ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય, આગામી 24 કલાક માટે કમોસમી વરસાદની આગાહી

રાજ્યના હવામાનમાં ફરી એકવાર પલટો આવ્યો છે. ઉત્તર પાકિસ્તાનથી દક્ષિણ મધ્ય પ્રદેશ સુધી સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક માટે માવઠાની આગાહી કરવામાં આવી છે.

કયા જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતા:
અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા અનુસાર, ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં તેમજ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે.

તાપમાનમાં ફેરફાર:
21થી 26 માર્ચ દરમિયાન હવામાન મુખ્યત્વે શુષ્ક રહેશે, પરંતુ મહત્તમ તાપમાનમાં 3–5 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનમાં 2–3 ડિગ્રીનો વધારો શક્ય છે. અમદાવાદમાં આજે આકાશ આંશિક વાદળછાયું રહેશે, જ્યાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી આસપાસ રહેશે.

દરિયાકાંઠાના વિસ્તારોમાં 15–20 નોટની ઝડપે પવન ફૂંકાશે, જ્યારે દક્ષિણ ગુજરાતના તટીય વિસ્તારોમાં પણ એકાદ-બે જગ્યાએ વરસાદની શક્યતા છે. હવામાનમાં આ ફેરફાર મુખ્યત્વે ઉત્તર પાકિસ્તાનથી દક્ષિણ-પશ્ચિમ મધ્યપ્રદેશ સુધી ફેલાયેલાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને હરિયાણા પર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે જોવા મળી રહ્યો છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    રણની રંગત અને સિનેમાની ચમક: કચ્છ હવે ગુજરાતી ફિલ્મો માટે પ્રથમ પસંદગી.

    સફેદ રણ હવે સિનેમાનું નવું હબ: ગુજરાતી ફિલ્મોના શૂટિંગથી કચ્છમાં રોજગારીની ભરતી! કચ્છ: ગુજરાતનું સફેદ રણ, જે પહેલા માત્ર પ્રવાસન માટે જાણીતું હતું, તે હવે ગુજરાતી સિનેમા (Dhollywood) માટે ‘ગોલ્ડ…

    ગુજરાતમાં મેઘમહેર: ૨૦ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ, ખેડૂતોમાં હર્ષનો માહોલ!

    ગુજરાત પર મેઘરાજાની કૃપા: ૨૦ જિલ્લાઓમાં તોફાની વરસાદનું એલર્ટ, અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત! ગાંધીનગર: ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર આગમન પહેલાં જ વાતાવરણે પલટો માર્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના વિવિધ ભાગોમાં…