માધવપુર ઘેડ મેળામાં બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનો ધમાકો, 650થી વધુ ખેલાડીઓ તૈયાર

પોરબંદર: ભગવાન કૃષ્ણ અને દેવી રુક્મિણીજીના પાવન વિવાહ પ્રસંગની સાંસ્કૃતિક ઉજવણીના ભાગરૂપે દર વર્ષે માધવપુર ઘેડ ખાતે લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ મેળાના આકર્ષણમાં વધારો થાય તેમજ પ્રવાસીઓ માધવપુરના નયનરમ્ય બીચ પર વિવિધ રમતોનો આનંદ માણી શકે તે હેતુસર બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તથા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પોરબંદર દ્વારા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી માધવપુરના દરિયા કિનારે તા. 27-03-2026 થી તા. 30-03-2026 દરમિયાન બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ યોજાશે. ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી 650 થી વધુ ખેલાડીઓ આ સ્પર્ધાઓમાં ભાગ લેવા આવી રહ્યા છે.

આ ફેસ્ટિવલ અંતર્ગત બીચ ફૂટબોલ, બીચ કબડ્ડી, 100 મીટર દોડ, નાળીયેલ ફેંક તેમજ પરંપરાગત અખાડા કુસ્તી જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ તૈયારીઓ તડામાર ગતિએ ચાલી રહી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    દુબઈથી Mumbai આવતા જ , ₹5.17 કરોડનું કૌભાંડ આચરનાર કુખ્યાત શખ્સ દબોચાયો Breakthrough

    કરોડોના સાયબર ફ્રોડનો આરોપી દુબઈથી Mumbaiઆવતા જ ઝડપાયો: ટાસ્ક ફ્રોડ અને ફેક આઈસગેટ કૌભાંડમાં 3 વર્ષથી ફરાર હતો, બે દિવસમાં ₹5.17 કરોડના ફ્રોડ ટ્રાન્ઝેક્શન કરાવ્યા’તા Mumbai: સાયબર ક્રાઇમના એક મોટા કેસમાં ત્રણ વર્ષથી ફરાર આરોપી દુબઈથી Mumbai પરત ફરતા જ પોલીસના હાથે ઝડપાયો હોવાનો મામલો સામે આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી ટાસ્ક ફ્રોડ અને કથિત ફેક આઈસગેટ કૌભાંડ સાથે સંકળાયેલો હતો. તપાસમાં આરોપી દ્વારા માત્ર બે દિવસના સમયગાળામાં આશરે ₹5.17 કરોડના શંકાસ્પદ ફ્રોડ ટ્રાન્ઝેક્શન કરાવવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. પોલીસ તપાસમાં આરોપીની ભૂમિકા સાયબર છેતરપિંડીના નાણાકીય વ્યવહારો અને બેંક ખાતાઓના ઉપયોગ સાથે જોડાયેલી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. લાંબા સમયથી પોલીસથી બચવા માટે વિદેશમાં રહેતો આરોપી દુબઈથી Mumbai આવ્યો ત્યારે જ તપાસ…

    SURAT : Axis.apk ફેક એપથી ₹1.10 કરોડની છેતરપિંડી, મુંબઈની ત્રિપુટી ઝડપાઈ Protection

    Surat : દેશભરમાં ₹16.13 કરોડની 29 ફરિયાદમાં આ ખાતું વપરાયું: Axis.apk ફેક એપ દ્વારા ₹1.10 કરોડની છેતરપિંડી, બેંક એકાઉન્ટ કમિશન પર વેચનાર મુંબઈની ત્રિપુટી દબોચાઈ Surat: સાયબર ક્રાઇમની દુનિયામાં ફેક ઇન્વેસ્ટમેન્ટ એપ્લિકેશન અને બેંક એકાઉન્ટનો ગેરકાયદેસર ઉપયોગ કરીને લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવવાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે.Suratમાં 71 વર્ષીય નિવૃત્ત વ્યક્તિ પાસેથી ₹1.10 કરોડની છેતરપિંડીના કેસમાં તપાસ દરમિયાન ‘Axis.apk’ નામની ફેક એપ્લિકેશનનો ઉપયોગ થયાની વિગતો સામે આવી છે. પોલીસ ફરિયાદ મુજબ આરોપીઓએ રોકાણના નામે અલગ-અલગ બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા. આ કેસમાં વધુ ગંભીર બાબત એ છે કે પોલીસ તપાસમાં એક બેંક એકાઉન્ટનો ઉપયોગ દેશભરની અનેક સાયબર છેતરપિંડીની ફરિયાદોમાં થયો હોવાની માહિતી સામે આવી હોવાનું જણાવવામાં આવ્યું છે. અહેવાલ મુજબ આ ખાતું 29…