ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 11 સીટ હંમેશા ખાલી રહેશે, RCBએ 11 ચાહકોને શ્રદ્ધાંજલિ આપી

બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષ 2025માં RCBના પ્રથમ IPL ખિતાબની ઉજવણી દરમ્યાન થયેલી દુર્ઘટનામાં 11 ક્રિકેટ ચાહકોના જીવન ગુમાવવાનું દુઃખદ સંજોગ સ્મરણ કરતાં, સ્ટેડિયમમાં 11 સીટ હંમેશા ખાલી રાખવામાં આવશે. આ સીટ IPL અને આંતરરાષ્ટ્રીય મેચોમાં ટિકિટ માટે ઉપલબ્ધ નહીં હશે.

દુર્ઘટનાની પૃષ્ઠભૂમિ
4 જૂન 2025ના રોજ RCBએ 18 વર્ષ બાદ પ્રથમ IPL ટ્રોફી જીતી હતી. ખેલાડીઓની વિક્ટરી પરેડ દરમિયાન સ્ટેડિયમની બહાર અને અંદર ભીડ અફરાતફરી બની ગઈ. આ દુર્ઘટનામાં 11 ચાહકોના જીવ ગયા અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા.

સ્મૃતિમાં નવી પહેલ
કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ વેંકટેશ પ્રસાદે જણાવ્યું કે, આ પહેલનું હેતુ માત્ર ખેલાડીઓની જીત ઉજવવાનો નહીં, પરંતુ રમત પ્રત્યે પ્રેમ ધરાવતા અને જીવ ગુમાવનાર ચાહકોને સન્માન આપવાનો છે. આ સ્મારક લિવરપૂલના હિલ્સબરો મેમોરિયલ જેવા જ રહેશે, જ્યાં ફૂટબોલ ચાહકોને યાદ કરવામાં આવે છે.

શ્રદ્ધાંજલિના કાર્યક્રમ
નવી સિઝનની પહેલા RCBની પ્રથમ હોમ મેચ દરમિયાન, સ્ટેડિયમની જાયન્ટ સ્ક્રીન પર તમામ 11 પીડિતોના નામ દર્શાવવામાં આવશે. મેચ શરૂ થાય તે પહેલાં એક મિનિટનું મૌન રાખીને તેમને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    હોર્મુઝ રૂટ ખુલ્યું, છતાં મોંઘવારીનો ખતરો યથાવત્! ઓઇલ ટેન્કર ભાડામાં બમણો વધારો

    અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા શાંતિ કરાર બાદ વૈશ્વિક ઊર્જા બજારમાં મહત્વપૂર્ણ પરિવર્તન જોવા મળી રહ્યું છે. વિશ્વના આશરે 20 ટકા તેલ પરિવહન માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતું Strait of Hormuz…

    INS ઉદયગિરી અને INS કવરત્તીની વિયેતનામ મુલાકાત સફળતાપૂર્વક પૂર્ણ, બંને દેશોની નેવીએ કર્યો સંયુક્ત અભ્યાસ

    ભારતીય નૌકાદળના અદ્યતન યુદ્ધજહાજો INS Udaygiri અને INS Kavarattiએ 22થી 24 જૂન દરમિયાન હો ચી મિન્હ સિટીની સફળ મુલાકાત પૂર્ણ કરી છે. આ મુલાકાત ભારતીય નૌકાદળની ઓપરેશનલ તૈનાતીનો મહત્વપૂર્ણ ભાગ…