ઈરાન મુદ્દે ટ્રમ્પને પોતાની જ પાર્ટીમાંથી ટીકાઓ: “પહેલા ઈઝરાયેલને રોકો”

અમેરિકા અને Iran વચ્ચે વધતા તણાવ વચ્ચે અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનો પર હવે તેમની જ પાર્ટીમાંથી સવાલો ઉઠી રહ્યા છે. ટ્રમ્પે ઈરાન સાથે બે દિવસની “ફળદાયી” વાતચીત થઈ હોવાનો દાવો કર્યો હતો, પરંતુ ઈરાને આવી કોઈ ચર્ચા ન થઈ હોવાનો ઇનકાર કરી દીધો છે. આ વચ્ચે Joe Kentએ ટ્રમ્પની નીતિ પર ખુલ્લેઆમ ટીકા કરી છે. જો કેન્ટે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા જણાવ્યું કે તણાવ ઘટાડવાનો પહેલો પગલું Israelને રોકવાનું હોવું જોઈએ. તેમના અનુસાર, જ્યારે પણ અમેરિકા શાંતિ માટે આગળ વધે છે ત્યારે ઈઝરાયેલના હુમલાઓ વાતચીતને ખોરવી નાખે છે.

ટ્રમ્પે એક ઈન્ટરવ્યૂમાં દાવો કર્યો હતો કે ઈરાન “સમજૂતી કરવા તૈયાર છે” અને આ માટે પાંચ દિવસની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. સાથે જ તેમણે ઈરાનના ઉર્જા પ્લાન્ટ્સ પર હુમલાની યોજના તાત્કાલિક રીતે પાંચ દિવસ માટે મુલતવી રાખી છે. જોકે ઈરાની મીડિયાએ આ દાવાઓને નકારી કાઢતા કહ્યું કે અમેરિકા પીછેહઠ કરી રહ્યું છે.

નોંધનીય છે કે જો કેન્ટે 17 માર્ચે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. રાજીનામા પત્રમાં તેમણે સ્પષ્ટ લખ્યું કે તેઓ ઈરાન વિરુદ્ધના યુદ્ધનું સમર્થન કરી શકતા નથી. તેમના મત મુજબ, ઈરાન તરફથી અમેરિકાને કોઈ તાત્કાલિક ખતરો નથી અને આ સંઘર્ષ Israel તથા તેની લોબીના દબાણ હેઠળ શરૂ થયો છે. કેન્ટે ટ્રમ્પના નિર્ણયની તુલના Iraq War સાથે કરી ચેતવણી આપી હતી કે આવા નિર્ણયોથી અમેરિકાને ભારે નુકસાન ભોગવવું પડી શકે છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    Horoscope : 30 સપ્ટેમ્બર 2026નું રાશિફળ, બુધવાર

    Horoscope ♈ મેષ રાશિ કરિયર: અટકેલા કામને આગળ ધપાવવાનો દિવસ છે. ઓફિસમાં તમારી જવાબદારી વધી શકે છે.નાણાં: પરિવારના ખર્ચ અથવા બજેટને લઈને ચર્ચા થઈ શકે છે, તેથી ખર્ચ કરતા પહેલાં હિસાબ ચોક્કસ કરો. પ્રેમ: જીવનસાથી સાથે નાની ગેરસમજ થઈ શકે, પરંતુ વાતચીતથી ઉકેલ આવશે.સ્વાસ્થ્ય: થાક અને ઊંઘની કમીથી બચો.શુભ રંગ: લાલ | શુભ અંક: 9 ♉ વૃષભ રાશિ કરિયર: કામમાં સ્થિરતા રહેશે. અધૂરું કામ પૂર્ણ કરવા માટે સારો દિવસ છે.નાણાં: પૈસાની બાબતમાં વ્યવહારુ નિર્ણય લેવો લાભદાયક રહેશે. બિનજરૂરી ખરીદી ટાળો.પ્રેમ: સંબંધોમાં વિશ્વાસ વધશે અને પરિવાર તરફથી સહયોગ મળશે.સ્વાસ્થ્ય: આરામ અને નિયમિત દિનચર્યા પર ધ્યાન આપો.શુભ રંગ: સફેદ | શુભ અંક: 6 ♊ મિથુન રાશિ કરિયર: નવી તક અથવા નવા પ્રોજેક્ટની શરૂઆત થઈ શકે છે. તમારી વાત…

    દુબઈથી Mumbai આવતા જ , ₹5.17 કરોડનું કૌભાંડ આચરનાર કુખ્યાત શખ્સ દબોચાયો Breakthrough

    કરોડોના સાયબર ફ્રોડનો આરોપી દુબઈથી Mumbaiઆવતા જ ઝડપાયો: ટાસ્ક ફ્રોડ અને ફેક આઈસગેટ કૌભાંડમાં 3 વર્ષથી ફરાર હતો, બે દિવસમાં ₹5.17 કરોડના ફ્રોડ ટ્રાન્ઝેક્શન કરાવ્યા’તા Mumbai: સાયબર ક્રાઇમના એક મોટા કેસમાં ત્રણ વર્ષથી ફરાર આરોપી દુબઈથી Mumbai પરત ફરતા જ પોલીસના હાથે ઝડપાયો હોવાનો મામલો સામે આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી ટાસ્ક ફ્રોડ અને કથિત ફેક આઈસગેટ કૌભાંડ સાથે સંકળાયેલો હતો. તપાસમાં આરોપી દ્વારા માત્ર બે દિવસના સમયગાળામાં આશરે ₹5.17 કરોડના શંકાસ્પદ ફ્રોડ ટ્રાન્ઝેક્શન કરાવવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. પોલીસ તપાસમાં આરોપીની ભૂમિકા સાયબર છેતરપિંડીના નાણાકીય વ્યવહારો અને બેંક ખાતાઓના ઉપયોગ સાથે જોડાયેલી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. લાંબા સમયથી પોલીસથી બચવા માટે વિદેશમાં રહેતો આરોપી દુબઈથી Mumbai આવ્યો ત્યારે જ તપાસ…