Mukesh Ambaniની આગવી પહેલ: જામનગર રિફાઈનરીમાં LPG ઉત્પાદનમાં થશે મોટો વધારો

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે જાહેર કર્યું છે કે દેશમાં ઊર્જા પુરવઠો સ્થિર અને વિશ્વસનીય રહે તે માટે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. કંપનીના નિવેદન મુજબ, જામનગર સ્થિત રિફાઈનિંગ અને પેટ્રોકેમિકલ્સ કોમ્પ્લેક્સમાં LPGનું ઉત્પાદન વધારવા માટે કામગીરી તેજ કરવામાં આવી છે. જામનગરને વિશ્વનું સૌથી મોટું ઈન્ટિગ્રેટેડ રિફાઈનિંગ હબ ગણવામાં આવે છે.

રિલાયન્સની ટીમો 24 કલાક કામગીરી પર
કંપનીએ જણાવ્યું કે રિલાયન્સની ટીમો સતત 24 કલાક કામગીરી કરશે જેથી રિફાઈનરી ઓપરેશન્સ વધુ કાર્યક્ષમ બની શકે. મુખ્ય હેતુ ઘરેલુ બજારમાં LPG પુરવઠો સ્થિર અને વિશ્વસનીય બનાવવાનો છે. સાથે સાથે, ક્રિષ્ના-ગોદાવરી બાસીનમાંથી ઉત્પન્ન થતો નેચરલ ગેસ પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રોને સપોર્ટ કરવા માટે મોકલવામાં આવશે.

સરકારની માર્ગદર્શિકા અનુસાર ગેસ ફાળવણી
રિલાયન્સે જણાવ્યું કે કંપની ભારત સરકાર સાથે નજીકથી સંકલન કરી રહી છે અને તમામ રાષ્ટ્રીય માર્ગદર્શિકાઓ અને ગેસ ફાળવણી નિયમોનું પાલન કરશે. કંપનીનો ઉદ્દેશ એ છે કે દેશના મહત્વપૂર્ણ ક્ષેત્રો અને સમાજના તમામ વર્ગો સુધી ઊર્જા પુરવઠો સરળતાથી પહોંચે. રિલાયન્સ ભવિષ્યમાં પણ સરકાર સાથે સહયોગ કરીને ઊર્જા સુરક્ષા અને પુરવઠાની સતત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    કેરળ, ગુજરાત, હિમાચલ અને રાજસ્થાનમાં ક્યાંક પૂર તો ક્યાંક ભૂસ્ખલન, વરસાદે મચાવ્યો કહેર

    કેરળ સાથે દેશભરમાં ચોમાસાએ હવે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. એક તરફ કેરળમાં સતત ધોધમાર વરસાદ અને ભૂસ્ખલનના બનાવોએ ભારે જાનહાનિ સર્જી છે, તો બીજી તરફ ગુજરાતના અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલનને કારણે માર્ગ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે, જ્યારે રાજસ્થાન, ઝારખંડ, આંધ્રપ્રદેશ અને દિલ્હી-એનસીઆર સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ અને ગાજવીજનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરતા લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે. કેરળમાં ભારે વરસાદથી આફત, 8 લોકોના મોત કેરળમાં શનિવારથી શરૂ થયેલા ભારે વરસાદે અનેક જિલ્લાઓમાં વિનાશ વેર્યો છે. સતત વરસાદ અને ભૂસ્ખલનની ઘટનાઓમાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે, જ્યારે 8 લોકો ગુમ હોવાનું…

    પેન્ટાગોનના કમાન્ડરની ચેતવણી: ઈરાન સંઘર્ષથી અમેરિકાના સૈન્ય સંસાધનો પર દબાણ

    વિશ્વની સૌથી શક્તિશાળી સેનામાં ગણાતા અમેરિકાના સૈન્ય સંસાધનો અને વૈશ્વિક સ્તરે તેની ભૂમિકા અંગે હવે ગંભીર ચર્ચા શરૂ થઈ છે. એક અહેવાલ મુજબ, યુરોપમાં અમેરિકી સેનાના કમાન્ડરે પેન્ટાગોનને ચેતવણી આપી છે કે હાલની પરિસ્થિતિમાં લાંબા સમય સુધી એકસાથે અનેક મોરચે સૈન્ય જવાબદારી નિભાવવી મુશ્કેલ બની રહી છે. રિપોર્ટ અનુસાર, અમેરિકી કમાન્ડરે જણાવ્યું છે કે જો વધારાના સૈન્ય સંસાધનો ઉપલબ્ધ નહીં થાય તો અમેરિકા માટે પોતાની સુરક્ષા અને સહયોગી દેશ ઈઝરાયલની સુરક્ષા વચ્ચે પ્રાથમિકતા નક્કી કરવી પડી શકે છે. આ ચેતવણીએ અમેરિકાની સૈન્ય ક્ષમતા, હથિયારોના જથ્થા અને વૈશ્વિક જવાબદારીઓ અંગે નવી ચર્ચાને જન્મ આપ્યો છે. પેન્ટાગોનમાંથી સંદેશ લીક થવાથી ચર્ચા તેજ અમેરિકા આ મુદ્દો માત્ર રાજકીય નિવેદન કે બહારના વિશ્લેષણ સુધી મર્યાદિત નથી રહ્યો. અહેવાલ મુજબ, પેન્ટાગોનના…