મિડલ ઈસ્ટ યુદ્ધની વચ્ચે સરકારનો મોટો નિર્ણય: LPG સિલિન્ડર બુકિંગ વચ્ચેનું અંતર 25 દિવસ

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ અને યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે ઘરેલુ LPG ગેસ સિલિન્ડર અંગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પેટ્રોલિયમ મંત્રાલયે LPG સિલિન્ડર માટે બુકિંગ વચ્ચેનો સમયગાળો વધારીને હવે 25 દિવસ કરી દીધો છે.

સરકારે આ નિર્ણય કાળાબજાર અને સંગ્રહખોરીને રોકવા માટે લીધો હોવાનું જણાવ્યું છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં હાલ ઘરેલુ ગેસ, પેટ્રોલ કે ડીઝલની કોઈ અછત નથી.

અગાઉ ત્રણ દિવસ પહેલાં જ સરકારે LPG સિલિન્ડર બુકિંગ વચ્ચેનો સમયગાળો 15 દિવસથી વધારીને 21 દિવસ કર્યો હતો. પરંતુ નવી વ્યવસ્થા મુજબ હવે ગ્રાહકોને બે સિલિન્ડર બુક કરવા વચ્ચે ઓછામાં ઓછા 24 દિવસનું અંતર રાખવું પડશે.

આ નિર્ણય ત્યારે આવ્યો છે જ્યારે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષના કારણે ઇંધણ બજારમાં અનિશ્ચિતતા વધી છે. આ વચ્ચે ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. 14.2 કિલોગ્રામના સબસિડી વગરના ઘરેલુ સિલિન્ડરના ભાવમાં રૂપિયા 60 નો વધારો થયો છે, જ્યારે કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં રૂપિયા 114.5 નો વધારો કરવામાં આવ્યો છે.

નવી કિંમતો અનુસાર હવે દિલ્હી ખાતે 14.2 કિલોગ્રામનો LPG સિલિન્ડર રૂપિયા 913માં મળશે, જે પહેલા રૂપિયા 853માં મળતો હતો. મુંબઈમાં તેની કિંમત રૂપિયા 912.50, કોલકાતામાં રૂપિયા 939 અને ચેન્નાઈમાં રૂપિયા 928.50 નક્કી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે એક વર્ષ દરમિયાન LPG સિલિન્ડરના ભાવમાં આ બીજો વધારો છે. આ પહેલાં ગયા વર્ષે એપ્રિલ મહિનામાં સિલિન્ડરના ભાવમાં રૂપિયા 50 નો વધારો કરવામાં આવ્યો હતો. નવી કિંમતો 7 માર્ચથી અમલમાં આવી ગઈ છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    Ahmedabad : કાંકરિયા 1.25 લાખ દીવડાઓથી ઝળહળ્યું: અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળ્યો દીપોત્સવ Elite Glow

    Ahmedabad : કાંકરિયા 1.25 લાખ દીવડાઓથી ઝળહળ્યું: અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળ્યો દીપોત્સવ, PM મોદીના જન્મદિવસની ઉજવણી Ahmedabad: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે ગુજરાતમાં ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદનું કાંકરિયા લેકફ્રન્ટ 1.25 લાખ દીવડાઓની રોશનીથી ઝળહળી ઊઠ્યું હતું. અમદાવાદમાં યોજાયેલા આ વિશેષ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાંકરિયા ખાતે યોજાયેલા ભવ્ય દીપોત્સવ સાથે સમગ્ર શહેરમાં જન્મદિવસની ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. 17 સપ્ટેમ્બરના રોજ યોજાયેલા આ કાર્યક્રમને ‘સેવા સંકલ્પ અભિયાન’ સાથે જોડવામાં આવ્યો હતો. રાજ્યભરમાં વિવિધ સ્થળોએ દીપમાળા, ભજન સંધ્યા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.Ahmedabadના કાંકરિયા લેકફ્રન્ટ ખાતે યોજાયેલો દીપોત્સવ આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ બન્યો હતો. -> કાંકરિયા…

    લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’ યોજાયો: રાજ્યપાલે 21 અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારોનું સન્માન કર્યું, Pride Rally

    લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’ યોજાયો: રાજ્યપાલે 21 અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારોનું સન્માન કર્યું, મહાનુભાવોએ સાથે ભોજન લીધું ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ગુજરાત લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, લેડી ગવર્નર દર્શના દેવી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તથા શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબહેન વાઘેલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત રાજ્યપાલે અગાઉ જેમના ઘરે આત્મીયતાથી ભોજન લીધું હતું તે 21 અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પરિવારોને લોકભવન ખાતે વિશેષ આમંત્રણ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગનો મુખ્ય ઉદ્દેશ સમાજના વિવિધ વર્ગો વચ્ચે સમાનતા, પરસ્પર સન્માન અને આત્મીયતાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો. કાર્યક્રમના અંતે રાજ્યપાલ અને ઉપસ્થિત મહાનુભાવોએ વિવિધ…