ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધશે: પવનની દિશા બદલાતા તાપમાનમાં 2–3 ડિગ્રીનો ઉછાળો

ગુજરાતમાં આજથી ગરમીનું જોર વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ પવનની દિશામાં બદલાવને કારણે રાજ્યમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો વધારો નોંધાશે.

રાજ્યના વિવિધ શહેરોમાં તાપમાન પહેલેથી જ ઊંચું નોંધાઈ રહ્યું છે. રાજકોટ, પોરબંદર અને કંડલામાં 37 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે, જ્યારે અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં 36 ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું છે.

હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાન ઉપર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આગામી દિવસોમાં હવામાનમાં પલટો આવી શકે છે. માર્ચના અંતમાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની શક્યતા છે, જ્યારે 4 થી 8 એપ્રિલ દરમિયાન ભારે પવન સાથે વાતાવરણમાં ફેરફાર થઈ શકે છે.

સામાન્ય રીતે માર્ચ મહિનામાં આટલી ગરમી અનુભવાતી નથી, પરંતુ આ વર્ષે સરેરાશ કરતાં વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે. જેના કારણે લોકોમાં ઉનાળાની તીવ્રતા અંગે ચિંતા વધી રહી છે. બપોરના સમયે રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે, જ્યારે ઠંડા પીણાંના સ્ટોલ પર લોકોની ભીડ વધતી જોવા મળી રહી છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

પેટ્રોલ-ડીઝલ અછતની અફવા: વેરાવળ અને આસપાસના પંપો પર લાંબી લાઈનો, લોકોમાં ભયનું માહોલ

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ સહિતના વિસ્તારોમાં પેટ્રોલ અને ડીઝલની અછતની ખોટી અફવાઓ ફેલાતા લોકોમાં ભારે ગભરાટ જોવા મળ્યો. સાંજ પડતાની સાથે જ શહેર અને હાઇવે પરના પેટ્રોલ પંપો પર વાહનચાલકોની…

ગુજરાત સરકારની અપીલ: રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ પૂરતું ઉપલબ્ધ, અફવાઓથી દૂર રહેવા વિનંતી

ગુજરાતના અમુક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની અછત હોવાની ફેલાયેલી અફવાઓ વચ્ચે આજે રાજ્ય સરકાર, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન અને પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન દ્વારા સંયુક્ત નિવેદન આપીને રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ…