનો બરફના જંગી કાટમાળ નીચે દટાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને બચાવ દળો તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
જમ્મુ કાશ્મીર પોલીસ, SDRF, બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન અને ભારતીય સેના ની ટીમોએ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી. ભારે મશીનરીની મદદથી કાટમાળ દૂર કરીને ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. શરૂઆતમાં મૃત્યુઆંક વધુ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ સત્તાવાર રીતે 6 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે.
આ દુર્ઘટના બાદ લદ્દાખના ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેના એ દુઃખ વ્યક્ત કરીને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવા સૂચના આપી છે. સાથે જ જમ્મુ-કાશ્મીર મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા પણ શોક વ્યક્ત કરવામાં આવ્યો છે હિમસ્ખલનને કારણે 434 કિલોમીટર લાંબો વ્યૂહાત્મક શ્રીનગર-લેહ હાઇવે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે અને વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in





